________________
લિત-વિરારા આ વળતરાવવાની
(૪૩૩) ઉપાર્જન આદિ (પારકાની ભલાઈના કામો કરવા-લોકકલ્યાણની સક્રિય પ્રવૃત્તિ આદિ) સુંદર-શુદ્ધ આચારો દેખાય છે. - “શુદ્ધ આચારવાળી પણ અશુદ્ધ શરીરવાળી (મોક્ષ માટે) બરાબર-સારી ગણેલ નથી. એટલે અશુદ્ધ શરીરના નિષેધ માટે કહે છે કે - (૧૦) “નોન અશુદ્ધબોન્ડિ' કોઈ એક સ્ત્રી શુદ્ધ શરીરવાળી પણ હોય છે. કેમ કે, તે શુદ્ધ શરીરવાળી સ્ત્રીમાં પૂર્વ કર્મના પ્રભાવથી કક્ષા (કખ) "સ્તન વિગેરેના ભાગોમાં સંસક્તપણું આદિ દોષો દેખાતા નથી.
શુદ્ધ શરીરવાળી પણ વ્યવસાય (મોક્ષ માટે પુરૂષાર્થ) રહિત, નિદિત માનેલ છે. એટલે વ્યવસાયરહિતત્વનો નિષેધ કરવા સારૂ બોલે છે કે;
(૧૧) “નો વ્યવસાયવર્જિતા” કોઈ એક સ્ત્રી પરલોક વિષયક વ્યવસાય-પુરૂષાર્થવાળી છે. કેમકે શાસ્ત્રદ્વારા સ્ત્રી પરમ પુરૂષાર્થ-મોક્ષ વિષયક પુરૂષાર્થવાળી દેખેલ છે.
વ્યવસાયવાળી હોવા છતાં પણ અપૂર્વકરણના અભાવવાળી (મોક્ષ સાધના) અભાવવાળી જ માનવી એટલે અપૂર્વકરણ વિરોધનો વિરોધ કરવા ખાતર કહે છે કે;
(૧૨) “નો અપૂર્વકરણ વિરોધિની' સ્ત્રી અપૂર્વકરણના અભાવવાળી નથી. કેમકે, અપૂર્વકરણના અભાવનો અભાવ-અપૂર્વકરણનો સદ્ભાવ સ્ત્રી જાતિમાં પણ પ્રતિપાદિત(શાસ્ત્રમાં) છે.
અપૂર્વકરણવાળી પણ નવગુણસ્થાનરહિત ઈષ્ટસિદ્ધિ(મોક્ષરૂપ ઈષ્ટ સિદ્ધિ)માટે થતી નથી. એટલે ઈષ્ટ સિદ્ધિ ખાતર કહે છે કે
(૧૩) “નો નવગુણસ્થાનરહિતા' કોઈ એક સ્ત્રી નવગુણસ્થાનરહિત નથી હોતી પણ સહિત હોય છે. કારણ કે, સ્ત્રીમાં નવગુણ સ્થાનનો સંભવ શાસ્ત્ર દ્વારા પ્રતિપાદિત હોય છે. “નવગુણ સ્થાનવાળી પણ લબ્ધિને અયોગ્ય, અધિકૃત-મોક્ષસાધન વિધિના કારણરૂપ થતી નથી. એટલે આ વિષયના નિષેધ માટે કહે છે કે
(૧૪) “લબ્ધિને અયોગ્ય નથી' કોઈ એક સ્ત્રી, આમર્ષ-ઔષધી આદિરૂપ લબ્ધિને અયોગ્ય નથી પરંતુ યોગ્ય છે. કારણ કે, કાલની ઉચિતતાથી હમણાં પણ દેખાય છે.
१ स्तनेति कुन्दकुन्दैः (कौण्डिन्यैः) एतेन हेतुना निषेधात्, वस्तुतस्तु फलसिद्धिभावात् सरोगसाधोर्मुक्तिस्वीकाराद्गण्डूपदादिमतामनिषेधादनेकान्तिकता संसक्तशरीरत्वस्य ।
१ गोमट्टादिषु द्रव्यस्त्रीवेदेऽपि श्रेणेः प्रतिपादितत्वान् । २ शाकटायनादियापनीयकाले प्रत्यक्षता ।
આ બાજરાતી અનુવાળ એ જોરપતિ પાન