________________
લિતવિકારા આ કારણ
જ ૩૯૭) मार्गानुसारिबुद्धेर्वचनमन्तरेणापि तदर्थप्रतिपत्तिः, क्वचित्तथादर्शनात्, संवादसिद्धेः, एच व्यक्त्यपेक्षया नानादिशुद्धवादापत्तिः, सर्वस्य तथा तत्पूर्वकत्वात्, प्रवाहतस्त्विष्यत एवेति, न ममापि तत्त्वतोऽपौरूषेयमेव वचनमिति प्रपञ्चितमेतदन्यत्रेति नेह પ્રયાસઃ |
ભાવાર્થ- આ તીર્થકરોનું ઘર્મ-શ્રુતજ્ઞાન-આગમનું આદિકરત્વ રૂપ સ્વરૂપ જણાવવા દ્વારા, સર્વથાસર્વ પ્રકારે બધી રીતે(અર્થજ્ઞાન, શબ્દરૂપ પ્રકાશન પ્રકારના સમસ્તપણાએ) અપૌરુષેય(અપુરૂષકૃત)વચન(આગમ) છે એ વાતનું ખંડન-નિરસન થાય છે.
તથાચ બીજા પ્રકારે વિશેષરીતિએ પૂર્વોક્તવાદનું ખંડન કરતા બોલે છે કે-કહ્યું છે કે (ધર્મસાર પ્રકરણે વચનપરીક્ષામાં કહ્યું છે કે, “અપૌરુષેય વચન સંભવતું નથી-અસંભવિત-અસત્ છે, વંધ્યા પુત્રની માફક, ગર્દભ શૃંગની માફક અસત્ છે. તથાહિ-અપૌરૂષય વચન, પંડિતોની પર્ષદામાં પક્ષ(ધર્મી)પણાએ વ્યવહારને યોગ્ય નથી. કેમ કે, અપૌરૂષયત્વ રૂપ સાધ્યનો ઘર્મિસ્વરૂપ વચનત્વની(સાથે) પ્રતિષેધ-બાધ છે. મતલબ એવો છે કે, વચન એટલે બોલવું કે જે બોલાય અર્થાત્ વચન બોલવા રૂપ ક્રિયા, પુરૂષદ્વારા સંભવિત છે. પુરૂષક્રિયાની સાથે વચનના સ્વરૂપની વ્યાપ્તિ છે, જ્યાં જ્યાં વચનત્વ છે, ત્યાં ત્યાં પુરૂષક્રિયા અવશ્ય છે જ.
એવંચ જે રજૂ કરાતી વસ્તુ, પોતાના વચનથી બાધિત થાય, તે વસ્તુ, પંડિતે પંડિતોની સભામાં રજુ નહિ કરવી જોઈએ. જેમ કે, દા.ત. મારી માતા વાંઝણી, મારા બાપુજી, બાલબ્રહ્મચારી તેવી જ રીતે “અપૌરુષેય વચન” સમજી લેવું. જો કોઈ સ્થાને સાક્ષાત્ પુરૂષજન્યક્રિયા વગર પણ વચન સંભળાય તે સ્થાનમાં અદ્ગશ્ય વક્તાની કલ્પના કરવી જ પડશે. અતએવ જે વચન, તે પૌરૂષય-પુરૂષકૃત છે. કેમ કે, તે(વેદાદિ)વચન વર્ણાત્મક છે. જેમ કે, કુમારસંભવવિગેરે, વર્ણાત્મક હોવાથી પુરૂષકૃત છે તેમ આગમવેદ પણ વચનરૂપ હોવાથી વર્ણાત્મક છે, તેથી આગમવેદ પૌરૂષેય છે. કહ્યું પણ છે કે “વર્ણોના સમુદાય, નિશ્ચયે તાલુઆદિ સ્થાન, પુરૂષને જ હોય છે, માટે વેદ, અપુરૂષકૃત નથી. પરંતુ પુરૂષકૃત જ છે.”
તથાચ આકાશઆદિમાં પુરૂષક્રિયાવગર પણ અપૌરૂષયવચન સંભળાય ત્યાં પણ અદ્રશ્ય પિશાચ આદિ વક્તાની આશંકા “આ પિશાચ આદિ બોલ્યા હશે કે નહિ' એવો સંશય શંકા કરવી જ પડશે ! વળી એવો કોઈ હેતુ નથી કે જેથી તે શંકા દૂર થઈ શકે !
જો અતીન્દ્રિયાર્થદર્શ પિશાચારિરૂપ અતીન્દ્રિયાર્થદ્રષ્ટા પુરૂષ માનવામાં આવે તો તે શંકા દૂર થઈ શકે ! કારણ કે તે પુરૂષથી જ “આ વચન, પિશાચાદિ જન્ય છે કે આપમેળે કુદરતી છે” આવા પ્રકારનો એક નિશ્ચયનો સદૂભાવ છે. જો અતીન્દ્રિયાર્થદર્શી પુરૂષને ન માનો તો અદ્રશ્ય વક્તા વિષયક શંકાની નિવૃત્તિ થઈ શકે નહિ. વળી અતીન્દ્રિયાર્થદર્શી, પ્રકૃત શંકાનિર્વતક તરીકે માનવામાં આવે તો શો વાંધો?
આ શંકાના જવાબમાં એટલું જ કહેવાનું કે અતીન્દ્રિયાર્થદર્શ માનીને ફરીથી અપૌરૂષય વચનની કલ્પના નિષ્ફલ થાય છે. કારણ કે, અતીન્દ્રિયાર્થદર્શી પુરૂષને નહિ માનનારાઓને જ અપૌરૂષય વચનની કલ્પનાની
આજકાવાડા
કરીિ જા