________________
લિત હોવા
CRભસારિક
મા (૪૦૪) આવા પ્રકારના પ્રણિધાનગર્ભિત સૂત્રની વ્યાખ્યા કરતા કહે છે કે;
સિદ્ધ એવા જિનમતને નમસ્કાર હો'! અહીં સિદ્ધ એટલે (૧) પ્રતિષ્ઠિત (૨) પ્રખ્યાત એમ બે અર્થ સિદ્ધના જાણવા-તથાપ્તિ
(૧) અચૂકપણે-ખચિત-અવશ્ય ફલ આપવામાં સિદ્ધ-પાકો(પાર-પડેલો-તૈયાર-પુરવાર ઠરેલ)હોઈ સિદ્ધપ્રતિષ્ઠિત(માનવંત-આબરૂદાર-ગૌરવવંત)શ્રુતધર્મ છે. કારણ કે, સકલનયોમાં શ્રુતધર્મની વ્યાપ્તિ-વ્યાપકતા છે.
(૨) એવંચ અચૂકપણે-ખચિત-અવશ્ય ફલ આપવામાં સિદ્ધ-પુરવાર કરેલ હોઈ શ્રતધર્મ,સિદ્ધ-પ્રખ્યાત (પ્રસિદ્ધ-જાણીતો-જાહેર) છે. કારણ કે, કષ-છેદ-તાપરૂપ પરીક્ષાત્રયરૂપ કોટીત્રયથી શુદ્ધ (ચોખ્ખો, ભૂલ વગરનો, દોષ વગરનો, ખરો, ભેળ વગરનો અસલ સનાતન) છે.
ભો’—અતિશયવંત-મહંતોના આમંત્રણને સૂચવનારૂં એક અવ્યય છે. અર્થાત તે અતિશયવંત-બુદ્ધિના અતિશે વૈભવવંત-પ્રેક્ષાવંત પુરૂષો ! તમે જુઓ કે !
પ્રયતઃ–હું શક્તિ પ્રમાણે આટલા કાલ સુધી વિશેષ પ્રકારે પ્રયત્ન-આદરવાળો થતો હું જે નમસ્કાર કરું છું તે હે પ્રેક્ષાવતો ! તમે જુઓ !
અહીં મતલબ એવો છે કે આ પ્રમાણે પરની સાક્ષીએ પ્રયત્ન-આદરવાળો બનીને ફરીથી નમસ્કાર કરે છે કે “જિનમત-જિનસિદ્ધાંતને નમસ્કાર-વંદન હો !” અહીં ચતુર્થી વિભક્તિના અર્થમાં સપ્તમી છે. કારણ કે “સુપાં સુપો ભવન્તિ' આવો નિયમ છે.
- તથાચ પરસાક્ષીપૂર્વક-સાદર નમસ્કારના વિષયભૂત આ સિદ્ધ જિનમત હોય છે તે “સદા'-સર્વકાળ સંયમ'માં ચારિત્રમાં “નંદિ' સમૃદ્ધિ છે.
અહીં એવો સાર ધ્વનિત થાય છે કે, “પ્રથમ જ્ઞાન અને પછી દયા' અર્થાત્ ચારિત્ર-દયા સમૃદ્ધિના પ્રત્યે જિનમત-જ્ઞાન કારણ છે. જિનમત હોય છતે જ ચારિત્રસમૃદ્ધિ છે, અને જિનમત રૂપ જ્ઞાનની ગેરહાજરીમાં ચારિત્રરૂપ દયાસમૃદ્ધિનો મુદ્દલ અભાવ છે. આ પ્રમાણે અન્વયવ્યતિરેકના નિશ્ચયથી કાર્યકારણનો નિશ્ચય જાણવો.
કેવા સંયમમાં ? તો કહે છે કે દેવનાગસુપર્ણકિન્નર ગણવડે સાચા ભાવથી પૂજિત એવા સંયમના જિનમત હોયે છતે સમૃદ્ધિ છે' તથાતિ
દેવો-વૈમાનિક દેવો, નાગ-નાગકુમારો, સુપર્ણ-સુપર્ણકુમાર, કિન્નરદેવોના સમૂહવડે સાચા ભાવથી-હૃદયના ભાવોલ્લાસથી પૂજાયેલા એવા સંયમમાં જિનમત હોયે છતે સમૃદ્ધિ છે. અહીં એ ગૂઢ રહસ્ય ગુંજે છે કે, દેવઆદિથી સંયમવંતો પૂજાય છે જ.
१ लोकव्यवहारवद् धर्मोऽपि ससाक्षिकः सम्यक्स्यादिति ज्ञापनार्थम् । २ भवतीति उपस्कारः ।
રીત
જ ગજરાતી અનુવાદક -
મકરસૂરિ મારા