________________
આ પાનકારક
(૪૧૨) શંકા-ભલે મહામિથ્યાદ્રષ્ટિને અધ્યયનાદિ શ્રતની પ્રાપ્તિ અપ્રાપ્તિ રૂપ હો! પરંતુ મિથ્યાવૃષ્ટિના વિષયમાં શું કહો છો તે દર્શાવો ?
સમાધાન-ધર્મબીજાધાનઆદિ (ધર્મબીજના વખત આદિ)ને યોગ્ય-પાત્ર એવા મિઆદ્રષ્ટિને તો “આદર, કરવામાં પ્રીતિ' ઈત્યાદિ ચિહ્નવાળી, સમ્યફ શ્રુતાર્થના ઉપયોગ રહિત ભાવકૃત યોગ્ય દ્રવ્ય કૃતની પ્રાપ્તિ થાય છે એ અહીં વિશિષ્ટ બીના જાણવી.
શંકા-મિથ્યાદ્રષ્ટિ અને મહામિથ્યાવૃષ્ટિ એ બંનેમાં સમ્યમ્ શ્રુતાર્થ ઉપયોગ રહિતપણા રૂપ અનાભોગ આદિ એક સરખું હોઈ અનાભોગાદિ દ્વારા મિથ્યાદષ્ટિથી મહામિથ્યાવૃષ્ટિનો ચોખ્ખો-ખુલ્લો ભેદ જણાય તેવી ભેદક વસ્તુ દર્શાવો!
સમાઘાન-આ મિથ્યાદ્રષ્ટિને તો મોક્ષમાર્ગપ્રતિપંથી શત્રુ એવા ભાવરૂપ અસ્થાનમાં જ આગ્રહરૂપ અભિનિવેશ નથી હોતો. કારણ કે; ભાવકૃત યોગ્યત્વરૂપ ભવ્યત્વનો યોગ હોઈ મોક્ષમાર્ગાનુકૂલભાવ રૂપ સ્થાનવિષયક સદાગ્રહ રૂપ અભિનિવેશનો સદ્દભાવ-હાજરી છે.
મતલબ કે; ઘર્મબીજ વપન (વાવવા) યોગ્ય મિથ્યાદ્રષ્ટિમાં ભાવશ્રુત યોગ્યત્વ રૂપ ભવ્યત્વનોયોગ હોઈ મોક્ષમાર્ગાનુકૂલ ભાવરૂપ સ્થાન વિષયક 'સદાગ્રહરૂપ) અભિનિવેશનો સદ્ભાવ છે. એટલે જ મોક્ષમાર્ગપ્રતિબંધક ભાવરૂપ અસ્થાન વિષયક (અસદ્ આગ્રહ રૂપ) અભિનિવેશનો સદંતર અભાવ છે. એટલે જ આદરાદિ લિંગવાળી-અનાભોગવાળી ભાવઋતયોગ્ય દ્રવ્યહ્યુતપ્રાપ્તિ-દ્રવ્યપ્રાપ્તિ છે.
તથાચ પૂર્વકથિત સ્થાનવિષયક અભિનિવેશ સ્વભાવરૂપ ભવ્યત્વ, મિથ્યાવૃષ્ટિમાં છે. જ્યારે મહામિથ્યાવૃષ્ટિમાં પૂર્વકથિત અસ્થાનવિષયક અભિનિવેશ સ્વભાવરૂપ ભવ્યત્વ છે. એવો અહીં ખુલ્લો-ચોખ્ખો-ભેદ-વિશેષ-વિવેક સમજવો.
શંકા-પૂર્વકથિત અસ્થાનવિષયક અભિનિવેશ સ્વભાવ રૂપ ભવ્યત્વ, મહામિથ્યાવૃષ્ટિમાં હોઈ દ્રવ્યશ્રુતની પ્રાપ્તિ પણ અસંભવિત થશે! તો વ્યવ્રુતપ્રાપ્તિજન્ય ફલની ચિંતા તો ક્યાંથી કરવાની હોય!
સમાઘાન-આ દ્રવ્ય) શ્રત, અભવ્યોએ પણ એકાંત મહામિથ્યાદૃષ્ટિઓએ પણ (અપિ શબ્દ એમ કહે છે કે બીજા મિથ્યાદ્રષ્ટિઓની તો શી વાત કરવી પણ અભવ્યોએ પણ) - અનેકવાર-અનંતીવાર પ્રાપ્ત કરેલુંમેળવેલું છે. કારણ કે, શાસ્ત્રરૂપ વચનનું પ્રામાણ્ય છે–“સર્વજીવો અનંતીવાર રૈવેયકમાં પેદા થાય છે? એટલે દ્રવ્યશ્રુતની પ્રાપ્તિ-વ્યસંયમાદિ સિવાય રૈવેયકમાં ઉત્પન્ન થવાતું નથી. એથી જ આવા શાસ્ત્રીય વાક્યોથી પુરવાર થાય છે કે “અભવ્યો પણ અનંતીવાર રૈવેયકમાં ગયેલા હોઈ દ્રવ્યશ્રુત દ્રવ્યસંયમાદિ અભવ્યોમાં સિદ્ધ છે. એટલે અભવ્યોમાં પણ શ્રુતની પ્રાપ્તિનો અભાવ નથી.
શંકા-જો અભવ્યોમાં પણ જ્યારે શ્રુતની પ્રાપ્તિ છે. તો શ્રુતપ્રાપ્તિનું ફલ થશે જ ને? સમાધાન-અભવ્યોને શ્રુતપ્રાપ્તિથી કોઈપણ જાતનું ફળ મળતું નથી. કારણ કે, પ્રકૃત યર્થાથબોધરૂપ
બાજરાતી અનુવાદ -
રસી મ. સા.