________________
લિત વિરા - વસાવા
અયથાર્થ-અવાસ્તવ છે' એમ સાબીતી કેવી રીતે થશે ? અર્થાત્ જો ઉપન્યાસ યથાર્થ છે તો પ્રાર્થના યથાર્થ છે. એટલે પ્રાર્થના આશંસારૂપ હોઈ અમને અસુંદર-અસમંજસ લાગે છે.
ઉત્તરપક્ષ- “પ્રસન્ન થાઓ' આ ઉપન્યાસ-પદ વિન્યાસમાં પ્રાર્થના (આશંસારૂપ પ્રાર્થના) નથી. કેમકે પ્રાર્થનાનું લક્ષણ સ્વરૂપ ઘટતું નથી. તથાપિ આ પ્રાર્થનાનું સ્વરૂપલક્ષણ એવું છે કે જેની આગળ પ્રાર્થના કરવામાં આવે છે તેમાં (અપ્રસન્નમાં) રહેલ અપ્રસન્ન-નારાજી દુર કરવાનું કામ પ્રાર્થના કરે
અર્થાતુ અપ્રસન્ન-નારાજની પાસે કરેલ “પ્રસન્ન થાઓ' રૂપ પ્રાર્થના દ્વારા અપ્રસન્નમાં રહેલ નારાજી દર કરાય છે કારણ કે લોકોમાં તેવી જ પ્રસિદ્ધિ-જાહેરાત છે કે “અપ્રસન્નને પ્રસન્ન કરવા પ્રાર્થના કરો !” ખરેખર વસ્તુ સ્થિતિ પણ એવી દેખાય છે કે પ્રાર્થનાથી જ અપ્રસન્ન, પ્રસન્ન થાય છે. સારાંશ કે જે માણસ નારાજ હોય તેને ખુશ કરવો હોય તો સ્તુતિ-પ્રાર્થના દ્વારા ખુશ કરી શકાય છે. એટલે એ ખુશ થઈને પ્રાર્થના-સ્તુતિ કરનાર ઉપર પ્રસાદ મહેરબાની કરે છે. પ્રાર્થના, એ પ્રસાદવગરના પુરૂષમાં અપ્રસાદ કરી પ્રસન્નતા પેદા કરે છે, જો પ્રસાદવગરના પુરૂષ પ્રત્યે પ્રાર્થના ન કરવામાં આવે તો પ્રસન્નતાનો મુદ્દલ અભાવ થાય છે. માટે પ્રાર્થના દ્વારા અપ્રસન્ન પુરૂષમાં પેદા થાય છે. આ પહેલી વાત.
બીજી વાત ઓ એવી છે કે, દેવ-રાજા વિગેરે મહર્દિક પુરૂષ, પ્રસન્ન હોય છતાંય તેમનો મારા ઉપર ભવિષ્યમાં અપ્રસાદ ન થાય માટે પ્રાર્થનાની સદા પ્રથા ચાલુ હોય છે. જો સદા પ્રાર્થના ચાલુ ન રાખે તો ભવિષ્યમાં અપ્રસન્નતાનો પ્રસંગે ઉપસ્થિત થાય એટલે અપ્રસન્નતાને પ્રસન્ન કરવા ખાતર અને પ્રસન્ન ભવિષ્યમાં અપ્રસન્ન ન થાય એટલા હેતુ ખાતર-આ બે હેતુઓ-મુદ્દાઓથી પ્રાર્થના થાય છે આવું અહીં પ્રાર્થનાનું સ્વરૂપ સમજવું. હવે પ્રાર્થનાનું લક્ષણસ્વરૂપ દર્શાવ્યા બાદ પ્રાર્થના દ્વારા (સ્તુતિ દ્વારા) કે અપ્રાર્થના દ્વારા (નિંદા દ્વારા) વીતરાગમાં અવીતરાગતા-અવીતષતા રાગદ્વેષ સહિતપણા નામના દોષનું આરોપણ કેવી રીતે થાય છે તે અહીં બતાવે છે કે –
જો વીતરાગ,અપ્રસન્ન (નારાજ) હોય અને પ્રાર્થના કરવાથી વીતરાગમાં પ્રસન્નતા થાય છે એમ એક પ્રકારે માનવામાં આવે અને બીજા પ્રકારે-વીતરાગ પ્રસન્ન છે છતાં જો પ્રાર્થના નહિ કરવામાં આવે તો ભવિષ્યમાં સદા પ્રસન્ન રાખવા ખાતર કરાતી પ્રાર્થનાદ્વારા-એમ બે પ્રકારે વીતરાગમાં, રાગસહિતપણું આરોપિત સાબિત થાય છે.અત એવ-જો અવીતરાગ છે તો રાગ સહિત છે તો પ્રાર્થનાના પ્રભાવ પ્રસંગે અર્થાત સ્તુતિ ધર્મ-પ્રશંસાનું ઉલ્લંઘન કરવામા આવે-અથપત્તિથી-અર્થાત દ્વેષપૂર્વકના વચનદ્વારા નહિ કહેવા યોગ્ય શબ્દોના કથનરૂપ નિંદાદ્વારા ષસહિતપણું આરોપિત સાબીત થાય ! એટલે ગર્જના છે કે, અહીં આશંસારૂપ પ્રાર્થના નથી.
વળી અપ્રસન્નને પ્રસન્ન કરવા ખાતર, ને પ્રસન્ન, ભવિષ્યમાં અપ્રસન્ન ન થાય એટલા ખાતર કરાતી પ્રાર્થના રૂપ વચન વિધિ આર્યો ન વાપરી શકે ! કારણ કે, વીતરાગત્વ રૂપ તત્ત્વમાં બાધ-હાનિ પહોંચે
બારાતી નવા
વીકવિ રાજા