________________
લિત-વિરારા આ ભવસાર થતો
૪૩૨) એવંચ પ્રતિબંધ-વ્યાપ્તિ (વ્યાપ્તિની સિદ્ધિ) જ નથી કેમ કે પ્રકૃષ્ટ શુભધ્યાનના ફલરૂપ મુકિત ગમનની માફક (એક જ આત્મામાં) પ્રકૃત રૌદ્રધ્યાનના સપ્તમ નરક ગમનરૂપ ફલની એકી સાથે યુગપતુ સત્તા (હૈયાતી) હોઈ પરમ-પુરૂષાર્થ(મોક્ષ પુરૂષાર્થ)ના વિધ્વંસ-વિનાશરૂપ અનિષ્ટનો પ્રસંગ છે, એટલે પ્રતિબંધવ્યાપ્તિ નથી.
તથાચ પ્રતિબંધની સિદ્ધિ હોયે છતે-શિશપાત્વ હોય છતે જેમ વૃક્ષત્વ, ધૂમ હોયે છતે જેમ વનિ, તે પ્રકૃષ્ટ શુભધ્યાન સ્વફલ-કાર્ય કરનાર હોયે છતે, અવશ્યભાવી-ચોક્કસ-નિયમાં થનારો પ્રકૃત રૌદ્રધ્યાનભાવ, અવશ્ય કાર્યકારી હોય છે. એટલે પ્રકૃત રૌદ્રધ્યાનભાવ, પોતાનું સપ્તમનરકગમનરૂપ કાર્ય કરતો કેવી રીતે પરમ પુરૂષાર્થરૂપ મોક્ષ ફલને હણે નહિ? અર્થાત્ હણેજ. વાસ્તુ-એ કારણેજ પ્રતિબંધ નથી–પ્રતિબંધ સિદ્ધિ નથી.
અતિક્રમતિના અભાવવાળી-સંખ્યાતાયુષ્ક આર્ય-દર્શનવંતી-માનુષી-ભવ્યજીવ સ્ત્રીમાં, રતિવિષયકલાલસા મોક્ષ માટે અસમર્થ હોઈ અસુંદર છે એટલે રતિલાલસાનો વ્યવચ્છેદ કરવા સારૂ કહે છે કે
(૮) “નો ન ઉપશાંત મોહા' મોહ-રતિલાલસાને ઉપશમાવનારી પણ કોઈ સ્ત્રી હોય છે. વળી તેમજ દેખાયેલ છે.
મોહ-રતિલાલસાને ઉપશમાવનારી પણ અશુદ્ધ આચારવાળી નિંદિત છે એટલે અશુદ્ધ આચારનો નિષેધ કરવા સારૂ કહે છે કે
(૯) “નોન શુદ્ધાચારા' કદાચ કોઈ સ્ત્રી શુદ્ધ આચારવાળી હોય છે કેમ કે; ઔચિત્યપૂર્વક પરોપકાર
હોય તે વ્યાપક જ્યારે જેનો પ્રદેશ નાનો હોય જેનું ક્ષેત્ર સંકુચિત હોય તે વ્યાપ્ય’ કહેવાય છે. કાર્ય વ્યાપ્ય ગણાય છે. જ્યારે કારણ વ્યાપક ગણાય છે. જો કે કેટલીક વાર કાર્ય અને કારણના પ્રદેશ સમાન પણ હોય. પ્રસ્તુતમાં ઘૂમરૂપ કાર્યનું ક્ષેત્ર અગ્નિરૂપ કારણ જેટલું વિશાળ નથી, કેમ કે જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ત્યાં ધૂમ હોવો જોઈએ એવો નિયમ નથી, જેમ કે લોખંડનો તપાવેલો ગોળો આ ગોળામાં અગ્નિ છે, પરંતુ ધૂમ નથી. અર્થાત્ તપાવેલા ગોળારૂપ પ્રદેશમાં અગ્નિ છે, પરંતુ ત્યાં ધૂમનું અસ્તિત્વ નથી. જ્યાં વ્યાપ્ય અને વ્યાપકના પ્રદેશ સરખા ન હોય ત્યાં વ્યતિરેક વ્યાપ્તિ ઉલ્ટાવીને કરવી પડે છે. જેમ કે જ્યાં જ્યાં ધૂમ નથી ત્યાં ત્યાં અગ્નિ નથી એવી વ્યાપ્તિ સંગત ગણાય છે. પરંતુ જ્યાં વ્યાપ્ય અને વ્યાપકના ક્ષેત્રો સરખાં હોય ત્યાં આમ ઉલટાવવાની જરૂર નથી. જેમ કે જ્યાં જ્યાં જ્ઞાન થવાપણું (યત્વ) છે ત્યાં ત્યાં નામ હોવાપણું છે. એ અન્વય વ્યાતિ ઉપરથી જ્યાં જ્યાં જોયત્વ નથી, ત્યાં ત્યાં નામ હોવાપણું નથી એવી વ્યતિરેક વ્યાપ્તિ કરવામાં કોઈ જાતનો બાધ નથી. એવી રીતે જ્યાં જ્યાં પ્રાણ વગેરે છે, ત્યાં ત્યાં ચેતનપણું છે. એ અન્વય વ્યાપ્તિનું ઉદાહરણ છે. જ્યારે જ્યાં જ્યાં પ્રાણ વિગેરે નથી ત્યાં ત્યાં ચેતનપણું નથી એ વ્ય. વ્યા.નું ઉદાહરણ છે.
તથાચ અહીં “જ્યાં જ્યાં ધૂમ છે, ત્યાં ત્યાં અગ્નિ છે. એની માફક જ્યાં જ્યાં પ્રકત રૌદ્રધ્યાન છે ત્યાં ત્યાં પ્રકૃત શુભધ્યાન છે. એવી અન્વય વ્યાપ્તિ નથી. કેમ કે પ્રકૃત રૌદ્રધ્યાન, સપ્ત નરક ગમનરૂપ સ્વફલ આપવા તારા, પ્રકત શુભધ્યાન જન્ય મોક્ષફલના પ્રત્યે પ્રતિબંધક છે. અવરોધક છે.
હકીક
બાજરાતી અનુવાદક - અભદકરસૂરિ મ.સાલા