________________
લલિતવિરા - Chaહરારિ
(૩૯૧)
રૂ૫ ફેલ-જનક ઘર્મ છે' આવી લોકમાં રૂઢિપ્રસિદ્ધિ છે અને તેવી જ રીતે-અભ્યદય ખાતર ઘર્મની પ્રાર્થનામાં અવિશેષજ્ઞતા કેવી રીતે અને કઈ ?
સમાધાન-ઋદ્ધિની આસક્તિથી ઋદ્ધિના સારૂ કરાતી ઘર્મ પ્રાર્થનામાં અવિશેષજ્ઞતા રૂપ વ્યવહાર, યોગીમુમુક્ષુ પુરૂષની બુદ્ધિથી ગમ્ય-ગોચર-જાણી શકાય એમ છે.
જુઓ ! ઋદ્ધિ અને ઘર્મમાં રહેલ વિશેષને-ભેદ કે વિવેકને
તથાચ ઋદ્ધિ અને ધર્મ વચ્ચે એવો તફાવત છે કે પહેલેથી માંડી ઠેઠ-સમાપ્તિ સુધી સુંદર પરિણામફળવાળો ધર્મ છે. જ્યારે ઋદ્ધિ તો ડગલે ને પગલે વિપદાઓને પાથરતી હોય છે. આવા પ્રકારનો વિશેષબોધ, ભવાભિનંદી આત્માઓને સંસાર પર અપાર રાગસાગર હોઈ થવો અશક્ય છે.
વળી ‘ઉત્તમ સમાધિવર આદિને આપો, આવી વચનરચના રૂપ પ્રાર્થના, સફલ છે કે નિષ્ફળ ? આવા તર્કની પૂર્વમીમાંસા કરતાં નિષ્કર્ષ અંશ એ આવે છે કે,
આ પ્રાર્થના, અપેક્ષાએ સાર્થક છે અને અપેક્ષાએ નિરર્થક પણ છે' એમ વિકલ્પ-ભજના જાણવી.
તથાપિ આશંસા રૂપ ચોથી ભાષા, (ચોથા પ્રકારની ભાષા) કોઈપણ જાતના સિદ્ધ અર્થ-કાર્યને વિધાન કરવા કે નિષેધ કરવા સર્મથ નથી. આ અપેક્ષાએ આ પ્રાર્થના નિરર્થક છે. “આ કે આવી પ્રાર્થનાથી પ્રકૃષ્ટ-સર્વોત્કૃષ્ટ શુભ અધ્યવસાય પરીણામ થાય છે' એ અપેક્ષાએ આ પ્રાર્થના સાર્થક છે. આ પ્રમાણે ભજન ઘટાવવી.
શાસ્ત્રમાં કહ્યું છે કે “ભક્તિથી બોલાયેલી આ પ્રાર્થના, અસત્યામૃષા રૂપ વચન રચના છે. પરંતુ રાગદ્વેષના ક્ષયવાળા વીતરાગો, તેની પ્રાર્થના હોવા છતાંય તેને સમાધિ અને બોધિને આપતા નથી. તેના તો પણ આ પ્રાર્થનામાં મૃષાવાદ જાણવો નહિ. કારણ કે, તે વીતરાગના પ્રણિધાનથી, તે વીતરાગના
૧ સત્યા, મૃષા, સત્યામૃષા, અસત્યામૃષા એમ ભાષાના ચાર પ્રકારો છે, તે પૈકી અહીં પ્રસ્તુત હોઈ ચોથી ભાષાનું સ્વરૂપ વર્ણન લખાય છે. અસત્યામૃષાના બાર ભેદો-આ ભાષા સત્યા, મૃષા કે સત્યામૃષારૂપ નથી. વળી એનો વ્યવહાર જ હેતુ છે. (૧) આમંત્રણી- હે વિબોધ !” એમ સંબોધન કરું છું. (૨) આજ્ઞાપની-તું આ કામ કર' એમ આજ્ઞા કરવી તે. (૩) યાચની-કોઈ પાસે “તું મને અમુક ચીજ આપ” એમ માગવું તે. (૪) પ્રચ્છની તજજ્ઞ પાસે પ્રશ્નનો ખુલાસો પૂછવો’ તે. (૫) પ્રજ્ઞાપની–શિષ્યને ઉપદેશ આપવો કે હિંસા કરવી નહિ' ઈત્યાદિ. (૬) પ્રત્યાખ્યાની–“માગનારને ના હેવી તે. (૭) ઈચ્છાનુલોમા-કોઈ કંઈક કાર્યનો આરંભ કરતાં કોઈને પૂછે અને તે કહે કે “એ કામ કરો મારી અનુમોદના છે. (૮) અનભિગૃહીતા–બહુ કાર્યો કરવાનાં હોય ત્યારે કોઈ કોઈને પૂછે કે આ કરૂં તો તે કહે કે “તને સૂઝ પડે તે કર' (૯) અભિગૃહીતા–અત્યારે આ કરવું જોઈએ' ઈત્યાદિ કથન તે. (૧૦) સંશયકરણી–જેના અનેક અર્થો થતા હોય તેવા શબ્દનો પ્રયોગ કરવો તે. જેમ કે સિંઘવ લાવ' એમ કહેવું આ સિંઘવના લવણ, ઘોડો વિગેરે અર્થો થાય છે તો લાવનારે શું લાવવું તેનો નિશ્ચય કરવો બાકી રહે છે. (૧૧) વ્યાક–જેનો અર્થ સ્પષ્ટ હોય તેવું બોલવું. (૧૨) અવ્યાકત અતિશય ગહન અર્થવાળું કે અવ્યક્ત અક્ષરવાળું કથન.
જાતી કાવાદoo
Kરજ