________________
- લલિત વિના - બિતાવ ઉતર
(૩૮૫) આ વચનવિધિનો માર્ગ,વચનની કુશલતાવાળા પુરૂષથી ગમ્ય-ગોચર છે. બીજા પુરૂષથી નહિ.
આ ઉપન્યાસ, અપ્રયોજન કે સપ્રયોજન છે ? એની પુરેપુરી ચિંતા-મંથન ચર્ચા-મીમાંસા બાદ એ તારણ થાય છે કે આ ઉપન્યાસ ન્યાય યુક્ત છે. કારણ કે, આ ઉપન્યાસ, ભગવંતની સ્તુતિ રૂપ છે. કહ્યું છે કે,
"જેમના રાગદ્વેષ ક્લેશ ક્ષીણ થઈ ગયા છે એવા અરિહંત ભગવંતો જે પ્રસન્ન થતા નથી, તેમ તેમની કરેલી સ્તુતિ પણ ફોગટ જતી નથી. કારણ કે; સ્તુતિનો એવો સ્વભાવ છે કે પોતના ભાવનેઆશયને વિશુદ્ધ-નિર્મલ બનાવે છે. અને ભગવંતની સ્તુતિથી થતી ભાવ વિશુદ્ધિ, કર્મનો ક્ષય કરે છે અર્થાત્ ભગવંતની સ્તુતિ, ભાવ વિશુદ્ધિને પેદા કરવા દ્વારા કર્મમલનો ક્ષય કરે છે. એમ સ્તુતિનું ફલ દર્શાવ્યું. ૧|| - ઉત્કૃષ્ટ-પરમ ગુણસંપન્ન હોઈ આ ભગવંતો (સ્તુતિ યોગ્ય) છે અને તેમની સ્તુતિ દ્વારા, જેમ અચેતન મંત્ર આદિના જાપ આદિથી ઈષ્ટ સિદ્ધિ થાય છે. તેમ ઈષ્ટ કાર્યની સિદ્ધિ પ્રત્યક્ષ છે. તેરા જે સ્તુતિ કરાયેલ ખુશ થાય છે. અને નિંદા કરાયેલ અવશ્ય રોષ કરે છે તે સઘળે ઠેકાણે સરખા ચિત્ત વગરનો કેવી રીતે મુખ્યત્વે કરી સ્તુત્ય (સ્તુતિ યોગ્ય) થાય ? અર્થાત્ ન જ થાય છે
જેમ ઠંડી સખ્ત શર્દીથી પીડા પામેલા પ્રત્યે આગ, રાગ-દ્વેષ કરતી નથી, તેમને બોલાવતી પણ નથી. તો પણ અગ્નિનું શરણું સ્વીકારનારાઓ પોતાના ઈષ્ટને (ઠંડી દૂર કરી ગરમીની પ્રાપ્તિરૂપ ઈષ્ટને) મેળવે છે. ૪. તેવી જ રીતે ત્રણેય ભુવન-જગતના ભાવોને બતાવનારા તીર્થંકર ભગવંતોમાં રાગ કે દ્વેષ નથી તો પણ ભક્તિથી-હૃદયની સત્યભક્તિથી તીર્થકરોનો આશરો-સહારો લેનારા મહાપુરૂષો, ભવસંસાર (મિથ્યાત્વ કષાય વિષયાદિ) રૂ૫ ઠંડી-શર્દી દૂર કરીને શિવનારીને સહેજે વરે છે. પણ
*
જાંતાઈ.
१ निष्कामस्य निरर्थकत्वाभावात्, सप्रयोजने' स्तुत्यस्य तथाऽभावेऽपि स्तोतुस्तथाफलदर्शनात् ।
ર નિસારી સેવે કાંઈ એમ મનમાં નહિ આવું, ફળ અચેતન પણ જેમ સુરમણિ તિમ ભકિત પ્રમાણે થાણું (યશો. ચો. સી પ
ભાવાર્થ- નિરાગીની સેવા કરવાથી શું ફળ મળે ? એ પ્રશ્નને હું મનમાં જ દાખલ થવા દેતો નથી. જડ ૨ ચિંતામણી રતન, યથા વિધિ સેવા આરાધના કરવાથી જે જે પદાર્થો આપણે મનમાં ચિંતવીએ છીએ તે સર્વ પૂરા પડે છે, અર્થાતુ તેના પ્રભાવ માત્રથી તેવું પુદ્ગલ પરિણમન થાય છે, એમાં દેવ સહાયની અપેક્ષા નથી. ચિંતામણિ જડ છે, બીજાઓ તેની આરાધના કરે છે. તેની ખબર પણ નથી છતાં તે અવશ્ય ફલદાતા બને છે, તો પછી પરમચૈતન્યવાળા પ્રભુ, ભક્તની સેવાને જાણનારા અને તેની કદર કરનારા છતાં ભક્તને તેની સેવાનું ફળ ન આપે-મળે એ બીલકુલ બનવા યોગ્ય જ નથી. સાચા ભાવથી, ખરા મનથી-ત્રિકરણ યોગે પૂર્ણ વિશ્વાસ રાખીને જો તેમની ભક્તિ કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે જ એમ હું ખાત્રીથી માનું છું.
બારાતી અનુવાદક -
ઉપાય