________________
''
''
લલિત-વિજારા થી વહાવરાવિધિ *
(૪૩૭) तत एव मुक्तिसिद्धेः, न च फलान्तरसाधकमिष्यते सम्यक्त्वादिः, मोक्षफलत्वेनेष्टत्वात् 'सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग' (तत्त्वार्थे अ. १ सू. १) इति वचनादिति, अत्रोच्यते, विधिवाद एवायं, न च सम्यक्त्वादिवैयर्थ्य, तत्त्वतस्तद्भाव एवास्य भावात, दीनारादिभ्यो भतिन्याय एषः, तदवन्ध्यहेतत्वेन तथा तद्भावोपपत्तेः, अवन्ध्यहेतश्चाधिकृतफलसिद्धौ भावनमस्कार इति, अर्थवादपक्षेऽपि न सर्वा स्ततिः समानफलेत्यतो विशिष्टफलहेतत्वेनाऽत्रैव यत्नः कार्यः, तल्ययत्नादेव विषयभेदेन फलभेदापत्तेर्बब्बूलकल्पपादपादौ प्रतीतमेतत्, भगवन्नमस्कारश्च परमात्मविषयतयोपमातीतो वर्तते, यथोक्तम्-"कल्पद्रुमःपरो मन्त्रः, पुण्यं चिन्तामणिश्च यः । गीयते स नमस्कारस्तथैवाहुरपण्डिताः ॥ १ ॥ कल्पद्रुमो महाभागः, कल्पनागोचरं फलम् । ददाति न च मन्त्रोऽपि सर्वदुःखविषापहः ॥ २ ॥ न पुण्यमपवर्गाय, न च चिन्तामणिर्यतः । तत्कथं ते नमस्कारः, મિતુલ્યોપથી તે ? / ૩ / રૂત્યારે છે
પૂર્વપક્ષ-“સંસારથી તરવાની ઈચ્છાવાળા નર કે નારીએ ભગવંતને નમસ્કાર કરવો જોઈએ' શું આ વાક્ય, સ્તુતિ અર્થવાદરૂપ છે?-(સ્તુતિ માટેની પ્રશંસા તે અહીં સ્તુત્યર્થવાદ સમજવો-કુદાવવા વિ. માટે પણ પ્રશંસા થાય છે. માટે અહીં કહ્યું છે કે સ્તુતિ માટે અર્થવાદ)જેમકે. દા.ત. “એક પૂર્ણ આહુતિથી સર્વ કામોને સિદ્ધિઓને મનોરથોને મેળવે છે' તે આ શું સ્તુતિ અર્થવાદરૂપ છે? અથવા વિધિવાદરૂપ છે? જેમ કે દા.ત. “સ્વર્ગની કામનાવાળાએ અગ્નિહોત્ર નામનો યજ્ઞ કરવો જોઈએ તેમ આ શું વિધિવાદરૂપ
છે?.
જો પ્રથમ પક્ષ-સ્તુતિ અર્થવાદરૂપ પ્રથમ પક્ષ માનશો તો તેથી-સ્તુતિ માટે પ્રશંસાસૂચક વાક્યથી પૂર્વોક્ત મોક્ષફલની શૂન્યતા હોઈ, વળી દેવ આદિ બીજા ફલની ઉત્પત્તિ માનવામાં આવે તો, તેનાથીબીજી આચાર્યાદિ વિષયક સ્તુતિથી કાંઈ વિશેષતા(ફરક-ભેદ)ન હોઈ અહીં જ પ્રયત્નથી (સ્તુતિ અર્થવાદરૂપ પ્રયત્નથી) સરો! વળી યક્ષ-દેવ કે પૂજ્યની સ્તુતિ નિષ્ફલ છે એમ પણ તમે ન બોલી શકો! કેમકે; આ બાબત સર્વજન પ્રસિદ્ધ છે અને વળી છેલ્લો વિકલ્પ-પક્ષ-વિધિવાદ રૂપ પક્ષ પણ નથી, કારણ કે; તેથી કર્તવ્યરૂપે નમસ્કાર માત્રના સ્વીકારથી સમ્યકત્વ-અણવ્રત-મહાવ્રત આદિ ચારિત્ર્યની પાલના, વ્યર્થનિષ્ફલ થાય છે. અને વળી સમ્યક્ત્વાદિરૂપ પાલનાથી જ મુક્તિની સિદ્ધિ છે. અને સમ્યકત્વ વિગેરે, મોક્ષભિન્ન બીજા ફલના સાધક તરીકે જ સમ્યક્ત્વાદિ ઈષ્ટ માનેલ નથી, મોક્ષફલ સાધક તરીકે જ સમ્યકત્વાદિ ઈષ્ટ છે. કારણ કે; “સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ” (તત્ત્વાર્થે અ.૧ સૂ ૧) સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર એ મોક્ષમાર્ગરૂપ છે' આવો શાસ્ત્રીય વચનનો પુરાવો છે.
ઉત્તરપક્ષ-આ પૂર્વોક્ત વાક્ય, વિધિવાદરૂપ જ છે. “સંસારથી તરવાની ઈચ્છાવાળા નર કે નારીએ ભગવંતને નમસ્કાર કરવો જોઈએ આ વાકયને વિધિવાદ તરીકે માનવાથી સમ્યકત્વ-અણુવ્રત-મહાવ્રત આદિની પાલનાની વ્યર્થતા-નિષ્કલતા નથી, કેમકે; તત્ત્વથી-નિશ્ચયવૃત્તિથી સમ્યગદર્શનાદિ ભાવની સાથે નમસ્કાર ભાવનો ભેદ નથી. સમ્યગ્દર્શનાદિભાવમાં જ આ નમસ્કારનો ભાવ છે. દ્રવ્યથી દ્રવ્ય વૃત્તિથી દ્રવ્ય નયની અપેક્ષાએ અન્યથા-અન્ય પ્રકારે પણ આ નમસ્કાર હોય છે એટલા માટે તત્ત્વથી-નિશ્ચયવૃત્તિથી એમ કહ્યું છે.) અર્થાત પ્રકૃત નમસ્કારભાવ પ્રત્યે સમ્યગદર્શનાદિભાવ હેતુ છે.
ના અનુવાળ ટERપ