________________
ક::
:
:
કે
,
તિ-વિરારા આ હરિભદ્રસાર શad
હવે કેવા જિનમતમાં ? તો કહે છે કે, લોકો યત્ર પ્રતિષ્ઠિતો જગદિદે નૈલોક્ય મનુષ્યાસુર લોકલોકશબ્દના ઘણા અર્થો થાય છે. તેમાંથી લોકન-જોવું તે લોક અર્થાત જ્ઞાન એ અર્થ અહીં સંગત છે. મતલબ કે જ્ઞાનરૂપી લોક છે કે જ્યાં આ જગતુ શેયપણાએ (જ્ઞાનવિષયપણાએ) પ્રતિષ્ઠિત-પ્રમાણ-સિદ્ધ છે.
કેટલાક લોકો મનુષ્યલોકને જ “જગતુ' તરીકે માને છે, તેના મંતવ્યનું ખંડન કરતાં કહે છે કે “ત્રણલોક'–મનુષ્ય આદિના આધારભૂત મધ્યલોક, સુરઆદિના આધારભૂત સ્વર્ગલોક, અસુર આદિના આધારભૂત અધોલોક-પાતાલ લોક. અર્થાત્
મનુષ્યઆદિ આધેય અને મધ્યલોક આદિ આધાર-આધાર-આધેય સ્વરૂપ ત્રણલોક રૂપ જગતું જે જ્ઞાનમાં-શ્રુતજ્ઞાનમાં શેયપણે પ્રતિષ્ઠિત છે.
આવા પ્રકારનો આ શ્રતધર્મ, શાશ્વત (ક્રિયા વિશેષણ રૂપ શાશ્વત અર્થાત્ વૃદ્ધિ પામો ! તો કેવી વૃદ્ધિ પામો ? તો કહે છે કે શાશ્વત વૃદ્ધિ પામો એવી રીતે અહીં ક્રિયાનું વિશેષણ શાશ્વત ઘટાવવું) અખંડિત-અવિચ્છિન્ન રીતે અનર્થમાં પ્રવૃત્તિશીલ પ્રવાદીના વિજય રૂપ વિજયથી વૃદ્ધિ પામો ! તેમજ જેના ઉત્તરમાં-પછી ફલસ્વરૂપે ચારિત્રધર્મ છે. એવો શ્રતધર્મ, અર્થાત્ ચારિત્રધર્મરૂપફલજનકપણાએ પ્રસિદ્ધ એવો શ્રતધર્મ શાશ્વત વૃદ્ધિ પામો ! શ્રતધર્મની સંપૂર્ણ વૃદ્ધિ થતાં તે ઋતઘર્મ, ચારિત્રધર્મમાં પરિણમો ! એવું પ્રાર્થના રૂપે સૂચિત થાય છે.
સારાંશ-પરસાક્ષીએ સાદર નમસ્કારના વિષયભૂત, તથા તે જ્ઞાનરૂપી લોક છે કે જ્યાં મનુષ્ય આદિરૂપ આધેય, મધ્યલોક આદિ આધાર રૂપ ત્રણલોકસ્વરૂપ જગત શેયપણાએ પ્રતિષ્ઠિત છે, (અથવા શેયપણાએ પ્રસિદ્ધ આ મનુષ્ય આદિ આધેય-મધ્યલોક આદિ આધાર સ્વરૂપ ત્રણેલોક રૂપ જગદ્ વિષયક જ્ઞાન જ્યાંજિનમતમાં પ્રતિષ્ઠિત છે.) અને સિદ્ધ એવો જિનમત હોય છતે દેવ-નાગ સુપર્ણ-કિન્નરના સમૂહથી સાચા હૃદયમાં ઉલ્લાસ પૂર્વક પૂજાયેલ સંયમમાં (સંયમ અને સંયમવંતનો અભેદ માની અહીં આ પ્રયોગ જાણવો) ચારિત્રમાં સદા-સર્વકાળ સમૃદ્ધિ છે. એટલે જ અનર્થપ્રવૃત્તપરપ્રવાદીના વિજય રૂપ-વિજયથી, હૃતધર્મ-જિમતજિનઆગમ, શાશ્વત-અવિચ્છિન્નધારાબંધ વૃદ્ધિ પામો !
જેના ઉત્તરમાં-ફલમાં પછીથી તરત જ ચારિત્ર ધર્મ છે, એવો શ્રતધર્મ, વૃદ્ધિ પામો !
અહીં પુનઃ-ફરીથી વૃદ્ધિ પામો' એવું કથન, “મોક્ષના અર્થી પુરૂષે હંમેશા-નિરંતર જ્ઞાનવૃદ્ધિ-જ્ઞાનમાં નવો વધારો કે ઉમેરો કરવો જોઈએ એમ દર્શાવવા સારૂ કરેલ હોઈ ભાનભૂલેલા-નિદામાં સુતેલા ભવ્ય જીવોને જાગૃતિદાયક ડિડિમનાદ સરખું છે.
અહીં એવો ગૂઢ આશય છે કે, તીર્થંકર નામકર્મના હેતુઓનું પ્રતિપાદન કરતા શાસ્ત્રકારે કહ્યું છે કે “અપૂર્વજ્ઞાન-પ્રતિદિન નવનવા જ્ઞાનનું ગ્રહણ' એ એક તીર્થંકર નામકર્મના પ્રત્યેનું અપૂર્વ કારણ છે. અપૂર્વ જ્ઞાનગ્રહણ, અપૂર્વ તીર્થંકરપદવી સુધીનું ફલ અપાવે છે એટલે તે કર્તવ્ય-સુકર્તવ્ય સુચિર-કર્તવ્ય થાય છે.
સકિરસૂરિ મ. સા.
ગુજરાતી અનુવાદકજનક