________________
લલિતવિ
જ
.
બુદ્ધબોધિતસિદ્ધ એ તમામ સિદ્ધો પણ ત્રણ ભેદે છે.
(2) સ્ત્રીલિંગસિદ્ધ સ્ત્રી તરીકેની નિશાનીવાળા દેહે જેઓ સિદ્ધિ પામ્યા હોય તેઓ કેટલાક “સ્ત્રીલિંગસિદ્ધ કહેવાય છે. અર્થાત કેટલાક પ્રત્યેકબુદ્ધસિદ્ધ શિવાય સ્ત્રીલિંગસિદ્ધ તરીકે તીર્થ-અતીર્થ-તીર્થંકર-અતીર્થંકર-સ્વયંબુદ્ધબુદ્ધબોધિતસિદ્ધ એમ છ હોઈ શકે છે.
(૯) જ્યારે કેટલાક પુલિંગસિદ્ધ-પુરૂષપણાના ચિહ્નવાળા દેહે જેઓ મોક્ષે ગયા હોય તેઓ “પુરૂષલિંગસિદ્ધ કહેવાય છે. અર્થાત્ કેટલાક પુરૂષલિંગ સિદ્ધ તરીકે તીર્થ-અતીર્થ-તીર્થકર-અતીર્થંકર-સ્વયંબુદ્ધ-પ્રત્યેકબુદ્ધ-બુદ્ધબોધિતસિદ્ધ એમ ૭ હોઈ શકે છે.
(૧૦) જ્યારે કેટલાક નપુંસકલિંગસિદ્ધ-કૃત્રિમ નપુંસકપણાને સૂચવતી દેહાકૃતિએ જેઓ મુક્તિએ ગયા હોય તેઓ “નપુંસકલિંગસિદ્ધ' કહેવાય છે. ' અર્થાત્ કેટલાક નપુંસકલિંગસિદ્ધ તરીકે તીર્થ-અતીર્થ-અતીર્થંકર-સ્વયંબુદ્ધ-બુદ્ધબોધિત એમ પાંચ-(તીર્થંકરપ્રત્યેક બુદ્ધ શિવાય)હોઈ શકે છે. .
શંકા-શું તીર્થકરો પણ સ્ત્રીલિંગે હોઈ શકે છે? સમાધાન-હા. હોઈ શકે છે અર્થાત તીર્થકરો પણ સ્ત્રીલિંગે પેદા થાય છે.
કારણ કે, સિદ્ધપ્રાકૃત નામના સિદ્ધાંતમાં કહ્યું છે કે “સર્વસ્તોક-સહુથી થોડા અલ્પ તીર્થકરીસિદ્ધ હોય છે, તીર્થકરી તીર્થમાં નોતીર્થસિદ્ધ-પ્રત્યેકબુદ્ધો અને નો (અ) તીર્થંકરસિદ્ધો, (પુરૂષ) સંખ્યાતગુણો, અને નો (અ) તીર્થકરીસિદ્ધો- (સ્ત્રીઓ) સંખ્યાતગુણી.”
વળી તીર્થકરો, નપુંસકલિંગે સિદ્ધ કરી કદી-અનંત ઉત્સર્પિણી કે અવસર્પિણી છતાં હોતા નથી. કારણ કે; અનંતવીર્યપણું હોઈ કૃત્રિમતાનો અભાવ છે. અકૃત્રિમને ચારિત્રની લાયકાત નથી.
વળી પ્રત્યેકબુદ્ધો તો પુલિંગે જ હોય છે. કદી સ્ત્રીલિંગે કે નપુંસકલિંગે હોતા જ નથી.
(૧૧) સ્વલિંગસિદ્ધ-ભાવલિંગનો અવ્યભિચાર હોઈ દ્રવ્યલિંગરૂપ, મુખ્યવૃત્તિથી મોક્ષલિંગ હોઈ સ્વલિંગરૂપ રજોહરણ ગોચ્છક આદિ યુકત જૈન મુનિના વેષે જેઓ મોક્ષે ગયા હોય તે “સ્વલિંગસિદ્ધ' કહેવાય છે.
(૧૨) અન્યલિંગસિદ્ધ-પરિવ્રાજક-તાપસ વિગેરેના વેષે જેઓ મુક્તિ પામ્યા હોય તેઓ “અન્યલિંગસિદ્ધ’ કહેવાય છે.
(૧૩) ગૃહિલિંગસિદ્ધ-ગૃહસ્થના વેષે જેઓ મોક્ષે સંચર્યા હોય તેઓ “ગૃહસ્થતિંગસિદ્ધ' કહેવાય છે. જેમકે, મરૂદેવા માતા વિગેરે.
(૧૪) એકસિદ્ધ-એક સમયમાં જેઓ એકલા મોક્ષે ગયા હોય તે “એકસિદ્ધ'. જેમકે, મહાવીરસ્વામીજી
તે
કરસમજ
ગાસતી અનુવાદક