________________
Sાદ
તિ- વિરા - CCબાવરાવવા
એક કોમી એકતા
(૩૭૨)
લોક શબ્દને ષષ્ઠીવિભક્તિ લગાડવા પૂર્વકની વાક્યરચના કરવામાં આવી છે તેનો મુદ્દો-હેતુ કે હાઈ એવું છે કે, “જે "વિજ્ઞાનઅદ્વૈતવાદી બૌદ્ધો, લોકને-જગતને કેવલ વિજ્ઞાનરૂપ માને છે. તે મતના ખંડન કરવા પૂર્વક પ્રકાશ્ય-પ્રમેય-શેય વસ્તુ અને પ્રકાશક-પ્રમાણ-જ્ઞાનનો ભેદ પરસ્પર ભેદ બતાવવો' એ રહસ્ય છે.
લોક શબ્દની વ્યાખ્યા-દેખાય-જણાય તે લોક મતલબ કે કેવલ-જ્ઞાન દર્શનરૂપ પ્રમાણ વડે જણાયદેખાય તે લોક, આ પ્રમાણે કેવલ-જ્ઞાનદર્શનરૂપ પ્રમાણના વિષયને લોક તરીકે ઓળખાવાય છે. ઈતિવ્યુત્પત્તિજન્ય અર્થ જાણવો.
આ અર્થ તો “અલોકમાં અતિપ્રસક્ત થઈ જાય વાસ્તે, કહે છે કે;
અથવા સ્વના (આત્મા-જ્ઞાનના) તેમજ પરના (જ્ઞાનથી-અન્ય પદાર્થના) નિશ્ચય કરવારૂપ પ્રમાણ, અથવા સમ્યગુ અર્થના નિર્ણયરૂપ પ્રમાણ વડે અને પ્રત્યક્ષ અને પરોક્ષરૂપ બે ભેદવાળા પ્રમાણ વડે ગમ્યદ્રશ્ય-શેય જે લોક, તે લોકો અહીં પંચ અસ્તિકાયરૂપ-જીવાસ્તિકાય, પુદગલાસ્તિકાય-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયઆકાશાસ્તિકાય એ પાંચ અસ્તિકાયપ્રદેશ સમુદાયરૂપ પાંચને લોક સમજવો.
પ્રશ્ન- તે પંચ અસ્તિકાયરૂપ લોકનું શું ?
૧ વિજ્ઞાનઅદ્વૈતવાદી બૌદ્ધ યોગાચારની માન્યતા છે કે, “ગ્રાહ્ય, ગ્રાહક આદિથી રહિત વિજ્ઞાન માત્ર પરમાર્થથી સત્ય છે. કારણ કે બાધા પદાર્થોનો અભાવ છે.-જ્ઞાન કારણ કોઈ બાહ્ય પદાર્થ નથી અર્થાતુ વિજ્ઞાનને છોડી બાહ્ય પદાર્થ કોઈ વસ્તુ નથી. વાસ્તવમાં સમસ્ત ભાવ, સ્વપ્નજ્ઞાન, માયા અને ગન્ધર્વ નગરની માફક અસરૂપ છે. માટે પરમાર્થ સત્યથી સ્વયં પ્રકાશક વિજ્ઞાન જ સત્ય છે. આ બધું દ્રશ્યમાન જગતુ વિજ્ઞાનના પરિણામરૂપ-વિજ્ઞાનમય છે. તમામ પદાર્થો નિઃસ્વભાવ છે.
૨ “ચેતના લક્ષણવાળો તે જીવ’ એ પ્રમાણે જીવનું સામાન્ય લક્ષણ છે. અસંખ્ય પ્રદેશાત્મક છે. ૩ ગ્રહણ, ધારણ ઈત્યાદિ પરિણામથી યુક્ત અને રૂપી એવો પદાર્થ “પુદ્ગલાસ્તિકાય' કહેવાય છે. અથવા રૂ૫ સ્થાનના પરિણામવાળો પદાર્થ પુ. જાણવો. બેથી માંડી સંખ્યાત-અસંખ્યાત અનંત પ્રદેશાત્મક આ દ્રવ્ય છે.
૪ માછલાઓને ગતિ કરવામાં જેમ પાણી મદદ કરે છે તેમ સ્વભાવિક રીતે ગતિ કરનાર જીવો અને પુદગલોની અમન આગમન વિગેરે ચેણમાં તેમજ ભાષા-મન-વચન અને કાયાના વ્યાપાર વિગેરેમાં મદદ કરનારા અપેક્ષા-કારણરૂપ પદાર્થને ધમસ્તિકાય' તરીકે ઓળખવવામાં આવે છે. અથવા ગતિરૂપ પરિણામને પ્રાપ્ત થયેલા જીવ અને પુદ્ગલોની ગતિને વિષે અપેક્ષિત કારણરૂપ જે પદાર્થ છે તે “ધમસ્તિકાય' કહેવાય છે.
૫ સ્વાભાવિક રીતે સ્થિતિ કરનારા જીવ અને પુદગલોને સૂવા, બેસવા, સ્થિર રહેવા તથા આલંબનાદિ કાર્યોમાં મસાફરોને વિશ્રામ લેવામાં જેમ વૃક્ષ વિ મદદ કરે છે, તેમ મદદ કરનારા સાધારણ કારણરૂપ પદાર્થને “અધમસ્તિકાય” કહેવામાં આવે છે, અથવા સ્થિતિરૂપ પરિણામને પ્રાપ્ત કરેલા જીવ અને પુગલોની સ્થિરતાને વિષે જે અપેક્ષિત કારણરૂપ છે તે “અધમસ્તિકાય' કહેવાય છે. તથાચ ઘમસ્તિકાય-અધમસ્તિકાય એ બંને અસંખ્યપ્રદેશાત્મક છે.
૬ જેમ દૂધ સાકરને અને લોખંડનો ગોળો અગ્નિને અવકાશ આપે છે, તેમ અવગાહનાની અપેક્ષા રાખનારા પદાર્થોને અવકાશ આપવામાં કારણભૂત પદાર્થ “આકાશાસ્તિકાય” કહેવાય છે. (અસંખ્યાત) અનંત પ્રદેશાત્મક છે.
સ્વતી
ભદો વિભાગ