________________
લલિત વિસ્તરાા ભરિચિત
૩૯૦
(૨) ઋદ્ધિના રાગથી (ઈન્દ્ર-ચક્રવર્તિ આદિની વિભૂતિ-સંપદાના પ્રેમથી-આસક્તિથી) ધર્મની પ્રાર્થનાઈચ્છા-આશંસા તે પણ મોહગર્ભિત નિયાણું જાણવું. (તો પછી ધર્મના માટે હીનકુલ આદિની પ્રાર્થના, મોહગર્ભિતનિયાણારૂપ હોય એમાં શી નવાઈ ?) સારાંશ એ છે કે, એકાંતે ધર્મની આરાધના વગર આ વિભૂતિ (ઈન્દ્ર આદિનું ઐશ્વર્ય) મળવાની નથી, એ ઈરાદાથી-આશાથી ધર્મની આશંસા તે પણ મોહગર્ભિતનિયાણું છે. કારણ કે, ગૌણવૃત્તિથી ઈચ્છેલા ધર્મનો ‘મુખ્યત્વે વિભૂતિ ઉપાદેય છે અને ધર્મ અનુપાદેય-અગ્રાહ્ય છે' આવા પરીણામથી વિનાશ થતો હોય ઈચ્છિત ઋદ્ધિનો અભાવ છે. એવંચ તીર્થંકર વિભૂતિ-ઋદ્ધિમહૈશ્વર્યની મહેચ્છા-લાલસા-રાગથી તીર્થંકરપદની માગણી પણ મોહગર્ભિતનિયાણું છે. (તો પછી ઈન્દ્ર ચક્રવર્તીની વિભૂતિના રાગથી કરેલ ધર્મની પ્રાર્થના, મોહગર્ભિતનિયાણારૂપ હોય એમાં તો પૂછવું શું ?)
તથાહિ-જેમ આ તીર્થંકર ભગવાન, જગતમાં આશ્ચર્યભૂત એવી સાહ્યબીના સ્વામી છે, જગતનો એકનાથ છે, અત્યંત ભક્તિથી ભરપૂર દેવોના સમુદાયથી નિરંતર જેમના ચરણયુગલ સેવાતા છે, તેમ હું પણ તેવો પણ તપશ્ચર્યા આદિ અનુષ્ઠાન-ક્રિયાથી થાઉં' આ પ્રમાણેની માગણી રૂપ નિયાણું શાસ્ત્રમાં નિષેધેલું છે. પરંતુ અભિષ્યંગ (વિભૂતિના રાગ) થી રહિત એવી ચિત્તની વૃત્તિથી, ‘ધર્મ પ્રવર્તક અનેક સત્ત્વ (પ્રાણિ) હિતકારક, નિરૂપમ સુખના સંબંધવાળા, અચિંત્ય ચિંતામણિરત્ન-સમાન ભગવાન્, હું થાઉં' આવી ઈચ્છાથી કરેલી તીર્થંકર પદ વિષયક પ્રાર્થના, નિષેધેલી નથી. તીર્થંકર સાહ્યબીના રાગથી કરેલી તીર્થંકર પદની માગણી, મોહગર્ભિતનિયાણું હોઈ નિષેધેલ છે, પરંતુ તીર્થંકરની સાહ્યબીની આશા સિવાય કરેલી તીર્થંકરપદની માગણી મોહગર્ભિતનિયાણું ન હોઈ નિવારેલી નથી પરંતુ સુવિહિત છે. એમજ દશાશ્રુતસ્કંધ વિગેરે શાસ્ત્રમાં કહેલું છે.
અતએવ-એથી જ ઋદ્ધિના રાગથી ધર્મપ્રાર્થના મોહરૂપ હોઈ, આ મોહગર્ભિતનિયાણું, નિર્વાણસાધકકુશલશુભ કે શુદ્ધ પરીણામનો ધ્વંસ કરનાર છે.
મતલબ કે, ઋદ્ધિને પ્રધાનપદ આપી, આ તો કેવલ કારણ છે' એમ માની ધર્મના ગૌણ પરીણામનો નિર્ણય કરી, ધર્મને ગૌણ કરવા દ્વારા ઋદ્ધિની અભિલાષા, મોક્ષપ્રાપકકુશલ પરીણામ અટકાવનાર-પ્રતિબંધકતત્ત્વરૂપ છે.
વળી આ મોહગર્ભિતનિદાન (નિયાણું) ૫૨માર્થ-તત્ત્વથી વિચારણાશૂન્ય હોઈ વિપર્યાસ રૂપ છે. નરકપાત (પડવા રૂપ) આદિ રૂપ મહાઅનર્થ-બલવાનું અનિષ્ટનું કારણ છે. કેમ કે વિશેષજ્ઞાનનો અભાવ છે. વિપરીતજ્ઞાનનો સદ્ભાવ છે. અતએવ સામાન્યથી પુરૂષાર્થોપયોગી ગુણો તથા પુરૂષાર્થ વિરોધી દોષોનું અર્થાત્ ગુણદોષોનું વિવેચન-વિવરણકારક વિભાગ રૂપ વિશેષ બોધના અભાવ રૂપ-વિપરીતબોધ રૂપ અવિશેષજ્ઞતા, પુરૂષાર્થ કર્તાના પ્રત્યે હિંસા-અસત્ય આદિની માફક અનર્થ-મહાઅનર્થની પ્રાપ્તિના કારણરૂપ હોઈ ગર્ભિતનિંદિત છે.
આ અવિશેષજ્ઞતા-અવિવેક-અજ્ઞાનતાની નિંદા, આબાલગોપાલ જગજાહેર છે.
શંકા-આમ ભલે હો ! પરંતુ ‘અભ્યુદય (આબાદી દુન્યયી જાહોજલાલી-આનંદ-લીલા લહેર-મોજમજા)
ગુજરાતી અનુવ
રિમા સા