________________
કરનાર આ
કાકા ન કર
લલિતકવિ
ભદ્રા પતિ
(૩૮૧) चउवीसंपि जिणवरा, तित्थयरा मे पसीयंतु ॥ ५ ॥ व्याख्या-"एवम्" अनन्तरोदितेन विधिना मयेत्यात्मनिर्देशमाह, अभिष्टुता इति आभिमुख्येन स्तुता अभिष्टुताः स्वनामभिः कीर्तिता इत्यर्थः, किंविशिष्टास्ते ? विधूतरजोमलाः, तत्र रजश्च मलं च रजोमले विधूते-प्रकम्पिते अनेकार्थत्वाद्धांतूनामपनीते रजोमले यैस्ते तथाविधाः, तत्र बध्यमानं कर्म रजो भण्यते, पूर्वबद्धं तु मलमिति, अथवा बद्धं रजः, निकाचितं मलः अथवैर्यापथं रजः साम्परायिकं मलमिति, यतश्चैवंभूता अतएव प्रक्षीणजरामरणाः, कारणाभावादित्यर्थः, तत्र जरा-चयोहानिलक्षणा, मरणं प्राणत्यागलक्षणं, प्रक्षीणे जरामरणे येषां ते तथाविधाः, चतुर्विंशतिरपि, अपिशब्दादन्येऽपि, जिनवराः-श्रुतादिजिनप्रधाना ते च सामान्यकेवलिनोऽपि भवन्ति अत आह-"तीर्थकरा" इत्येतत्समानं पूर्वेण मे-मम किं ? प्रसीदन्तु-प्रसादपरा भवन्तु,
ભાવાર્થ- જે પ્રથમ ગાથામાં પ્રતિક્ષા કરી હતી કે “હું નામ દઈને ચોવીશ અરિહંતોની સ્તુતિ કરીશ” એટલે જ હવે ચોવીશ અરિહંતોની નામ દઈને સ્તુતિ કરતાં બોલે છે કે “શ્રી ઋષભદેવ નામના પ્રથમ તીર્થકરને અને શ્રી અજિતનાથ નામના બીજા તીર્થકરને હું વંદું છું. શ્રી સંભવનાથ નામના ત્રીજા તીર્થકરને, શ્રી અભિનંદન નામના ચોથા તીર્થકરને, શ્રી સુમતિનાથ નામના પાંચમા તીર્થકરને, શ્રી પદ્મપ્રભ નામના છઠ્ઠા તીર્થકરને, શ્રી સુપાર્શ્વનાથ નામના સાતમા તીર્થંકરને, શ્રી ચંદ્રપ્રભ નામના આઠમા તીર્થંકરને, શ્રી સુવિધિનાથ નામના નવમા તીર્થકરને , પુષ્પદંતને (શ્રી સુવિધિનાથનું આ બીજું નામ છે.) શ્રી શીતલનાથ નામના દશમા તીર્થંકરને, શ્રી શ્રેયાંસનાથ નામના અગીયારમા તીર્થકરને તથા વાસુપૂજ્ય નામના બારમાં તીર્થકરને, શ્રી વિમલનાથ નામના તેરમા તીર્થંકરને, શ્રી અનંતનાથ નામના ચૌદમા તીર્થંકરને, શ્રી ધર્મનાથ નામના પંદરમા તીર્થંકરને, શ્રી શાંતીનાથ નામના સોળમા તીર્થંકરને હું વંદુ છું. શ્રી કુંથુનાથ નામના સત્તરમા તીર્થંકરને શ્રી અરનાથ નામના અઢારમા તીર્થંકરને, શ્રી મલ્લીનાથ નામના ઓગણીસમા તીર્થંકરને, શ્રી મુનીસુવ્રતસ્વામી નામના વીસમા તીર્થંકરને, શ્રી નમિનાથ નામના એકવીસમા તીર્થકરને, શ્રી નેમીનાથ નામના બાવીસમા તીર્થંકરને, શ્રી પાર્શ્વનાથ નામના ત્રેવીસમા તીર્થંકરને તથા શ્રી વર્ધમાનસ્વામી નામના ચોવીસમા તીર્થંકરને, હું વંદું છું.” આ ગાથાઓનો અર્થ સરલ છે એટલે તેની વ્યાખ્યા નથી કરેલ. જિનેશ્વરોના નામની યથાર્થતાનું નિમિત્ત કારણ તો આવશ્યકમાં “પ્રથમ તીર્થંકરના બંને ઉરૂ (સાથળ)માં વૃષભનું લાંછન હતું, તથા સર્વ તીર્થકરોની માતા પહેલા સ્વપ્નમાં હાથી દેખે,જ્યારે એમની માતા મરૂદેવીએ પહેલાં સ્વપ્નમાં વૃષભ (બળદ) દીઠો તેથી આ પ્રભુનું નામ “વૃષભ' પડયું છે, ઈત્યાદિ ગ્રંથથી જાણી લેવું ઈતિ.
- હવે કીર્તન કર્યા બાદ ચિત્તની શુદ્ધિ ખાતર પ્રણિધાનને કહે છે કે આ પ્રમાણે-ઉપર કહેલ વિધિ પ્રમાણે મારા વડે (અહીં આત્મનિર્દેશ સમજવો.) અભિમુખ ભાવથી ખવાયેલા-નામપૂર્વક સ્તરાયેલા તેઓ કેવા છે ?તો કહે છે કે, રજ અને મલ રૂપી કર્મને દૂર કરનારા, અહીં રજ અને મલનો અર્થ દર્શાવે છે કે, (૧) રજ વર્તમાન કાલમાં નવા બંધાતા જે કર્મ તે. મલ ભૂતકાળમાં પૂર્વે બાંધેલ જે કર્મ તે. (૨)ચારે પ્રકારના (સ્કૃષ્ટ-બદ્ધ-નિધત્ત-નિકાચિત એમ ચાર પ્રકારના) કર્મો પૈકી જે બદ્ધ કર્મ છે તે રજા તરીકે કહેવાય છે, બદ્ધકર્મ-જેમ સોયોનો ઢગલો જો દોરો વડે બાંધી લીધો હોય તો જ્યારે બંધ છોડીએ ત્યારે સોયો છુટી છૂટી થઈ જાય તેમ જે કર્મ વિકથા-આદિ પ્રમાદ થકી ઉત્પન્ન થયેલા પ્રાણાતિપાતાદિદોષે કરીને બાંધ્યું હોય તે આલોચના અને પ્રતિક્રમણ કરીને ક્ષય થાય તે બદ્ધ કર્મ કહેવાય છે.
જરાતી અનુવાદક - આ હાઉસુવિધા