________________
જ
કરી
લિત-વિખરા .) વિસાવદર
(૪૩૧ આર્ય-દર્શનવંતી-માનુષી-ભવ્યજીવરૂપ સ્ત્રી, અસંખ્યાતા આયુષ્યવાળી સ્ત્રી અધિકૃત-મોક્ષને સાધવા માટે થતી નથી, એટલે એ વિષયને ઉદ્દેશીને કહે છે કે.
(૬) “તમામ સ્ત્રી અસંખ્યાત આયુષ્યવાળી હોતી નથી કેટલીક સ્ત્રીઓ આર્ય-દર્શનવંતી-માનુષીભવ્યજીવો સ્ત્રીઓ સંખ્યાત આયુષ્યવાળી હોઈ ઉત્તમ ઘર્મસાધક બની શકે છે. કેમકે; તેમજ દેખાય છે.
“સંખ્યાત આયુષ્યવાળી-આર્ય-દર્શનવંતી-માનુષી-ભવ્ય-જીવરૂપ સ્ત્રી, પણ અત્યંત ક્રૂરમતિવાળી, મોક્ષ માટે નિષેધાયેલ છે. એટલે તે ઝૂરમતિના નિષેધ કરવાની ઈચ્છાથી કહે છે કે,
(૭) “સંખ્યાત આયુષ્યવાળી-આર્ય-દર્શનવંતી-માનુષી ભવ્યજીવરૂપ સ્ત્રી “અતિક્રમતિવાળી નથી' કેમ કે, અતિક્િલષ્ટ પ્રાણિઓના સ્થાનરૂપ સાતમી નરક વિષયક આયુષ્યના મૂલ કારણરૂપ તીવ્ર સંક્લેશરૂપ રૌદ્રધ્યાનનો “સ્ત્રીઓ છઠ્ઠી નરક સુધી” એવું શાસ્ત્રીય વચન હોઈ સદંતર અભાવ છે.
શંકા- “સ્ત્રીઓ છઠ્ઠી નરક સુધી’ એવું શાસ્ત્રીય વચન હોઈ જ્યારે અતિ ક્લેશવાળા પ્રાણિઓના સ્થાનરૂપ સપ્તમ નરકના આયુષ્યના મૂલ કારણ તીવ્રસંક્લેશરૂપ રૌદ્રધ્યાનનો સ્ત્રીમાં સદંતર અભાવ છે, તો પ્રકૃત રૌદ્રધ્યાનની માફક મોક્ષ કારણ શુક્લધ્યાનરૂપ પ્રકૃષ્ટ શુભધ્યાનનો અભાવ સ્ત્રીમાં માનવામાં આવે તો શો વાંધો?
સમાધાન-પ્રકૃત રૌદ્રધ્યાનના અભાવની માફક પ્રકૃષ્ટ-શુક્લરૂપ શુભધ્યાનનો અભાવ માનવો યુક્તિયુક્ત નથી. કેમકે, તે પ્રકૃત રૌદ્રધ્યાનની સાથે આ પ્રકૃત શુભ ધ્યાનનો પ્રતિબંધ અવિનાભાવ-વ્યાપ્તિના યોગનો અભાવ છે, વળી પ્રતિબંધની સિદ્ધિ થાય ત્યારે જ, વ્યાપકકારણભૂત વૃક્ષત્વ કે પતિની નિવૃત્તિ (અભાવ થયેલ છે) તે શિશપા કે ધૂમની નિવૃત્તિ (અભાવ) ની માફક પ્રકૃત રૌદ્રધ્યાનનો અભાવ છે તે પ્રકૃષ્ટ શુભધ્યાનનો અભાવ એવો ઉપન્યાસ કરવો વ્યાજબી લેખાય.
૧ “ક્ષત્રિમાવિનો તહબમમાનિયનો વિનામાવ:” સહભાવીનો એટલે કે એક સામગ્રીને આધીન એવા રૂપ અને રસનો,વ્યાપ્ય અને વ્યાપકનો તથા શિંશપાત્વશિશુ કે અશોક નામનું ઝડ હોવાપણું) અને વૃક્ષત્વનો જે સહભાવ નિયમ તેમજ કમભાવીનો એટલે કે ત્તિકના અને શકટના ઉદયનો તથા કાર્ય અને કારણનો (ધૂમ અને અગ્નિનો) જે કમભાવ નિયમ તે “અવિનાભાવ”
વ્યાતિ-જ્યાં જ્યાં ધૂમ છે. ત્યાં ત્યાં અગ્નિ છે. એવો કોઈ પણ ધૂમવાનું પ્રદેશ નથી કે જ્યાં અગ્નિ ન હોય. આવો તે ધૂમ અને અગ્નિનો પરસ્પર સંબંધ-તે “સહચાર' કહેવાય છે. ધૂમ છતાં અગ્નિ નથી એમ જાણવામાં આવે તો કાર્ય કારણરૂપ સંબંધ ઉડી જાય છે. આ વ્યભિચાર' કહેવાય છે. સહચાર અન્વયવ્યાપ્તિ ઉપરાંત વ્યભિચારનો અભાવ (વ્યતિરેક પ્રાપ્તિ) કહેવામાં આવે છે. સહચાર ઉપરાંત વ્યભિચારનો અભાવ હોવાની પ્રતીતિ થતાં જે નિયમ સ્કૂરે છે તેને “વ્યાપ્તિ’ કહેવામાં આવે છે. જેમ કે, જ્યાં જ્યાં ધૂમ છે. ત્યાં ત્યાં અગ્નિ છે જ એ સહચાર અને જ્યાં અગ્નિ નથી ત્યાં ધૂમ નથી જ એ વ્યભિચારનો અભાવ એ બે સિદ્ધ થવાથી જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે. આમાં ધૂમ કાર્ય છે અને અગ્નિ એનું કારણ છે. આવા કાર્ય કારણરૂપ સંબંધમાં જેનો પ્રદેશ મોટો હોય-જેનું ક્ષેત્ર વિશાળ
કરાતી અનુવાદક - જ, ભકત્રિમ