________________
લાલિનનવિસ્તરા
આ ભારતિ
૩૮૯
હવે નિયાણાના લક્ષણ સ્વરૂપની વિભાગપૂર્વક ગંભી૨ મીમાંસા કરે છે કે–
(૧) દ્વેષગર્ભિત નિદાન, (નિયાણું) જેમાં અંતરંગ-અંગત મુખ્ય કારણ, દ્વેષ-મત્સર છે.
(૨) અભિષ્યંગગર્ભિતનિદાન,જેમાં અંતરંગ-અંગત કારણ, અભિષ્યંગ-વિષયવિલાસ પરની કૃપા-વિષયવિષયક રાગ-પ્રેમ છે.
(૩) મોહગર્ભિતનિદાન-જેમાં અંતરંગ-અંગત કારણ, મોહ-અજ્ઞાન-અવિવેક છે.
તથાચ જે માગણીઓમાં-કલ્પનાઓમાં ઉંડે ઉંડે મુખ્ય કારણ તરીકે રાગ-દ્વેષ કે મોહ બેઠેલો હોય તે બઘી માગણીઓ નિયાણામાં ખપે છે અને આગમમાં પણ આવો અર્થ રૂઢપ્રસિદ્ધ છે. રાગગર્ભિત નિયાણામાં દૃષ્ટાંત સંભૂતિનું તથા દ્વેષગર્ભિત નિયાણામાં દૃષ્ટાંત અગ્નિશર્મા વિગેરેનું પ્રસિદ્ધ હોઈ નિયાણાનું લક્ષણ બરોબર સમજી શકાય એમ છે. એટલે ક્રમપ્રમાણેના નિર્દેશને છોડી હવે મોહગર્ભિત નિદાનના લક્ષણને ચર્ચતા કહે છે કેઃ—
મોહગર્ભિત નિદાન-ધર્મને ખાતર હીનકુલ આદિની (વૈભવ ધન વિગેરેથી નીચું જે કુલ તે અહીં હીનકુલ સમજવુ. હીનકુલ-ગરીબકુલ-વંશની આદિથી કદ્રુપતા-દુર્ભગતા-અનાદેયતા-વિગેરેની) ભવાંતરમાંઆગામીભવમાં જે પ્રાર્થના-માગણી ઈચ્છા અર્થાત્ ‘ભવાંતરમાં મને ધર્મને ખાતર હીનકુલ આદિ મળજો’ આવી આશંસા, તે મોહગર્ભિતનિયાણું સમજવું. કારણ કે, ધર્મના પ્રત્યે હીનકુલ આદિ કારણ નથી પરંતુ ઉચ્ચકુલ આદિ કારણ છે. તથાહિ-ખરેખર ઉત્તમ-ઉચ્ચકુલ આદિમાં અવતરેલા-ઉચ્ચકુલ-સદ્રુપતાસુભગતા-આદેયતા આદિવિશિષ્ટ ભગવંતો જેમ સંર્પૂણ ધર્મના પાત્ર-આધાર થવાને યોગ્ય છે, તેમ ઉચ્ચકુલઆદિ વિશિષ્ટ ભવ્યો, પૂરેપૂરા ધર્મના આરાધક બની શકે છે. બીજાઓ-નીચકુલ આદિવાળાઓ ધર્મના સંપૂર્ણ આરાધક બની શકતા નથી. તેમજ શાસ્ત્રમાં કહ્યું છે કે ‘નીચકુલને બાંધવોના અભાવનેગરીબીહાલતને નિર્મલ વૃત્તિથી જિનધર્મની સિદ્ધિ ખાતર માગનાર પુરૂષનું પણ નિયાણું સંસારનું કારણ કહેલું છે.'
આ પ્રમાણે મોહગર્ભિતનિયાણાનો પહેલો પ્રકાર જાણવો (૧) હવે બીજા પ્રકારે મોહગર્ભિતનિયાણાનું વર્ણન કરે છે કે,
૧ વંદના કરનાર ચક્રવર્તીના સ્ત્રીરત્નના કોમલ વેણીના સ્પર્શમાત્રથી કામરાગાંધ બનેલ સંભૂતિમુનિએ નિયાણું કર્યું કે હું આવતા ભવમાં આ તપ આદિના પ્રભાવે સ્રીરત્નનો ભોક્તા ચક્રી બનું. બસ આ નિયાણાથી તે બ્રહ્મદત્ત ચક્રવર્તી બન્યો અને સાતમી નરકનો મેમાન બની ઘણો સંસાર વધારનાર થયો.
૨. પ્રથમ ભવે અગ્નિશર્મા તાપસે કલ્યાણ મિત્ર ગુણસેન મહારાજા ઉપર દ્વેષ-વેરથી નિયાણું કર્યું કે ‘ભવોભવ આ રાજાને મારનારો થાઉં બસ આ નિયાણાથી ઉગ્ર તપસ્યા પર પાણી ફેરવી દીર્ઘ સંસાર વધાર્યો.
-સમાસા
ગુજરાતી અનુવાદક
A