________________
alia-A
CREMA
(૩૭૯) અને સંભવ બંને હોયે છતે અથવા વ્યભિચારનો સંભવ હોય છતે વિશેષણ, સાર્થક સફલ થાય છે? (અહીં સંભવ એટલે વિશેષણનું વિશેષ્યમાંરહેવું અને વ્યભિચાર એટલે વિશેષ્યથી જુદી તમામ વ્યક્તિઓમાં | વિશેષણની રહેવાની વ્યાવૃત્તિ-ભેદ-અભાવ એમ સમજવું.)
દા.ત. જેમ કે “નીલોત્પલ' આ સ્થલે ઉત્પલ (કમલ)નું નીલપણું નીલાઉત્પલમાં ઘટે છે તેમ જ રક્તાદિ ઉત્પલમાં વ્યભિચરિત-અસંભવિત થાય છે. અર્થાત રક્તાદિ ઉત્પલની વ્યાવૃત્તિ-ભેદ પણ ઉત્પલનું નીલપણું કરે છે. એટલે સંભવ અને વ્યભિચાર (ઈતરવ્યાવૃત્તિ) દ્વારા વિશેષણ સથક બને છે.
વ્યભિચારના અભાવમાં (ઈતરવ્યાવૃત્તિરૂપ ફલ-અર્થના અભાવમાં) ગ્રહણ કરાતું વિશેષણ જેમકે “કૃષ્ણોભ્રમર.' કાલો ભમરો, ધોળો બલાહક વિગેરે વિશેષણ,નિરર્થક-અધિક વધારે પડતું છે. તેમ અહીં પણ અરિહંત કેવલી' એવું વિશેષણ નિરર્થક-અધિક વધારે પડતું છે.
ઉત્તરપક્ષ- હજુ સુધી તમે અમારો ઊંડો આશય-અભિપ્રાય જાણ્યો એટલે આમ બોલો છો. લો ત્યારે જાણો- અહીં (જગદ્ધોધરૂપ ફલપાકજનક તીર્થંકર નામકર્મનો વિપાકોદય કેવલીપણામાં થતો હોઈ) લોકોદ્યોતકરધર્મતીર્થ-કર-જિન એવા કેવલીઓ જ અહંતો થાય છે. બીજા આત્માઓ નહિ' આવા પ્રકારના નિયમોવ્યાપકતાનો મહાન ઉદ્દેશ (ધ્યેય-પ્રયોજન) જેમાં રહેલ છે એવા અહંતોના કેવલિત્વરૂપને દર્શાવવા ખાતર કેવલી' રૂપ વિશેષણપદ, નિર્દોષ નિષ્કલંક-સફલ છે.
વળી એવો કોઈ એકાંતથી નિયમ નથી કે; વ્યભિચારના સંભવમાં જ વિશેષણગ્રહણની સફળતા હોય ! કારણકે; ઉભયપદ વ્યભિચાર રૂપ ફળવાળા, એક વ્યભિચાર રૂપ ફળવાળા, સ્વરૂપજ્ઞાપનરૂપ ફળવાળા વિશેષણ-પદોના પ્રયોગનું શિષ્ટઆપ્તપુરૂષપ્રણીત વાક્યરચનામાં બરોબર દર્શન છે.
દા.ત. જેમકે-(૧) ઉભયપદ વ્યભિચારવાળા વિશેષણપદ પ્રયોગવાળી શિષ્ટની વાક્યરચનાનું દષ્ટાંત. નીલોત્પલ' નીલું કમળ. અહીં વિશેષણ અને વિશેષ્ય, સંબંધિ શબ્દવાળા હોઈ ગમે તે એક શબ્દના ગ્રહણથી બંનેની પ્રાપ્તિ થઈ જાત પરંતુ બંને વિશેષણ વિશેષ્ય-વાચક શબ્દોનું ગ્રહણ, પરસ્પર બંનેના વ્યવચ્છેદ્ય-વ્યવચ્છેદકપણામાં સમાસ જેમ થાય એટલા ખાતર છે. “નીલોત્પલ' અહીં નીલ શબ્દથી રક્ત (લાલ) ઉત્પલાદિનો વ્યવચ્છેદ કરાય છે. અર્થાત્ નીલપદ પણ ઈતરત્યાવર્તક છે અને ઉત્પલપદ પણ ઈતરત્યાવર્તક છે એમ જાણવું.
| (૨) એક-પદ-વ્યભિચારવાળા વિશેષણ પદ પ્રયોગ વાળી શિષ્ટની વાક્યરચનાનું દ્રષ્ટાંત; પાણી દ્રવ્ય છે. પૃથ્વી દ્રવ્ય છે. અહીં દ્રવ્યત્વ રૂપ વિશેષણથી ગુણાદિનો વ્યવચ્છેદ કરાય છે. અત એવી એક દ્રવ્યપદ, ગુણાદિવ્યાવર્તક છે.
१ विशेषणविशेष्ययोः सम्बन्धिशब्दत्वादेकतरोपादानेनैव बये लब्बे बयोपादानं परस्परमुभयोळक्च्छेदकत्वे समासो यथा स्यादित्येवमयम् । यथा नीलोत्पलमित्यत्र नीलशब्देन रक्तोत्पलादिकं व्यवच्छियते । उत्पलशब्देन नीलपटादिकं व्यवच्छियते इति ।
નાગા સાતી થાવા
વિ.જા.
જાણકારી