________________
કાકરાપાર
છે
(૩૯૭) તેમ સાગરવર-શ્રેષ્ઠ સાગર કરતાં પણ વધારે ગંભીર-ભાવગંભીરતાવાળા છે. તથાહિ-સાગરવર એટલે સ્વયંભૂરમણ નામનો સમુદ્ર. તેના પરથી ગમે તેવાં વાવાઝોડાં પસાર થઈ જાય કે તેના પર ગમે તેટલો વરસાદ વરસે તો પણ તેની સ્થિતિમાં કાંઈ ફરક પડતો નથી. તેવી રીતે પરીષહ-ઉપર્સગ આદિ રૂપ મહાપ્રલય પવનથી પણ, ક્ષોભ-વિષમતા નહિ પામનારા હોઈ સ્વયંભૂરમણ કરતાં વધારેગંભીર-ભાવગંભીરતાવાળા અર્થાત્ કોઈપણ વિષમ પરિસ્થિતિમાં સમતા-સમતુલાને ન ગુમાવનારા અને જ્ઞાનાદિરૂપ ભાવજલથી અગાધ-ગંભીર જે છે. તથાચ ચંદ્રો કરતાં વધારે જે ગંભીર તે સિદ્ધો (કર્મરહિત હોઈ કૃતકૃત્ય-સિદ્ધ ભગવંતો) અમને પરમપદ (મોક્ષપદ) ની પ્રાપ્તિ આપો. આ પ્રમાણે સાતમી ગાથાનો ભાવાર્થ જાણવો.
ઈતિ-લલિતવિસ્તરામાં ચતુર્વિશતિસ્તવ સમાપ્ત થાય છે.
હવે-૩ ખમાસમણ દઈ ચૈત્યવંદનનો આદેશ માગી નમુક્કાર એટલે જઘન્યથી ૩ ગાથાવાળું અને ઉત્કૃષ્ટથી ૧૦૮ ગાથાવાળું દેશભાષાનું અથવા સંસ્કૃત કે પ્રાકૃતભાષાનું જે ચૈત્યવંદન કરવામાં આવે છે. ૩ અથવા ૧૦૮ નમસ્કાર કહેવાય, અને તે ઉપરાંત જંકિંચિ સૂત્ર કહેવું. ત્યારબાદ નમુત્થણે કહેવાય છે. ૧-૨ અધિકાર, ત્યારબાદ અરિહંત ચે. અને અન્નત્થ કહી ૧ નવકારનો કાઉસગ્ગ કરવો. ત્યારબાદ ૧ નવકારનો કાઉસગ્ગ પારી અધિકૃત એક ચૈત્ય વા જિન સંબંધી ૧ થોય(સમુદાયમાં જે વડીલે જેને આદેશ આપેલ હોય તે એક જણ થોય કહે અને બીજા સાંભળે, તેમાં પુરૂષની કહેલી થોય ચતુર્વિધ સંઘને કહ્યું, અને સ્ત્રીએ કહેલી થોય સાધ્વી અને શ્રાવિકા એ બેને જ કલ્પ) કહેવી એ રૂપ ૩જો અધિકાર. ત્યારબાદ લોગસ્સ” સંપૂર્ણ કહેલો એ રૂપ ૪થો અધિકાર. આ પ્રમાણે ચૈત્યવંદનાના ચાર અધિકારો દર્શાવ્યા બાદ હવે “સવ્વલોએ અરિહંત ચેઈઆણે કરેમિ કાઉસગ્ગ વંદનવરિયાએ ઈત્યાદિ પદોથી અરિહંત ચેઈ. સૂત્ર સંપૂર્ણ કરી પુનઃ અન્નત્થ. કહી ૧ નવકારનો કાઉસગ્ગ કરી પારીને સર્વ ચૈત્ય કે જિનસંબંધી બીજી થોય કહેવારૂપ પમા અધિકારની વ્યાખ્યા કરતા બોલે છે કે
एवं चतुर्विंशतिस्तवमुक्त्वा सर्वलोक एवार्हच्चैत्यानां कायोत्सर्गकरणायेदं पठति पठन्ति वा-'सव्वलोए अरिहंतचेईयाणं करेमि काउसग्गमित्यादि जाव वोसिरामि' व्याख्या-पूर्ववत्, नवरं सर्वलोके अर्हच्चैत्यानां इत्यत्र लोक्यते-दृश्यते केवलज्ञानभास्वतेति लोकश्चतुर्दशरज्ज्वात्मकः परिगृह्यते इति उक्तंच-'धर्मादीनांवृत्तिर्द्रव्याणां भवति यत्र तत्क्षेत्रम् । तैर्द्रव्यैः सह लोकस्तविपरीतं ह्यलोकाख्यम् ॥१॥' सर्वः खल्वधस्तिर्यगूलभेदभिन्नः, सर्वश्चासौलोकश्च सर्वलोकस्तस्मिन् सर्वलोके त्रैलोक्य इत्यर्थः, तथाहि-अधोलोके चमरादिभवनेषु तिर्यग्लोके बीपाचलज्योतिष्कविमानादिषु ऊर्ध्वलोके सौधर्मादिषु सन्त्येवार्हच्चैत्यानि, ततश्च मौलं चैत्यं समाधेः कारणमिति मूलप्रतिमायाः प्राक् पश्चात् सर्वेऽर्हन्तस्तद्गुणा इति सर्वलोकग्रहः, कायोत्सर्गचर्चः पूर्ववत् तथैव स्तुतिः, नवरं सर्वतीर्थकराणाम्, अन्यथाऽन्यः कायोत्सर्गः अन्या स्तुतिरिति न सम्यक्, एवमप्येतदभ्युपगमेऽतिप्रसङ्गः, स्यादेवमन्योद्देशेऽन्यपाठः, तथाच निरर्थका उद्देशादयः सूत्रे इति यत्किञ्चिदेतत्, व्याख्यातं लोकस्यो योतकरानित्यादिसूत्रम् ॥
કરતા
અક્કર,
ગુજરાતી નવાદક અને રાજા
એક
એક