________________
લલિત વિસ્તરા
૩૯૯
પૂર્વપક્ષ:-જો વચનનું પૌરૂષયત્વ સ્વીકારવામાં આવે તો, સદા-સર્વકાલ, આ વચનનો વક્તા સર્વશ જ માનવો જોઈએ, સર્વજ્ઞભિન્ન બીજો પુરૂષ, વચનનો વક્તા નહિ માનવો જોઈએ, કારણ કે, વક્તાના પ્રામાણ્યથી વચનનું પ્રમાણપણું હોઈ સર્વજ્ઞભિન્ન વક્તાના વચનના અપ્રમાણપણાની પ્રાપ્તિ છે. એટલે જ નીતિ- ‘નહિતર અપૌરૂષય વચન થશે' આવી નીતિ આશ્રયી ખૂબ લાંબા કાલમાં થઈ ગયેલ-અવચન પૂર્વકનો કોઈ એક તે સર્વજ્ઞ સ્વીકારવો જ પડશે.
આ ઉરિભદ્રસુરિ રચિત
ઉત્તરપક્ષ:-આ વિચારણીય તમામ જે વસ્તુ, ‘બીજાંકુરની માફક' ઈત્યાદિ ગ્રંથથી ખંડિત કરેલી ખૂબખૂબ યત્નથી તે વિચારો ! કારણ કે, સારી રીતે પુખ્ત વિચારણા કરી હોય તો ફરીથી આ પ્રમાણેના ઉપન્યાસનો અયોગ થાય !
જૈનોને કોઈ જગ્યાએ એકાંત નથી એ વાતની રજૂઆત કરતા કહે છે કે;
અધિકૃત વચન-પ્રકૃત આગમના ત્રણ પ્રકાર-સ્વભાવ છે. તથાહિ (૧) અર્થરૂપ વચન-આગમ-સામાયિક પરીણામ આદિને અર્થ તરીકે માનવામાં આવે છે. અને તે અર્થને અર્થ રૂપ વચન-આગમ તરીકે ઓળખાવવામાં આવે છે. (૨) જ્ઞાન રૂપ વચન-આગમ-અર્થગત જ પ્રતીતિને જ્ઞાન તરીકે માનવામાં આવે છે ને એ જ્ઞાનને જ્ઞાનરૂપ વચન તરીકે ઓળખાવવામાં આવે છે. (૩) શબ્દ રૂપ વચન-આગમ-વાચકધ્વનિ(શબ્દ)ને શબ્દ તરીકે માનવામાં આવે છે. આ વાચકધ્વનિ રૂપ શબ્દને શબ્દરૂપ વચન-આગમ તરીકે ઓળખાવવામાં આવે છે. તથાચ શબ્દરૂપ વચનની અપેક્ષાએ અવચનપૂર્વકપણું હોવા છતાંય કોઈ એક સર્વજ્ઞને અનાદિ શુદ્ધ વાદની આપત્તિ લક્ષણ દોષ નથી. કારણ કે;
મરૂદેવી આદિ-પ્રથમ તીર્થંકરની માતા વિગેરે કે જેઓ સ્વયમેવ-આપમેળે જ ભવ્યતાના પરિપાકવાળા છે તેઓમાં શબ્દરૂપ વચનની અપેક્ષા વગર, સર્વદર્શિપણું સંભળાય છે. હવે ‘વચનપૂર્વિકા અર્હત્તા' આવા વચનનું સમર્થન કરતા કહે છે કે,
તથાચ જ્ઞાનક્રિયા સ્વરૂપ, વચન સાધ્ય સામાયિક આદિ રૂપ અર્થના અંગીકારની અપેક્ષાએ જ(જ્ઞાનક્રિયા સ્વરૂપ, વચન સાધ્ય સામાયિક આદિરૂપ અર્થના અંગીકાર શિવાય નહિ જ)મરૂદેવી વિગેરેમાં પણ(અપિપણ શબ્દથી ઋષભ આદિમાં પણ)સર્વદર્શીપણાની સિદ્ધિ-નિશ્ચય હોઈ તત્ત્વથી નિશ્ચયવૃત્તિથી(વ્યવહારથી પણ નહિ)વચનપૂર્વકત્વ, સિદ્ધ નિશ્ચિત માનવું.
હવે આજ વિષય ઉપર વિચારણા-સંપૂર્ણમીમાંસા કરે છે કે;
વિશિષ્ટઃ-દર્શન મોહનીયાદિવિષયકક્ષય-ક્ષયોપશમ-ઉપશમથી, સમ્યગદર્શન-આદિરૂપ મોક્ષમાર્ગને અનુસરનારી બુદ્ધિવાળા પુરૂષને, શબ્દરૂપ વચનની અપેક્ષા શિવાય પણ જ્ઞાનક્રિયા સ્વરૂપ, વચન સાધ્યસામાયિકઆદિ અર્થના સ્વીકારરૂપ વચનાર્થ પ્રતિપત્તિ, પ્રાપ્ત થાય છે. કારણ જે આ તેં કહ્યું તે સ્વતઃ-તમારા કહ્યા શિવાય આપમેળે જ મેં જાણ્યું અથવા કર્યું' આવા પ્રકારના પ્રકૃત અર્થના અવિરોધ-સંગતિ રૂપ સંવાદની સિદ્ધિ હોઈ ક્વચિત્-વિશિષ્ટ યોગ્યતાસંપન્ન-પ્રજ્ઞાપનીય-શિક્ષણયોગ્ય પુરૂષમાં વચનસાધ્ય અર્થપ્રતિપત્તિ દેખાય છે.
ગુજરાતી અનુવાદક
કરમસ
આ