Book Title: Lalit Vistara
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 454
________________ લલિત-વિસરા થી વલસાડ K૪૦૧ શારદા यतश्चेवमतः-'सिद्धे भो ! पयओ नमो जिणमए नन्दी सया संजमे, देवनागसुवण्णकिण्णरगणसभूअभावच्चिए । लोगो जत्थ पइटिओ जगमिणं तेलोक्कमचासुरं, धम्मो वड्ढउ सासओ विजयओ धम्मुत्तरं वड्ढउ ॥ ४ ॥ अस्य व्याख्या-सिद्धे-प्रतिष्ठिते प्रख्याते, तत्र सिद्धः फलाव्यभिचारेण प्रतिष्ठितः सकलनयव्याप्तेः प्रख्यातस्त्रिकोटीपरिशुद्धत्वेन, भो इत्येतदतिशयिनामामन्त्रणं पश्यन्तु भवन्तः, प्रयतोऽहं यथाशक्त्येतावन्तं कालं प्रकर्षेण यतः, इत्थं परसाक्षिकं प्रयतो भूत्वा पुनर्नमस्करोति, 'नमो जिनमते' सुपां सुपो भवन्तीति चतुर्थ्यर्थे सप्तमी, नमो जिनमताय, तथाचास्मिन् सति जिनमते 'नन्दिः' समृद्धिः 'सदा', सर्वकालं, क्व ? 'संयमे' चारित्रे तथाचोक्तं 'पढमं नाणं तओ दयेत्यादि,' किंभूते संयमे ?-देवनागसुव(प)र्ण किन्नरगणैः सद्भूतभावेनार्चिते, तथाच संयमवन्तः अय॑न्त एव देवादिभि, किंभूते जिनमते ?लोकनं लोकःज्ञानमेव स यत्र प्रतिष्ठितः, तथा जगदिदं ज्ञेयतया, केचिन्मनुष्यलोकमेव जगन्मन्यन्त इत्यत आह-'त्रैलोक्यं मनुष्यासुरं' आधाराधेयभावरूपमित्यर्थः, अयमित्थम्भूतः श्रुतधर्मो वर्धतां-वृद्धिमुपयातु, शाश्वतमिति क्रियाविशेषणमेतन् 'शाश्वतं वर्द्धतामित्यप्रच्युत्येति भावना, विजयतः-अनर्थप्रवृत्तपरप्रवादिविजयेनेति हृदयं, तथा धर्मोत्तरं चारित्रधर्मोत्तरं वर्द्धतां, पुनर्वृद्ध्यभिधानं 'मोक्षार्थिना प्रत्यहं ज्ञानवृद्धिः कार्येति प्रदर्शनार्थं, तथाच तीर्थकरनामकर्महेतून् प्रतिपादयतोक्तं 'अपुष्वनाणगहणे' इति, ભાવાર્થ--તેથી જ આ પ્રમાણે શ્રતધર્મની આદિ કરનારા તીર્થકરોની સ્તુતિ કર્યા બાદ હવે-હમણાં શ્રતધર્મની સ્તુતિ કહેવાની ઈચ્છાવાળા શાસ્ત્રકાર બોલે છે કે; (૧) તમતિમિર પટલ વિધ્વંસન એવા શ્રતધર્મને હું વંદું છું-તથાહિ-તમસ્તિમિર એટલે અજ્ઞાનરૂપી અંધકાર અથવા તમ-બદ્ધ, પૃષ્ટ, નિધત્તરૂપ જ્ઞાનાવરણીય-(જ્ઞાનને આવરનારૂં કર્મ)અને તિમિર-નિકાચિતરૂપ જ્ઞાનાવરણીય અર્થાત સ્પષ્ટ-બદ્ધ નિધત્ત અને નિકાચિત એવા જ્ઞાનાવરણીયકર્મના સમૂહનો વિધ્વંસ-વિનાશક્ષય કરનાર એવા શ્રતધર્મને હું વંદું છું અહીં એવો સાર છે કે, અજ્ઞાનરૂપી અંધકારના નિરાસવ્વસ - ૧ પૃષ્ઠ-જેમ સોયનો ઢગલો કર્યો હોય તે સોયો જ્યાં સુધી હસ્તાદિ કાંઈ લાગતું નથી ત્યાં સુધી પરસ્પર અડકીને લાગવાથી જૂદી જૂદી પડી જાય છે. તેમ જે કર્મ ઉપયોગવાળાને પણ સહસાકારે બંધાઈ ગયું છે. તે નિંદાદિથી નાશ પામે છે. (૨) બદ્ધ-હવે તે સોયનો ઢગલો જો દોરા વડે બાંધી લીધેલ હોય તો જ્યારે તે બંધ છોડીએ ત્યારે સોયો છૂટી છૂટી થઈ જાય, તેમ જે કર્મ, વિકથા પ્રમાદ થકી ઉત્પન્ન થયેલા પ્રાણાતિપાતાદિ દોષે કરીને બાંધ્યું હોય તે, આલોચન-પ્રતિક્રમણાદિથી બદ્ધ કર્મ નાશ પામે છે. (૩) નિધત્ત હવે તે જ સોયો દોરા વડે બાંધેલી ઘણા કાળ સુધી તેની સ્થિતીમાં રહેવાથી લોઢાના કાટ વડે સોય અને બંધ બધું પરસ્પર મળી જાય ત્યારે તે સોયો. તેલમિશ્રણ કરવાથી સાપ દેવાથી તેમજ અન્ય લોહ સાથે ઘર્ષણ કરવાથી બહુ પ્રકારના પ્રત્યનથી જુદી થાય, તેમજ સમગ્ર ઈન્દ્રિયોની ઐક્યતાથી જાણી જોઈને ઉપાર્જન કર્યું હોય અને ઘણા કાળ પર્યત નહિ આલોવવાથી જીવના પ્રદેશોની સાથે * ગયું હોય તે કર્મ તીવ્ર ગહ અને ગુરૂ મહારાજે આપેલ ઘોર છમાસી વિ. તપ કરવાથી ક્ષય પામે છે. (૪) નિકાચિત હવે તે જ સોયનો સમૂહ અગ્નિમાં મૂકી, ઘમીને લોહના એક પિંડભૂત કર્યો હોય તો તેને ભાંગીને ફરીને ઘડે ત્યારે જ નવીન સોયો થાય. તેમ જીવે જાણીને જે પાપકર્મ કર્યું હોય અને “વળી મેં આ ઠીક કર્યું. ફરીને પણ એમ જ કરીશ” આવા વચન વડે વારંવાર અનુમોદન કરવાથી જીવના પ્રદેશોની સાથે ગાઢ એકત્વપણાને પમાડ્યું તો જેવું ક્યું તેવું ભોગવવું પડે છે. ગુરૂ મહારાજે આપેલ અત્યંત ઘોર તપ વડે પણ ક્ષય પામતું નથી. મકસર મા ગુજરાતી અનુવાદક આ

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518