________________
કરકસર કારક
લલિત-વિરારા
(૪૧૩
ફલના લેશની પ્રાપ્તિનો પ્રસંગ (આપત્તિ) પ્રાપ્ત થાય એવું કદી બન્યું નથી, બનતું નથી ને બનશે નહિ કે; “અભવ્યોમાં યથાર્થબોધરૂપ ફલનો લેશ પણ પ્રાપ્ત થાય!'
આ બાબત, આગમના જાણ પુરૂષો-ગીતાર્થ મહારથીઓ! આગમના અનુસારે ખૂબ ખૂબ વિચારો! ઈતિ-શ્રુતસ્તવની સમાપ્તિસૂચક છે.
આ પ્રમાણે બીજા પણ સૂત્રોનો અર્થ જાણવો એમ શાસ્ત્રકાર હવાલો આપે છે. આ તો કેવલ દિશાનું માત્ર પ્રદર્શન સમજી લેવું જોઈએ!
હવે શાસ્ત્રકાર, “સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસગ્ગ” ઈત્યાદિ સૂત્રની વ્યાખ્યા, સસંગતિ-સવિવેચન કરે
एवं प्रणिधानं कृत्वैतत्पूर्विका क्रियाफलायेति श्रुतस्यैव कायोत्सर्गसम्पादनार्थं पठति पठन्ति वा, “सुयस्स भगवओ करेमि काउसग्ग" मित्यादि यावद्वोसिरामि, व्याख्या पूर्ववत्, नवरं श्रुतस्येति-प्रवचनस्य सामायिकादिचतुर्दशपूर्वपर्यन्तस्य "भगवतः" समग्रैश्वर्यादियुक्तस्य, सिद्धत्वेन समग्रैश्वर्यादियोगः, न ह्यतो विधिप्रवृत्तः फलेन वञ्च्यते, व्याप्ताश्च सर्वे प्रवादा एतेन, विधिप्रतिषेधानुष्ठानपदार्थाविरोधेन च वर्तते स्वर्गकेवलार्थिना तपोध्यानादि कर्त्तव्यं, सर्वे जीवा न हन्तव्या इति वचनात्, समितिगुप्तिशुद्धा क्रिया असपत्नो योग इति वचनात्, उत्पादविगमध्रौव्ययुक्तं सत्, एकं द्रव्यमनन्तपर्यायमर्थ इति वचनादिति, कायोत्सर्गप्रपञ्चः प्राग्वत् तथैव च स्तुतिः, यदि परं तस्य, समानजातीयबृंहकत्वात्, अनुभवसिद्धमेतत्, तज्ज्ञानां, चलति समाधिरन्यथेति प्रकटं, ऐतिह्यं चैतदेवमतो न बाधनीयमिति व्याख्यातं पुष्करवरद्वीपाढे इत्यादि सूत्रम् ॥
ભાવાર્થ-આ પ્રમાણે “શ્રતધર્મની વૃદ્ધિ પામો !' ઈત્યાદિ આકારક પ્રણિધાન કરીને-“આ પ્રણિધાનપૂર્વક ક્રિયા, ફલ જનક છે' એવો નિયમ હોઈ પ્રથમ પ્રણિધાન કરી હવે શ્રુતસંબંધી કાયોત્સર્ગરૂપ ક્રિયા કરવાને ખાતર એક કે અનેક “સુઅસ ભગવઓ કરેમિ કાઉસગ્ગ ઈત્યાદિથી માંડી વોસિરામી પર્યત બોલે છે. એની વ્યાખ્યા-વિવરણ, પૂર્વની માફક સમજી લેવું, પરંતુ જે વિશેષ કાંઈ બાકીનું છે તેની વ્યાખ્યા કરે છે કે “ભગવંત શ્રુતના કાઉસગ્ગને હું કરું '
શ્રુતના-સામાયિક સૂત્રથી માંડી ચૌદ પૂર્વ સુધીના પ્રવચનરૂપ શ્રુતના, કેવા શ્રુતના? તો કહે છે કે, “ભગવંત એવા શ્રુતના”
ભગવંત-સમગ્ર-સમસ્ત ઐશ્વર્ય આદિ યોગવાળા ભગવંત અને ભગવંત એવા શ્રુતના કાઉસગ્નને હું કરૂં છું.
હવે સમગ્ર ઐશ્વર્યઆદિયોગ-ભગવત્તા કોના દ્વારા શ્રુત-પ્રવચનમાં છે? તેનું વિવરણ કરે છે. હવે ક્રમવાર પૂર્વકથિત ત્રણ ભેદવાળું સિદ્ધત્વ શ્રુતમાં ઘટાવે છે.
(૧) ફલાવ્યભિચારરૂપ સિદ્ધત્વ-શ્રુતમાં કહેલ વિધિ અનુષ્ઠાન-ક્રિયા-આચારપાલનમાં પ્રવૃત્ત-પરાયણકટીબદ્ધ થયેલ પુરૂષ, કદી તેના ફલથી ઠગાતો નથી. અવશ્યમેવ-અચૂક ફલ પામે છે. આ પ્રવચન,
દારુહ
રાતી અનુવા- આ વટવવિધ