________________
લલિત-વિસરા -
સરકારી કરી ભક સારા
(४०८
ત
રાષ્ટ્રતિક
શાલિરૂપ ફલ
શ્રતધર્મરૂપ ફલ શાલિબીજારોપણ હેતુ
“શ્રતધર્મ વૃદ્ધિ પામો” એ રૂપ
પ્રાર્થના-આશંસા હેતુ. શાલિવૃદ્ધિ-કાર્ય
શ્રતધર્મવૃદ્ધિ-કાર્ય વારંવાર શાલિબીજારોપણ
વારંવાર “શ્રતધર્મ વૃદ્ધિ પામો’ વૃદ્ધિકારણ.
પ્રાર્થના વૃદ્ધિ-કારણ. સહકારિકારણ-જલ
સહકારિકારણ વિવેકગ્રહણ. અહીં આવી તાલિકા જાણવી. હવે વિવેકની સ્તુતિ કરતા કહે છે કે,
આ વિવેકરૂપી પરીણામ, પ્રભૂત-પુષ્કલ શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થતો હોઈ અત્યંત ઉંડો-અગાધ ગંભીર છે. વળી આ વિવેક, સકલ સુખની પ્રાપ્તિનું અમોઘ સાધન હોઈ પરમ ઉદાર છે.એટલે જ-અત્યંત ગંભીર અને ઉદાર એવા વિવેક રૂપ પરીણામથી જ કેવલ સૂત્રમાત્રથી નહિ પરંતુ મજકૂર વિવેકથી જ સંવેગ રૂપ અમૃતનો આસ્વાદ મેળવાય છે. (અહીં સુદેવ-સુગુરૂ-સુધર્મ પ્રત્યેના નિશ્ચલ અનુરાગને સંવેગ તરીકે ઓળખાવેલ છે.) અર્થાત્ સુધર્માદિના અચલ અનુરાગ રૂપ સંવેગરૂપી અમૃતના અનુભવરૂપ કાર્યના પ્રત્યે વિવેક પરીણામ, પરમહેતુ છે. સૂત્રમાત્રથી સંવેગ રૂપ અમૃતનો આસ્વાદ મળતો નથી પરંતુ વિવેકસકૃત સૂત્રથી સંવેગરૂપ સુધારસ ચખાય છે. એનું ધ્યાન અહીં રજુ કરાયેલ છે.
શંકા-ફલ આપનાર તો ક્રિયા જ છે. જ્ઞાન, ફલ આપતું નથી. કહ્યું છે કે “ક્રિયા જ પુરૂષોને ફલ આપે છે. જ્ઞાન ફલ આપનારૂ માનેલ નથી. કારણ કે, સ્ત્રી, ભક્ષ્ય અને ભોગના જ્ઞાનવાળો, તેના જ્ઞાન માત્રથી સુખી થતો નથી. એ વાત સર્વવિદિત છે.તો પછી વિશિષ્ટિજ્ઞાનરૂપ વિવેકનું શું કામ છે?
સમાધાન-જેમ જ્વર આદિના ઉપશમ આધિ સ્વભાવરૂપ ગુણોના નિર્ણય સિવાય, ચિંતામણિ રત્નમાં તેને ઉચિત પૂજા આદિ અનુષ્ઠાનરૂપ પ્રયત્ન થતો નથી.
જ્યારે જ્વર આદિના ઉપશમ સ્વભાવરૂપ ગુણનો નિર્ણય થાય ત્યારે જ ચિંતામણિરત્નમાં તેને ઉચિત પૂજા આદિ અનુષ્ઠાનરૂપ યત્ન-ક્રિયા થાય છે. તેવી રીતે શ્રુતધર્મના અજ્ઞાનવ્વસ આદિ ગુણોના નિર્ણયરૂપ વિવેક સિવાય શ્રુતઘર્મમાં, શ્રતવિષયક આરાધનારૂપ પ્રયત્ન-ક્રિયા થતી નથી. વિવેક હોય તો જ શ્રતધર્મમાં,
કકદદ કરી
ગજરાતી અનુવાદક -
મકરસૂરિ