________________
છે.
તવિક CREEશકાદ
(૩૭૫
ઉત્તરપક્ષ-અહીં (લોકના ઉદ્યોત કરનારા એ વિશેષણના વ્યાખ્યાનમાં) ગ્રામના એક ભાગમાં જેમ ગ્રામ શબ્દનો વ્યવહાર-શબ્દ-પ્રયોગ અનુભવાય છે. તેમ-ગ્રામ શબ્દની માફક, પંચ અસ્તિકાયાત્મક લોકશબ્દની પ્રવૃત્તિ-પ્રણાલિકા-વ્યવહાર હોઈલોકના ભાગના (લોકના) પ્રકાશને કરનારા એવા અવધિ વિભૃગજ્ઞાનવાળાઓમાં અથવા સૂર્યચંદ્ર વિગેરેમાં અહંતપણાનો વિશ્વાસ ન થાઓ ! એટલા ખાતર, મતલબ કે, “લોકના ઉદ્યોત કરનારા” એટલું જ માત્ર કહો તો લોકના ભાગના (અંશના) પ્રકાશ કરનારા અવધિ-વિર્ભાગજ્ઞાની કે સૂર્યચંદ્ર આદિનું પણ અહંત તરીકે ગ્રહણ થઈ જાય ! વાસે જ અવધિ-વિર્ભાગજ્ઞાનિ આદિનિષ્ઠ વ્યભિચારના વ્યવચ્છેદ કરવાને ખાતર “ધર્મતીર્થના કરનારા' એ વિશેષણ મૂકેલું હોઈ, સફલ સાર્થક-વ્યવચ્છેદક છે.
પૂર્વપક્ષ-જો આમ જ છે તો “ધર્મતીર્થના કરનારા' એ એક જ વિશેષણ કાયમ રહો ! “લોકના ઉદ્યોત કરનારા” એ વિશેષણની શી આવશ્યકતા છે ? શો હેતુ છે ? શું પ્રયોજન છે ?
ઉત્તરપક્ષ-જો “ધર્મતીર્થકર રૂપ એક જ વિશેષણ અહંતનું રાખવામાં આવે અને બીજા વિશેષણો ન મૂકવામાં આવે તો નદી વિગેરેના વિષમસ્થાનોમાં મફત, ધર્મના નિમિત્તે (લૌકિકદ્રષ્ટિએ) ભવથી તરવાના ઉપાયરૂપ તીર્થ (ઘાટ-ઓવારો, માર્ગ, પવિત્ર સ્થાન, યાત્રાનું સ્થાન વિગેરે રૂપ તીર્થ) ના કરનારાઓ પણ ધર્મતીર્થંકરો કહેવાય એવા ઘર્મતીર્થંકરોમાં અત્યંત મુગ્ધ (ભોળી-મુંઝાયેલી) બુદ્ધિવાળાઓને અહંતપણાની મિથ્યાપ્રતીતિવિશ્વાસ ન થાઓ ! એટલા ખાતર અર્થાત્ પૂર્વકથિત ધર્મતીર્થકરમાં અહંતપણાની ભ્રાંતિ દૂર કરવાને ખાતર “લોકના ઉદ્યોત કર' એ અહંતનું વિશેષણ, સાર્થક અને વ્યાવર્તક છે. કારણ કે; પૂર્વકથિત ઘર્મતીર્થકરમાં ધર્મતીર્થકરત્વ હોવા છતાંય લોકનું ઉદ્યોતકરત્વ નથી. એટલે અત્યંતમુગ્ધ જનને પણ અહંતપણાની બુદ્ધિ નહિ થાય.
પૂર્વપક્ષ-લોકોદ્યોતકર-ઘર્મતીર્થકર એવા અહંતને હું સ્તવીશ” એમ કહો ! “જિન” આ પ્રમાણેના વિશેષણ પદને અધિકનિરર્થક શા માટે કહો છો ? કારણ કે પૂર્વકથિત લોકોદ્યોતકરત્વ-ધર્મતીર્થકરત્વરૂપ બે વિશેષણોથી વિશિષ્ટ જે હોય તે જિન જ હોય છે. માટે અધિક આ “જિન”રૂપ વિશેષણપદ છે. વ્યાવર્તકપણાએ આ સફલ નથી માટે ન કહો !
ઉત્તરપક્ષ-અહંતનું “જિન” એવું વિશેષણ-પદ, ભેદક હોઈ સાર્થક છે. તથાહિકુન-કુદર્શન મતના અનુસારિપુરૂષોએ કલ્પલ-માનેલ, લોકોદ્યોતકર (જ્ઞાનિ) ધર્મતીર્થકર આપ્ત પુરૂષમાં અહંતપણાની મિથ્થામતિ-પ્રતિતિ કે ભ્રાંતિ ન થાઓ ! એટલા ખાતર અર્થાત અતિપણાના અભાવવાળા-કુતીર્થિક કલ્પિત આપ્ત પુરૂષમાં લોકોદ્યોતકરત્વ (જ્ઞાનિત્વ) તથા ઘર્મતીર્થકરત્વે બે વિશેષણો હોઈ કોઈ મુગ્ધને અહંતપણાની ભ્રમણા થઈ જાય એટલે તે ભ્રમ ભાંગવાને ખાતર “જિન” એવું વિશેષણ, ભેદક હોઈ સાર્થક છે.
१ विद्यमानं सद्व्याक्तकं विशेषणम् । यत्साधारण्येन प्रतिपनं बहु प्रकारं वस्तु प्रकारान्तरेभ्यो व्यवच्छिय एकस्मिन् प्रकारे व्यवस्थापयति तविशेषणम् ।
બનાવાતી પાનવાદo - જાણકારી