________________
લલિત-વિસ્તરા
આ પરિભાતિ
૩૭૭
પૂર્વપક્ષ-‘રાગાદિવિજેતારૂપ જિન એવા અરિહંતોને હું સ્તવીશ' એટલું જ બોલો, અરિહંતના લોકોદ્યોતકર અને ધર્મતીર્થકર એ બે વિશેષણ પદો અધિક લાગે છે. કારણ કે, જે જિન છે તે લોકોધોતકર અને ધર્મતીર્થંકર હોય જ.
ઉત્તરપક્ષ-આ જૈન પ્રવચનમાં સામાન્ય રીતે વિશિષ્ટશ્રુતધર વિગેરે પણ જિન તરીકે ઓળખાય છે. જેમ કે, (૧) શ્રુતજિન (શ્રુત કેવલી) (૨) અધિજિન (અવધિજ્ઞાની) (૩) મન:પર્યાય જિન (મન:પર્યાય જ્ઞાની) (૪) છદ્મસ્થવીતરાગ (ઉપશાંત મોહનામના અગીયારમા ગુણ સ્થાને રહેલ) તથાચ લોકોદ્યોતકર અને ધર્મતીર્થકર આ બે વિશેષણો છોડી કેવલ ‘જિન’ એક વિશેષણપદ મૂકવામાં આવે તો ‘જિન' શબ્દથી સામાન્યથી શ્રુતજિનાદિમાં પણ અદ્વૈતપણાની બુદ્ધિ-પ્રતીતિ વિશ્વાસ થઇ જાય એટલે એવી ભ્રાંતિને ભાંગવા ખાતર લોકોદ્યોતકર ધર્મતીર્થકરાદિ વિશેષણોની આવશ્યકતા છે.લોકોદ્યોતકરાદિ વિશેષણો શ્રુત જિનાદિના ભેદક હોઈ સાર્થક છે.
પૂર્વપક્ષ-‘લોકોદ્યોતકર-ધર્મતીથકર-જિનને હું સ્તવીશ'! એમ બોલો ‘અરિહંતોને' હું સ્તવીશ એ પદ ન બોલો ! કારણકે, લોકોઘોતકરત્વ ધર્મતીર્થંકરત્વજિનત્વરૂપ સ્વરૂપવાળાઓ, અર્હતો જ હોય છે. બીજા આત્માઓ હોતા નથી. તેમજ અર્થપત્તિથી-અધ્યાહારથી અદ્વૈતો આવી જ જાય છે. તો શબ્દથી શા માટે બોલો છો ? ઉપર્યુક્ત વિશેષણવાળા બીજા આત્માઓ,અરિહંત ભિન્ન છે જ નહિ. જો બીજા આત્માઓ અરિહંત થતા હોય તો એના માટે અર્હત પદનું શબ્દથી ગ્રહણ કરવું જરૂરી છે એમતો છે જ નહિ.
૧ જિન એટલે રાગદ્વેષ મોહને જિતનારા-ચતુર્થગુણસ્થાનથી માંડી યાવત બારમા ગુણસ્થાન સુધીના આત્માઓ તેના ઈશ એટલે સ્વામી તે જ સર્વજ્ઞ દેવ કહેવાય છે, જેઓએ રાગદ્વેષને મોહસર્વાંશે જીત્યા નથી, તેઓ સર્વજ્ઞ દેવ પણ નથી અને અલ્પાંશે પણ જીત્યા નથી તેઓ જિન પણ નથી. સવંશે જિતનાર ત્રયોદશ અને ચતુર્દશ ગુણસ્થાનકે રહેલા શ્રી સર્વજ્ઞ દેવો છે. અને અલ્પ-અધિકાંશે જીતનાર ચતુર્થથી માંડી યાવત દ્વાદશ ગુણસ્થાનક વર્તી આત્માઓ છે અને તેઓ જિન વ્યપદેશને લાયક છે. જો કે ક્ષીણમોહનામના દ્વાદશ ગુણસ્થાનકે પહોંચેલા મહાત્માઓએ રાગદ્વેષ અને મોહનો સર્વથા ક્ષય કરી નાખેલો હોય છે. તો પણ તેઓને હજુ અનંતજ્ઞાની બનવા માટે થોડા કાળનું અંતર છે. તેથી તેઓને માટે પણ આપણે સર્વજ્ઞ દેવનો વ્યપદેશ નહિ કરતાં જિનનો જ વ્યપદેશ કરીએ છીએ. અહીં એટલું સમજી લેવું જોઈએ કે-ત્રયોદશ અને ચતુર્દશ ગુણસ્થાનકે રહેલા આત્માઓ બે પ્રકારના છે. એક સામાન્ય કેવલજ્ઞાની મહર્ષિઓ અને બીજા શ્રી તીર્થંકરનામકર્મની સર્વોત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિનો ઉપભોગ કરનારા શ્રી તીર્થંકર દેવના આત્માઓ ત્રયોદશ અને ચતુર્દશ ગુણસ્થાનકે રહેલા સામાન્ય કેવળજ્ઞાની મહર્ષિઓ પણ રાગ અને દ્વેષ સર્વાંશે જીતેલા હોવાથી ચતુર્થ આદિ અન્ય ગુણસ્થાનકોએ રહેલા અવધિ આદિ જિનોના ઈશ એટલે સ્વામી બનવાને લાયક છે. તો પણ તેઓ શ્રી તીર્થંકરનામકર્મ નામની પુણ્યપ્રકૃતિના માલીક નહિ હોવાથી શ્રી તીર્થંકર દેવના આત્માની અપેક્ષાએ સામાન્ય જિન જ કહેવાય છે અને શ્રી તીર્થંકર દેવોને તેમના પણ ઈશ કહેવાય છે, અર્થાત્ શ્રી જિનેશ્વર પદ શ્રી તીર્થંકર દેવોના આત્માઓ માટે જ રૂઢ છે પરંતુ અવધિ આદિ જિનોની અપેક્ષાએ સામાન્ય કેવલજ્ઞાની મહર્ષિઓને પણ શ્રી જિનેશ કહી શકાય છે. અને એ અપેક્ષાએ જ આપણે અહીં ત્રયોદશ-ચતુર્દશ ગુણસ્થાનક વર્તી મહર્ષિઓ માટે સામાન્યતયા શ્રી તીર્થંકર દેવો હોય છે. તેથી શ્રી જિનેશ્વર દેવ તરીકે શ્રી તીર્થંકર દેવોને સમજવાના છે. અને સર્વજ્ઞ દેવ તરીકે સામાન્ય કેવલી અને તીર્થંકર કેવલી એ ઉભયને સમજવાના
છે.
ગુજરાતી અનુવાદક
કસરત સ