________________
લાલન વિક
આપવાથી ૪૦૯)
શ્રતવિષયક આરાધનારૂપક્રિયા થાય છે. અર્થાત જ્ઞાનપૂર્વિકા જ ક્રિયા ફલ આપનારી છે.
શંકા-ચિંતામણિરત્ન, ચિંતામણિપણાએ જ-સ્વજાતિ સ્વભાવે જ ઈચ્છિત ફલ આપનાર હો! ત્યાં પૂર્વકથિત પ્રયત્નની શી જરૂર છે?
સમાધાન-ગુણોના નિર્ણયના અભાવમાં પ્રયત્નનો અભાવ થયે છતે ચિંતામણિથી પણ (શ્રુતજ્ઞાનથી તો દૂર રહો પરંતુ ચિંતામણિથી પણ એમ અપિશબ્દનો અર્થ જાણવો) ઈચ્છિત પરમ ઐશ્વર્યઆદિની સિદ્ધિ મળતી નથી.
તથાચ ઈચ્છિત પરમ ઐશ્વર્ય આદિ સિદ્ધિના પ્રત્યે ગુણ નિર્ણય-વિવેક પૂર્વક-પ્રયત્ન-ક્રિયા જ પરમ કારણ છે.
હવે આ જ વિષયને દૃઢ કરતા બોલે છે કે;
પ્રેક્ષાપૂર્વકારી-વિચારરૂપી વિશાલ ચક્ષુવાળા પુરૂષોએ આ વસ્તુ, પ્રકટ-પ્રત્યક્ષ સિદ્ધ છે કે, “જ્ઞાનપૂર્વક સઘળો પ્રયત્ન-સઘળી ક્રિયા, ઈચ્છિત ફલની સિદ્ધિને આપનાર છે.”
પરંતુ આ બાબત, બળદ જેવા પામરપ્રાણિઓને તો કદાપિ સમજાય તેમ લાગતું નથી. કારણ કે; આમાં તેઓની પ્રકૃતિ કે અજ્ઞાનતા જ વિશેષ જવાબદાર છે.
વળી આ વિવેક કેવો છે અને કેટલાક લોકો એને કેવી રીતે-કેવા ઉપનામ-સુંદર શબ્દોથી નવાજે છે તેનું વિશદ વર્ણન કરે છે કે;
આ વિવેક, ષષ્ટિતંત્રઆદિ યોગશાસ્ત્રોનું પરમ રહસ્ય છે. કેટલાક લોકોએ તે તે વિશિષ્ટ સત્યઉદાર-અને ગંભીર શબ્દોથી કહ્યું છે કે,
(૧) આ વિવેક, “મોક્ષાધ્વદુર્ગગ્રહણ'રૂપ છે. જેમ કોઈ એક પુરૂષને કોઈ એક માર્ગમાં ચોર આદિનો ઉપદ્રવ થયે છતે કિલ્લાનો સ્વીકાર જ રક્ષણહાર-તારણહાર થાય છે. તેમ મોક્ષમાર્ગમાં, રાગ આદિનો ઉપદ્રવ થયે છતે વિવેકનો સ્વીકાર એ પરમ રક્ષણ, શરણ-ત્રાણ કરનાર થાય છે.
(૨) આ વિવેક, “તમોગ્રન્થિભેદાનરૂપ છે. અજ્ઞાનરૂપી ગાંઠના ભેદથી થયેલ આનંદ સ્વરૂપ છે.
(૩) આ વિવેક, “ગુહાંઘકારાલોકકલ્પ' છે.-ગુફામાં રહેલ અંધકારને નાશ કરનાર દીપક પ્રકાશ સમાન છે. હૃદયરૂપી ગુફામાં રહેલ અજ્ઞાનરૂપ અંધકાને નાશ કરવા આ વિવેક, આન્તરિક પ્રકાશનું કામ કરે
(૪) આ વિવેક, “ભવોદધિદ્વીપસ્થાન” છે.—ભવરૂપી સાગરમાં દ્વીપ-ટાપુ-બેટના સ્થાનમાં રહેલ આ વિવેક છે.
શંકા-કૃતમાત્રમાં વિવેકગ્રહણ વ્યાપક છે. તો આ ઋતથી આ વિવેકગ્રહણ વિશેષ રીતે જુદું-પૃથ>
ગાજરાતી અનુવાદક - , ભદ્રસૂરિ મ.