________________
- લલિત-વિતા - આ વિશુરિ
૪૧૭
ભાવાર્થ-અવતરણિકા
હવે અનુષ્ઠાનપરંપરા-અપુનબંધક અવસ્થાથી માંડી અયોગિપર્યન્તરૂપ અનુષ્ઠાન પરંપરાના ફલભૂત, તથા ભાવથી-પૂર્વકથિત પરિણામથી સિદ્ધત્વપ્રાપ્તિરૂપ ફલજનિકા ક્રિયાના પ્રયોજક (હેતુ-પરંપરાએ કાર્યજનકયોજનાર-પ્રેરક-કર્તા-કારયિતા)એવા સિદ્ધોને નમસ્કાર કરવા સારૂ એક કે અનેક બોલે છે કે “સિદ્ધાણં' ઈત્યાદિ હવે “સિદ્ધાણં બુદ્ધાણંની વ્યાખ્યા કરાય છે કે
“સિદ્ધ એવા સર્વ સિદ્ધોને નમસ્કાર હો!” અહીં સિદ્ધોને એટલે જેમણે ભવતારણ-આઠ પ્રકારના કર્મરૂપ ઈન્ધનને શુક્લધ્યાનરૂપી અગ્નિ વડે બાળીને ભસ્મીભૂત કર્યા છે.આવા અર્થવાળા સિદ્ધોને નમસ્કાર હો!
વળી તે સિદ્ધો સામાન્યથી કર્માદિસિદ્ધ પણ હોય છે. કહ્યું છે કે “કર્મસિદ્ધ, શિલ્યસિદ્ધ, વિદ્યાસિદ્ધમંત્રસિદ્ધયોગસિદ્ધ-આગમસિદ્ધ-અર્થસિદ્ધ યાત્રાસિદ્ધ અભિપ્રાયસિદ્ધ-તપસિદ્ધ-કર્મક્ષયસિદ્ધ ઈત્યાદિ જ્યારે કર્માદિસિદ્ધો કહેવાય છે ત્યારે કર્મક્ષયસિદ્ધ ભિન્નકર્માદિસિદ્ધોનું નિવારણ-વ્યવચ્છેદ કરવા ખાતર વિશેષણ એક નવું વિશિષ્ટ ઉમેરે છે કે “બુદ્ધ-સિદ્ધ-એવા સર્વ સિદ્ધોને નમસ્કાર હો!”
બુદ્ધોને-અજ્ઞાનરૂપી નિદ્રામાં સુતેલા જગતમાં પારકાના ઉપદેશ વગર જીવાદરૂપ તત્ત્વવિષયક જ્ઞાનવાળાબુદ્ધોને અર્થાત્ સર્વજ્ઞ-સર્વદર્શી સ્વભાવ બોધરૂપ બુદ્ધોને (અહીં જ્ઞાન-જ્ઞાનીના એ ભેદની અપેક્ષાએ અર્થ સમજવો.)
વળી બુદ્ધ સિદ્ધોને કેટલાક લોકો સંસાર અને નિર્વાણનો ત્યાગ કરી સ્થિતિ કરનારા સિદ્ધો એમ માને છે. કહ્યું છે કે “જગતની આબાદી ખાતર સંસારમાં નથી રહેલો અને નિર્વાણમાં નથી રહેલો સર્વ લોકોને અચિંત્ય એવો, ચિંતામણિરત્ન કરતાં વધારે શ્રેષ્ઠ-મોટો સિદ્ધ-ઈશ્વર છે.” એટલે સંસારનિર્વાણઉભયત્યાગપૂર્વક સ્થિતિવાળા સિદ્ધોનો પરીવાર કરવા ખાતર કહે છે કે, “સંસારના અથવા પ્રયોજન (કાય) સમુદાયના પારછેડા-અંતને પામેલા-પારંગત સિદ્ધોને નમસ્કાર હો.’
તથાચ તથાભવ્યત્વથી સંપ્રાપ્ત (અર્થપત્તિ આદિથી લબ્ધ) સકલ પ્રયોજનની સમાપ્તિ-પૂર્ણાહૂતિ હોઈ સમસ્ત કર્તવ્ય (કાય) શક્તિથી છૂટા થયેલા-મુક્ત-કૃતકૃત્ય એ અહીં ભાવાર્થ-રહસ્ય-હાર્દ સમજવું. (શક્તિરૂપે જ્યાં સમસ્ત કર્તવ્યથી મુક્તિ છે તો પ્રશ્ન થઈ શકતો નથી.)
આવા સિદ્ધોને કેટલાય યદ્રાવાદીઓ અક્રમ (ક્રમવાર ગુણસ્થાનરૂપ સોપાન પંક્તિ પર ચડ્યા શિવાય)ક્રમ વગર સિદ્ધ તરીકે માને છે. કહ્યું છે કે, “એક-બે આદિ સંખ્યાના ક્રમથી નિયમથી વિત્ત (પૈસા) ની પ્રાપ્તિ નથી. પરંતુ રંકને રાજ્યની પ્રાપ્તિ સંરખી વિરપ્રાપ્તિ છે. તેવી જ રીતે ક્વચિત મુક્તિ કેમ નહિ?''
એટલે આવા મંતવ્યને દૂર કરવા સારૂ કહે છે કે “ પરંપરાગત સિદ્ધોને નમસ્કાર હો.” પરંપરાગત-મિથ્યાવૃષ્ટિ-સાસ્વાદન-સમ્યગુ મિશ્રાદ્રષ્ટિ-અવિરત સમ્યગૃષ્ટિ વિરતાવિરત-પ્રમત્ત-અપ્રમત્ત
જ
વરરાતી અનુવાચ્છ જ મ%િe0ા
ગજરાતી નાટક