________________
લિત વિકારો રાષCIકારણી
(૪૨૪) સમાધાન-પ્રત્યેબુદ્ધ અને સ્વયંબુદ્ધ વચ્ચે ખાસ કરીને (અ) બોધિ (આ) ઉપધિ (ઈ) શ્રત (ઈ) લિંગવેષ એમ ચાર અપેક્ષાએ ભેદ-વિશેષ રહેલો છે.
(અ) બોવિભેદ-સ્વયંબુદ્ધો, બાહ્ય નિમિત્ત વિના જ જાતિસ્મરણ આદિ વડે બોધ પામે છે. પ્રત્યેકબુદ્ધો તો બાહ્ય નિમિત્ત શીવાય નહિ પરંતુ બાહ્ય નિમિત્તથી બોધ પામે છે. વળી સંભળાય છે કે; “બાહ્ય વૃષભ આદિ નિમિત્તની અપેક્ષાવાળી કરકંડુ આદિ પ્રત્યેક બુદ્ધોને બોધિ હોય છે. આ પ્રમાણે જાતિસ્મરણ આદિવાળા સ્વયંબુદ્ધોને નથી હોતી પરંતુ બાહ્યનિમિત્તની અપેક્ષા વગર બોધિ થાય છે. | (આ) ઉપધિભેદ -સ્વયંબુદ્ધોને પાત્રાદિરૂપ બાર પ્રકારની ઉપધિ*હોય છે. જ્યારે પ્રત્યેકબુદ્ધોને જઘન્યથી બે પ્રકારની અને ઉત્કૃષ્ટથી પ્રાવરણ નવ પ્રકારની ઉપાધિ હોય છે.
. (ઈ) શ્રુતભેદ-સ્વયંબુદ્ધને શ્રુતજ્ઞાન હોય તો તે પૂર્વ-અધીતયાને પૂર્વભવમાં જેનું અધ્યયન કરાયું હોય તે જાતિસ્મરણ આદિથી હોય. જો પૂર્વઅધીત શ્રુતજ્ઞાન હોય તો દેવ સાધુવેષ આપે. અગર ગુરૂ પાસે જઈને જ સાધુવેષ તેઓ ગ્રહણ કરે. એટલે પૂર્વઅધીત શ્રુત વિષયમાં નિયમનો અભાવ છે એમ સમજવું.
પ્રત્યેકબુદ્ધને તો પૂર્વઅધીત શ્રુત, નિયમથી હોય જ. તેમાં પણ જઘન્યથી ૧૧ અંગો અને ઉત્કૃષ્ટથી દશપૂર્વમાં કંઈક ન્યૂન એટલું પૂર્વઅધીત શ્રુતજ્ઞાન હોય.
(ઈ) લિંગભેદ-સ્વયંબુદ્ધને દેવ વેષ આપે કે પોતે ગુરૂ પાસે જઈને ગ્રહણ કરે
પ્રત્યેકબુદ્ધને તો દેવ જ વેષ આપે. આ પ્રમાણે ભેદ સમજવો. હવે આ શબ્દવિસ્તાર પ્રપંચથી સરો!
(૭) બુદ્ધબોધિતસિદ્ધ-બુદ્ધ-આચાર્યોથી ઉપદેશનાદ્વારા સંસાર અસાર સમજાતા વૈરાગ્યની તીવ્ર ભાવના પ્રગટતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી જેઓ મોક્ષે ગયા તે.
વળી મજકૂર આ સાત પ્રકારના-તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધ તીર્થંકરસિદ્ધ-અતીર્થંકરસિદ્ધ-સ્વયંબુદ્ધસિદ્ધ-પ્રત્યેકબુદ્ધસિદ્ધ
* જે સર્વદા ધારણ કરવામાં આવે તે ઔધિક ઉપધિ, તેના ૧૪ પ્રકાર છે. (૧)પાત્રક, (૨) પાત્રબંધન (ઝોળી), (૩) પાત્રકેશરિકા (નાની પંજણી), (૪) ગુચ્છક. (ગચ્છા), (૫) પાત્રસ્થાપના, (૬) પટલક ( (૮) (કલ્પ પ્રાવરણ-ચાદર-કપડો-કામલી), (૯) રજોહરણ, (ધર્મધ્વજ-ઘો) (૧૦) મુખવસ્ત્રિકા, (૧૧) માત્રક (તરપણી), (૧૨) ચોલપટ્ટક, (૧૩) સંસ્તારક (સંથારો), (૧૪) ઉત્તરપટ્ટક (ઉત્તરપટ્ટો) તેમાંથી ચોલપટ્ટો અને માત્રક (તરપણી) વર્જીને ૧૨ પ્રકારની ઉપધિ સ્વયંબુદ્ધોને હોય છે.
* પ્રાવરણ-કલ્પઃ-ઓઢતાં ખભા ઉપર રહી શકે તેટલા પ્રમાણનું એટલે કે સાડા ત્રણ હાથ લાંબુ અને અઢી હાથ વિસ્તારવાળું આ હોય છે. બધાં મળીને બે સતરના અને એક ઊનનું એમ ત્રણ કલ્પ હોય છે. એટલે ૧૨માંથી ત્રણ જાય એટલે નવ પ્રકારની ઉપાધિ ઉત્કૃષ્ટ પ્રત્યેકબુદ્ધને હોય છે.
Ess