________________
લલિત-વિસરા - આ વભદ્રવિચિવ
એને મારી મા ૪૦૩) દુઃખ, દીલગીરી; ખેદ અર્થાત જાતિ-જરા-મરણ-શોકનો વિશેષ રીતે નાશ કરનાર એવા શ્રુતઘર્મના સારા પામી કોણ પ્રમાદ સેવે ? અહીં એવો ગર્ભિત-ધ્વનિ ગુંજે છે કે, શ્રતધર્મ-આગમમાં કહેલા-વિહિત કરેલા અનુષ્ઠાન-આચરણ-આચારપાલનથી જાતિ-જરા-મરણ-શોકાદિ અવશ્ય વિનાશને પામે છે જ. અને આ વિશેષણથી જાતિ-જરા-મરણ-આદિ રૂપ અનર્થ-મહાનર્થનો પ્રતિઘાત-વિનાશ દર્શાવ્યો છે. એમ અહીં સમજવું.
(૨) તથા “કલ્યાણ-પુષ્કલ-વિશાલ-સુખવાહ એવા શ્રતધર્મના સારને મેળવી કોણ પ્રમાદ કરે ?'
તથાહિ-કલ્યાણકકલ્ય-આરોગ્યને-નિરૂપદ્રવતાને આણે-બોલાવે તે અર્થાત નિરુપદ્રવશિવરૂપ, પુષ્કલ સંપૂર્ણ, ચીકાર, ઘણું અર્થાત્ આ સુખ થોડું-પરિમિત નહિ પરંતુ અપરિમિત. વિશાલ વિસ્તીર્ણ-મોટું-અનંતકાલીનઅક્ષણ-સ્વીયસર્વાત્મપ્રદેશવ્યાપક. અર્થાત્ કલ્યાણ-પુષ્કલ-વિશાલ એવા સુખની પ્રાપ્તિના પરમહેતુભૂત એવા શ્રતધર્મના સારને મેળવી કોણ ભૂલ સેવે ?' અહીં એવું ઉત્તમ રહસ્ય છુપાયેલું છે કે,
શ્રતધર્મ-આગમશાસ્ત્રમાં વિહિત કરેલ અનુષ્ઠાન સેવનથી કલ્યાણ-પુષ્કલ-વિશાલ સુખરૂપ મુક્તિસુખ મેળવાય છે. વળી આ વિશેષણ દ્વારા, શ્રતધર્મ-આગમ, વિશિષ્ટ અર્થ-પરમ પુરૂષાર્થ મોક્ષસુખનું પરમ સાધન છે. એમ દર્શાવ્યું છે. એ અહીં સમજવું.
(૩) તથા “દેવેન્દ્રો-દાનવેન્દ્રો-નરેન્દ્રોના સમૂહથી પૂજાયેલા એવા શ્રતધર્મનો સાર-સામર્થ્ય (શક્તિફલ-તત્ત્વ-પાવર-સત્ત્વ-લાભ) ને મેળવી-જોઈને, જાણીને કયો પ્રાણી ? કોણ ? કઈ વ્યક્તિ ? પ્રમાદઆલસ્યને કરે-સેવે ?
એવો અહીં હાર્દ રજુ કરવામાં આવે છે કે, સચેત-વિચારક-પ્રેક્ષાવંતે ચારિત્રધર્મમાં-હૃતધર્મ કહેલા સારરૂપ-અનુષ્ઠાનમાં પ્રમાદ-આલસ્ય-અનુપયોગ-સરિયામ ઉપેક્ષા સેવવી એ વ્યાજબીયુક્ત કે ઘટિત નથી.
શંકા-પ્રથમ “સુરનરેનદિતસ્ય “સુરગણ અને નરેન્દ્રોથી પૂજાયેલા' એવું શ્રતધૂમનું વિશેષણ દીઘા પછી ફરીથી રેવાનવનોરાર્વિતી’ દેવ-દાનવ-નરેન્દ્રોના ગણથી પૂજાયેલા” એવું બીજ શ્રતધર્મનું વિશેષણપ્રથમના સરખું શા માટે અહીં દીધું છે ?
સમાધાન-“સુરગણ-નરેન્દ્રોથી પૂજાયેલો શ્રતધર્મ, ભગવાન-પુજ્ય છે.” આવા પ્રકારના પ્રસ્તુત અનુવૃત્તિવ્યાપ્તિ-અવિચ્છિન્ન પ્રવાહરૂપી ફલ-સાધ્યવાળા પૂર્વવચન(પ્રથમ કથિત વિશેષણરૂપ પૂર્વવચન)નું નિગમન-સમર્થન દેવદાનવ નરેન્દ્ર ગણાર્ચિતસ્ય’એ રૂપ પાછળના-દ્વિતીય-બીજા આપેલા વિશેષણમાં બરોબર ઘટિત હોઈ કોઈ પ્રકારનો દોષ નથી, પુનરૂક્તિ નથી.
એવંચ આવા વિશિષ્ટ ગુણ-શક્તિસંપન્ન તે કૃતઘર્મના સાર-સામર્થ્ય મેળવી-જોઈ-જાણી-સમજી પછી કોણ જીવન-નૌકાનો સુકાની-સમજુ-શાણો-ચતુર પુરૂષ ચારિત્રઘર્મમાં-આગમપ્રરૂપિત અનુષ્ઠાનની આરાધનામાં પ્રમાદી-ગાફેલ-આળસુ-એદી બને ?
જો કૃતઘર્મ, આવો-વિશિષ્ટગુણ સંપન્ન છે. તો “શ્રતધર્મ શાશ્વત વૃદ્ધિ પામો !”
ગુજરાતી અનુવાદ
છે, ભદ્રકરસૂરિ મ.સા.ના