________________
લલિત-વિસ્તરા
ઉભાર રચિત
૩૯૬
નામ ‘ઘાતકી ખંડ' તેમાં ઘાવડી વૃક્ષના વનો વિશેષ હોવાથી એ નામ પડેલું છે. ધાતકીખંડની આસપાસ જે સમુદ્ર છે, તેનું નામ ‘કાલોધિ’. આ સમુદ્ર પછી જે જમીન આવે છે તેનું નામ ‘પુષ્કરવરદ્વીપ' આ દ્વીપની આસપાસ ‘પુષ્કરોદધિ' નામનો સમુદ્ર આવેલ છે. આ ક્રમ ‘સ્વયંભૂરમણ’ નામના સમુદ્ર સુધી લંબાય છે. જેનાથી તેના બે ભાગ પડે છે. તેના અંદરના ભાગમાં મનુષ્યની વસતિ છે અને બહારના ભાગમાં મનુષ્યની વસતિ નથી. એટલે જંબૂઢીપ, ધાતકીખંડ, અર્ધપુષ્કરવર દ્વીપ' મળીને અઢીદ્વીપ પ્રમાણ મનુષ્ય ક્ષેત્ર છે. તીર્થંકરો અને બીજા મહાપુરૂષોની ઉત્પત્તિ તેમાં જ સંભવે છે.
(૨) ધાતકીખંડમાં (૩) જંબૂદ્વીપ રૂપ અઢી દ્વીપમાં-મહત્તર-મોટા મોટા ક્ષેત્રની પ્રધાનતાના સ્વીકાર રૂપ અપેક્ષાએ પશ્ચાનુપૂર્વીક્રમથી ગોઠવેલ એવા પુષ્કરવર દ્વીપાર્ક, ધાતકીખંડ જંબુદ્રીપ રૂપ અઢી દ્વીપમાં, જે ભરત-ઐરાવત-વિદેહ નામના ક્ષેત્રો છે. તે ક્ષેત્રોમાં ધર્મની આદિ કરનારા તીર્થંકર ભગવંતોને હું નમું છું. ‘ધર્મની આદિ કરનારાઓને હું નમું છું' અહીં દુર્ગતિમાં પડતા જીવોને બચાવનાર જે ધર્મ તે શ્રુતધર્મ અને ચારિત્ર ધર્મ એમ બે પ્રકારનો છે. તે પૈકી અહીં શ્રુત ધર્મનો અધિકાર હોઈ અહીં ધર્મનો અર્થ શ્રુતધર્મ છે અને તે શ્રુત ધર્મની ભરતાદિ ક્ષેત્રોમાં શરૂઆત કરનારા અર્થાત્ તે શ્રુતધર્મની ઉત્પત્તિ ભરતાદિ ક્ષેત્રોમાં તીર્થંકરો દ્વારા જ થાય છે. તેથી તેઓને ધર્મની આદિ કરનારા કહ્યા છે.
શંકા:- અહીં તો શ્રુતજ્ઞાનની સ્તુતિ પ્રસ્તુત છે. તીર્થંકર ભગવંતની સ્તુતિનો પ્રસ્તાવ નથી કે જેથી ધર્મની આદિ કરનારા તીર્થંકરોને નમું છું.' એમ તીર્થકરની સ્તુતિ કહી કે કરી શકાય.
સમાધાનઃ- શ્રી તીર્થંકર ભગવંતોથી જ શ્રુતજ્ઞાનનો જન્મ-ઉત્પત્તિ છે. જો તીર્થંકર જન્ય શ્રુતજ્ઞાન ન માનવામાં આવે તો શ્રુતજ્ઞાનનો અસંભવ છે. શ્રુતજ્ઞાન જન્મ પ્રત્યે તીર્થંકરો મુખ્ય કારણ છે. એટલે તીર્થંકરો, શ્રુતજ્ઞાનના જનક-પિતા સરખા હોઈ અહીં શ્રુતજ્ઞાનના પિતા સરખા તીર્થંકરોની સ્તુતિ પ્રસ્તુત જ છે. અપ્રસ્તુત નથી.
હવે સમયસર શાસ્ત્રકાર અપૌરૂષેય વચનનું ખંડન ધારદાર શૈલીથી રજુ કરે છે.
एतेन सर्वथा अपौरुषेयवचननिरासः, यथोक्तं- 'असम्भव्यपौरूषेयं' 'वान्ध्येयखरविषाणतुल्यं अपुरुषकृतं वचनं विदुषामनुपन्यसनीयं विद्वत्समवाये, स्वरूपनिराकरणात्, तथाहि - उक्ति र्वचनम् उच्यत इति चेति पुरुषक्रियानुगतं रूपमस्य, एतत्क्रियाऽभावे कथं तद्भवितुमर्हति, न चैतत्केवलं ध्वनदुपलभ्यते, उपलब्धा वप्यदृश्यवक्त्राशङ्कासम्भवात्, तन्निवृत्त्युपायाभावात्, अतीन्द्रियार्थदर्शिसिद्धेः, अन्यथा तदयोगात्, पुनस्तत्कल्पनावैयर्थ्यादसारमेतदिति, स्यादेतत्-भवतोऽपि तत्त्वतोऽपौरुषेयमेव वचनं, सर्वस्य सर्वदर्शिनस्तपूर्वकत्वात् 'तप्पुचिया अरहया' इति वचनात्, तदनादित्वेऽपि तदनादित्वतस्तथात्वसिद्धेः, अवचनपूर्वकत्वं चैकस्य तदपि तन्त्रविरोधि, न्यायतोऽनादिशुद्धवादापत्तेरिति, न, अनादित्वेऽपि पुरुषव्यापाराभावे वचनानुपत्त्या तथात्वासिद्धः, नचावचनपूर्वकत्वं कस्यचित्, तदादित्वेन तदनादित्वविरोधादिति, बीजाङ्कुरवदेतत्, ततश्चानादित्वेन प्रवाहतः सर्वज्ञाभूतभवनवद्वक्तृव्यापारपूर्वकत्वमेवाखिलवचनस्येति, नन्वेवं सर्वज्ञ एवास्य वक्ता सदा नान्यः, तदसाधुत्वप्रसङ्गादिति, सोऽवचनपूर्वक एव कश्चिनीतितः, ननु बीजाङ्कुरवत् इत्यनेन प्रत्युक्तं, परिभावनीयं तु यत्नतः, तथाऽर्थज्ञानशब्दरूपत्वादधिकृतवचनस्य शब्दवचनापेक्षया नावचनपूर्वकत्वेऽपि कस्यचिद्दोषः, मुरुदेव्यादीनां तथाश्रवणात्, वचनार्थप्रतिपत्तित एव तेषामपि तथात्वासिद्धेस्तत्त्वतस्तत्पूर्वकत्वमिति, भवति च विशिष्टक्षयोपशमादि
ગુજરાતી અનુવાદક
કરસૂરિ મ.સા.
આ