________________
લલિત-વિસ્તરા
આ ઉક્ષિતસરિથિત
३८७
બોધિલાભ જ બસ છે ? તો કહે છે કે ના, સમાધિની પણ ખાસ જરૂર છે. માટે બોલે છે કે મને સિદ્ધત્વ ખાતર સમાધિને આપો.'
સમાધિ (શાંતિ-નિરાંત-તૃપ્તિ-સંતોષ)ના બે પ્રકાર છે. તથાહિ (૧) દ્રવ્યસમાધિ જે પદાર્થોના ઉપયોગથી સ્વાસ્થ્ય-તંદુરસ્તી-બાહ્યશાંતિ થાય છે. અથવા જે પદાર્થો સ્વાસ્થ્યમાં અવરોધક-પ્રતિબંધક વિરોધી નથી-અનુકૂલ છે. તે પદાર્થોને સમાધિ (બાહ્યશાંતિ)માં કારણ હોવાથી દ્રવ્યસમાધિ તરીકે ઓળખાવવામાં આવે છે.
(૨) ભાવસમાધિ-જ્ઞાન આદિ સમાધિને ભાવસમાધિ તરીકે ઓળખાવવામાં આવે છે. કારણ કે જે જ્ઞાન આદિના ઉપયોગથી-આરાધનાથી પરમસ્વાસ્થ્ય-પરમ આત્મિક શાંતિ-સંપૂર્ણ સ્વરૂપ-રમણતા-સ્થિરતારૂપ પરમસ્વાસ્થ્યનો યોગ થાય છે.
જો આમ બે પ્રકારની સમાધિ છે તો દ્રવ્ય સમાધિ, સિદ્ધત્વ પ્રત્યે મુખ્ય કારણ નહિ હોઈ દ્રવ્ય સમાધિના વ્યવચ્છેદ સારૂ કહે છે કે ‘સિદ્ધત્વ ખાતર વર પ્રધાન-ભાવ સમાધિને આપો.’
વળી આ જ્ઞાનાદિરૂપ ભાવસમાધિ પણ તારતમ્ય-તરતમતા (ન્યૂનાધિક્ય)ના ભેદથી અનેક પ્રકારે થાય છે. તે નાનાવિધ ભાવસમાધિ પણ સિદ્ધત્વ પ્રત્યે સાક્ષાત્ (અનન્તર) કારણ નહિ હોવાથી કહે છે કે ‘સિદ્ધત્વ ખાતર ઉત્તમ-સર્વોત્કૃષ્ટ વરસમાધિ ભાવસમાધિને-ક્ષાયિક જ્ઞાન, સર્વસંવરરૂપ યથાખ્યાતચારિત્રને
આપો.'
તથાચ જેઓ ઈન્દ્રાદિક વડે નામપૂર્વક સ્તવાયેલા, વંદાયેલા, પૂજાયેલા તે, લોકમાં ઉત્તમો, (સર્વ પ્રાણિલોકપ્રધાનો, લોકમાં પરંજ્યોતિરૂપો) સિદ્ધો, મને આરોગ્ય-સિદ્ધત્વ ખાતર, બોધિલાભને અને કેવલજ્ઞાન, સર્વસંવ૨રૂપ યથાખ્યાતચારિત્રરૂપ ઉત્તમ-સર્વોત્કૃષ્ટ વરસમાધિ-ભાવસમાધિ આપો' આવો સમુદિત અર્થ જાણવો. હવે તીર્થંકરો આરોગ્ય, બોધિ અને સમાધિને આપે છે, એ વાત સત્ય નથી, કારણ કે તીર્થંકરો વીતરાગ છે, તથા અસત્ય પણ નથી, કારણ કે તે તેમના ધ્યાનથી જ મળે છે. તેથી શાસ્ત્રકારોએ આ જાતની પ્રાર્થનાઓને ‘અસત્યામૃષા' નામની ચતુર્થભાષા તરીકે વર્ણવેલી છે તેથી તીર્થંકરોની આગળ આ રીતની પ્રાર્થના વારંવાર કરવી વિહિત છે. એ વિષયની પુરેપુરી ચર્ચા-મીમાંસા-છણાવટ, આક્ષેપ૫રીહાર-પૂર્વક સચોટ શૈલીમાં અહીં રજૂ થાય છે.
आह-किमिदं निदानमुत नेति, यदि निदानमलमनेन सूत्रप्रतिषिद्धत्वात् न चेत्सार्थकमनर्थकं वा ? यद्याद्यः पक्षस्तेषां रागादिमत्त्वप्रसङ्गः, प्रार्थनाप्रवीणे प्राणिनि तथादानात्, अथ चरमः तत आरोग्यादिदानविकला एते इति जानानस्यापि प्रार्थनायां मृषावादप्रसङ्ग इति, अत्रोच्यते, न निदानमेतत्, तल्लक्षणायोगात्, द्वेषाभिष्वङ्गमोहगर्भ हि तत्, तथातन्त्रप्रसिद्धत्वात्, धर्म्माय हीनकुलादिप्रार्थनं मोहः, अतद्धेतुकत्वात्, ऋद्धयभिष्वङ्गतो धर्म्मप्रार्थनाऽपि मोहः, अतद्धेतुकत्वादेव ॥
तीर्थकरत्वेऽप्येतदेवमेव प्रतिषिद्धमिति, अतएवेष्टभावबाधकृदेतत्, तथेच्छाया एव तद्विघ्नभूतत्वात् तत्प्रधानतयेतरत्रोपसर्जन बुद्धिभावात् ... अत्तत्त्वदर्शनमेतत्, महदपायसाधनं अविशेषज्ञता हि गर्हिता पृथग्जनानामपि सिद्धमेतत्, योगिबुद्धिगम्योऽयं व्यवहारः, सार्थकानर्थकचिन्तायां भाज्यमेतत्, चतुर्थभाषारूपत्वात्तदुक्तं - " भासा असच्चमोसा णवरं भत्तीए भासिया एसा । नहु खीणपेज्जदोसा देंति समाहि
1263312 41.611.
ગુજરાતી અનુવાદક