________________
લલિત વિસ્તર
૩૪૯
ઉત્પત્તિના પ્રત્યે ઉપાય-હેતુ છે.
કારણ કે; તે તે પ્રકારે શુદ્ધ શુદ્ધ પરિણામને નિર્મલ કરે છે. તથાચ તે તે પ્રકારે શુદ્ધ પરિણામને નિર્મલ કરવા દ્વારા સામાન્યથી આદરાદિયુક્ત પ્રકૃત કાઉસગ્ગનું કરવું હોય તો જ સાકાર આદિ સરખા શ્રદ્ધાદિની ઉત્પત્તિ છે, તે તે પ્રકારે શુદ્ધ પરિણામને નિર્મલ કરવા દ્વારા સામાન્યથી આદરાદિયુક્ત પ્રકૃત કાઉસગ્ગનું કરવું ન હોય તો સાકર આદિ સરખા શ્રદ્ધાદિની ઉત્પત્તિનો અભાવ છે. અર્થાત્ સાકર આદિ સરખા શ્રદ્ધાદિની ઉત્પત્તિના પ્રત્યે તે તે પ્રકારે શુદ્ધ પરિણામને નિર્મલ કરવા દ્વારા સામાન્યથી આદરાદિ યુક્ત કાઉસગ્ગનું કરવું એ હેતુ છે. આવી રીતે અન્વયવ્યતિરેક દ્વારા કાર્યકારણભાવના નિર્ણયને વિચારો.
ભસારથિત
હવે આ બાબતમાં શાસ્ત્રકાર બીજાના સિદ્ધાંતનો પૂરાવો આપે છે.
उक्तं च परैरपि-“आदरः करणे प्रीतिरविघ्नः सम्पदागमः । जिज्ञासा तज्ज्ञसेवा च, सदनुष्ठानलक्षणम् ॥ १ ॥ अतोऽभिलषितार्थाप्तिस्तत्तद्भावविशुद्धितः । यथेक्षोः शर्कराप्तिः स्यात्क्रमात्सद्धेतुयोगतः ॥ २ ॥ इत्यादि" अप्रेक्षावतस्तु यद्दच्छाप्रवृतेः नटादिकल्पस्य गुणद्वेषिणो मृषावाद एव, अनर्थयोगात्, तत्परितोषस्तु तदन्यजनाधःकारी मिथ्यात्वग्रहविकारः, यथोक्तमन्यैः- “दण्डी खण्डनिवसनं भस्मादिविभूषितं सतां शोच्यम् । पश्यत्यात्मानमलं, ग्रही नरेन्द्रादपि ह्यधिकम्
||9||
मोहविकारसमेतः पश्यत्यात्मानमेवमकृतार्थम् । तद्वयत्ययलिङ्गरतंकृतार्थमिति तद्ग्रहावेशात् ॥ २ ॥ इत्यादि” । तस्मात्प्रेक्षावन्तमङ्गीकृत्यैतत्सूत्रं सफलं प्रत्येतव्यमिति ।
ભાવાર્થ=બીજા મુમુક્ષુઓએ પણ કહ્યું છે કે "આદર" (૧) ક્રિયા આદર=ઈષ્ટ આદિ કરવામાં આદર એટલે યત્નાતિશય હોય. જે ઈષ્ટ વિગેરે ક્રિયા કરવામાં આવે તે બહુમાનપૂર્વક અત્યંત આદરથી, અતિશય યત્નથી કરવામાં આવે, તે સદનુષ્ઠાનનું લક્ષણ છે. ક્રિયામાં વેઠ નહિ કાઢતાં ખૂબ જાળવીને, ઉપયોગજાગૃતિપૂર્વક ક્રિયા કરવી, તે સદનુષ્ઠાન સૂચવે છે. (૨) કરણે પ્રીતિઃ–તે ક્રિયા=અનુષ્ઠાન કરવા પ્રત્યે પ્રીતિ, અંતરંગ પ્રેમ સ્નેહરૂપ પ્રીતિ હોવી તે સદનુષ્ઠાનનું લક્ષણ છે. (૩) અવિઘ્ન=ક્રિયામાં અવિઘ્નવિઘ્નનો અત્યંત અભાવ એ સદનુષ્ઠાનનું લક્ષણ છે. અર્થાત્ સમ્યગ્ અનુષ્ઠાનથી ક્લિષ્ટ કર્મનો વિઘાતવિનાશ થયેલ હોઈ સઘળાય કૃત્યમાં વિઘ્નનો અત્યંત અભાવ એ સદનુષ્ઠાનનું લક્ષણ છે. (૪) સંપદાગમ=સંપદાનું આવવું, સંપત્તિની પ્રાપ્તિ થવી એ સદનુષ્ઠાનનું લક્ષણ છે.
ગુજરાતી અનુવાદક
કાયોત્સર્ગ વિગેરે ધાર્મિક અનુષ્ઠાનો પ્રત્યે આ જીવને જ્યારે બહુમાન થાય છે. ત્યારે તેઓ પોતાનું સર્વસ્વ સમપર્ણ કરતા પણ પાછી પાની કરતા નથી. આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક ધર્મ અનુષ્ઠાન કરવાની ટેવ પડવાથી આ જીવને અનેક પ્રકારના લાભો થાય છે-ફળો મળે છે. સંપદાઓનો સમાગમ થાય છે. (૫) જિજ્ઞાસા-તે તે ક્રિયા સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરવા તીવ્ર તમન્ના ઉપજવી, તે સદનુષ્ઠાનનું લક્ષણ છે. આ સંસારમાં એક બીજાથી ચડીયાતા થવા-મોટા થવાની હદપારની અભિલાષાઓ થાય છે, અને તે પાર
આ
ત કરસુમસા