________________
લલિત વિસ્તરા
આ ૪૨૬
ભદ્રસૂરિ રચિત
(૧૫) અનેકસિદ્ધ એક સમયમાં એક કરતાં વધારે ૧૦૮ સુધીના જીવો સમકાલે મોક્ષે સંચર્યા હોય તે બધા જીવો ‘અનેકસિદ્ધ' કહેવાય છે. જેમકે ઋષભદેવ પ્રમુખ. કારણ કે; શાસ્ત્રમાં કહ્યું છે કે એક એક સમયમાં જ એક બે ત્રણ એમ આરંભીને બત્રીસની સંખ્યા સુધીના જીવો અંતર વિના સતત મોક્ષે જાય તો આઠ સમય સુધી જ જાય, એ આઠ સમય પૂર્ણ થયે તુર્તજ નવમા એકસમયરૂપ અંતર ખાલી પડી જાય. (ત્યારબાદ દસમે સમયથી ભલે બત્રીસ-બત્રીસ સિદ્ધ થતા જાય પરંતુ તે આઠ આઠ સમય યાવત્ ચાલુ રહે. પછી જઘન્યથી એક સમયનું અવશ્ય અંતર પડે) બત્રીસ
પછી-તેત્રીશથી માંડીને અડતાળીશ(૪૮)સુધીના જીવો સમયે સમયે સિદ્ધ થતા જાય તો સાત સમય સુધી, પછી સમયાદિકનું અંતર પડે, ૪૯ થી આરંભી ૬૦ સુધીના(એટલે કોઈ સમયે ૪૯ બીજે સમયે ૫૦-૫૩-૫૯ કોઈ સમયે છેવટે ૬૦)જીવો સમયે સમયે સિદ્ધ થતા જાય તો છ સમય સુધી મોક્ષે જાય, પછી સમયાદિકનું અંતર પડે, ૬૧ થી ૭૨ સુધીની સંખ્યા સિદ્ધ થતી જાય તો પાંચ સમય યાવ, પુનઃઅંતર પડે, ૮૫ થી ૯૬ સુધીની ત્રણ સમય યાવત્, પુનઃઅંતર, ૯૩ થી ૧૦૨ સુધીની સંખ્યા તે બે સમય યાવત્ પુનઃઅંતર પડે, ૧૦૩ થી આરંભી ૧૦૮ સુધીની સંખ્યા સિદ્ધ થાય તો એક જ સમય સુધીમાં થાય, બીજે જ સમયથી સમયાદિકમાં અંતર અવશ્ય પડે જ.' બૃહત્ સંગ્રહણી સૂત્ર. ગા.
૨૭૮-૨૭૯.
હવે શાસ્ત્રકાર, સિદ્ધના પંદર ભેદ સંબંધી વિષયમાં કરેલ વાદીએ શંકા દર્શાવ્યા બાદ તેનું સુંદરસચોટ-સદલીલ નિરસન કરે છે.
अत्राह चोदकः ननु सर्व एवैते भेदास्तीर्थसिद्ध अतीर्थसिद्ध भेदद्वयान्तर्भाविनः, तथाहि तीर्थसिद्धा एव तीर्थकरसिद्धाः, अतीर्थकरसिद्धा अपि तीर्थसिद्धा वा स्युरतीर्थसिद्धा वा, इत्येवं शेषेष्वपि भावनीयमित्यतः किमेभिरिति अत्रोच्यते, अन्तभवि सत्यपि पूर्वभेदद्वयादेवोत्तरोत्तरभेदाप्रतिपत्तेरज्ञातज्ञापनार्थं भेदाभिधानमित्यदोषः ॥
ભાવાર્થ-વાદી-શંકા-આ બધા જ ભેદો, તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધ એ રૂપ બે ભેદમાં જ સમાઈ જાય છે. અર્થાત્ તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધ એવા બે ભેદો રહેવા દો! અને બાકીના ભેદોની જરૂરત નથી. કેમકે; બાકીના ભેદો આ બે ભેદોમાં દાખલ-સમાવિષ્ટ થઈ જાય છે. તથાહિ-તીર્થસિદ્ધ જ તીર્થંકરસિદ્ધ હોય છે. અર્થાત્ તીર્થંકરસિદ્ધ રૂપભેદનો સમાવેશ તીર્થસિદ્ધમાં થાય છે. તથા અતીર્થસિદ્ધ પણ તીર્થસિદ્ધ હોય કાં તો અતીર્થસિદ્ધ હોય એટલે અતીર્થસિદ્ધરૂપ ભેદ, તીર્થસિદ્ધ કે અતીર્થસિદ્ધમાં ભળી જાય છે. આ પ્રમાણે બીજા-બાકીના-બધા ય ભેદો, આ બે ભેદમાં સમાવી દેવા. એટલે કે આ બે ભેદમાં બધા ય ભેદોનો સમાવેશ થાય છે. તો ‘બસ સિદ્ધના બે જ ભેદ કહો કે રહો! પંદર ભેદ કહેવાની કે કરવાની શી જરૂર-અગત્ય છે?
પ્રતિવાદી-સમાધાન-જો કે તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધરૂપ બે ભેદમાં બાકીના બધા ભેદોનો અંતર્ભાવસમાવેશ થાય છે. તો પણ તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધરૂપ પૂર્વના બે ભેદોથી જ ઉત્તરોત્તર(ક્રમાનુસાર
ગુજરાતી અનુવાદક.
આ
તકરસરમસા,