________________
સારા અક્ષર
નવસારા રાજી, તારાવ
- ૬ ૭૭૩) સમાધાન-(૧) તો જવાબ આપે છે કે; “તે લોકનો પ્રકાશ કરનારાઓને-મતલબ કે કેવલ-જ્ઞાનરૂપી પ્રકાશ વડે અથવા કેવલજ્ઞાન પૂર્વક વચન-દેશનારૂપી દિપદ્વારા સર્વ લોકનો પ્રકાશ કરનારા એવા અરિહંતોનું હું કિર્તન કરીશ.
(૨) જેવી રીતે લોકનો પ્રકાશ કરનારા એવા અરિહંતોને સ્તવીશ' તે પ્રકારે “ધર્મતીર્થને કરનારા એવા અરિહંતોનું હું કીર્તન કરીશ” હવે બીજા વિશેષણનું વિવેચન કરે છે કે; ધર્મ એટલે કે જે દુર્ગતિ તરફ જઈ રહેલા જીવોનો ઉદ્ધાર કરીને તેમને પુનઃ શુભસ્થાને સ્થાપે છે. તેથી તે “ઘર્મ કહેવાય છે. ઈત્યાદિ તેમજ તીર્થ એટલે જેનાવડે તરાય તે તીર્થ કહેવાય છે. તથા ઘર્મરૂપી તીર્થ કે ઘર્મ જે તીર્થમાં પ્રધાન છે તેવા તીર્થને “ધર્મતીર્થ” તરીકે ઓળખાવે છે. આવા ઘર્મતીર્થને પ્રવર્તાવનારા અરિહંતોને હું સ્તવીશ.
(૩) જેમ ઉપર્યુક્ત વિશેષણવિશિષ્ટ અરિહંતોને હું સ્તવીશ તેવી રીતે રાગ-દ્વેષ-મોહઆદિ અંતરંગ શત્રુઓને જિતનાર-જિન એવા અરિહંતોને હું સ્તવીશ.
(૪) જેમ ઉપર્યુક્ત વિશેષણયવિશિષ્ટ અરિહંતોને સ્તવીશ તેવી રીતે જેનામાં કેવલ હોય તે કેવલજ્ઞાની એવા અરિહંતોને હું સ્તવીશ. તથાચ પૂર્વોક્ત વિશેષણચતુષ્ટયવિશિષ્ટ અને ચોવીશ તથા બીજા પણ એવા અશોકવૃક્ષ વિ. આઠ પ્રાતિહાર્ય આદિરૂપ પૂજાને યોગ્ય થનાર એવા સાન્વર્થ અરિહંતોને હું સ્તવીશ ચોવીશ તથા બીજા અરિહંતોને પણ-ચતુર્વિશતિમપિ અહીં અપિશબ્દ, ભાવથી નામ-સ્થાપના-દ્રવ્ય અરિહંતના પરિહાર પૂર્વક અથવા શુભ અધ્યવસાયથી ઋષભ આદિ ચોવીશ તીર્થકરોથી જે બીજા ઐરાવત-મહાવિદેહના તીર્થકરો, તેઓનો સંગ્રહ કરે છે. અર્થાત્ ભાવથી ઋષભ આદિ ચોવીશ તીર્થંકર ભિન્ન બીજા ઐરાવત મહાવિદેહ આદિના અરિહંતોને પણ હું સ્તવીશ એમ જાણવું.
અહીં આટલું યાદ રાખો કે, “અરિહંતોને' એ પદ વિશેષ વાચક, “હું કીર્તન કરીશ” એ પદ ક્રિયાવાચક પદ છે. અર્થાત્ “અરિહંતોને હું સ્તવીશ કેવા અરિહંતોને ? તો કહે છે કે,
(૧) “લોકનો પ્રકાશ કરનારા” એ પહેલું વિશેષણ પદ, જે વચનાતિશય-દર્શક છે. (૨) “ધર્મતીર્થના કરનારા' એ બીજું વિશેષણ પદ, જે પૂજાતિશયસૂચક છે. (૩) “રાગ-દ્વેષ શત્રુને જીતનારા' એ ત્રીજું વિશેષણ પદ, જે અપાયાપગમાતિશય-વાચક છે. (૪) “કેવલ-જ્ઞાનવાળા' એ ત્રીજું વિશેષણ પદ, જે જ્ઞાનાતિશય પ્રતિપાદક છે. (૫) “ચોવીશ” એ સંખ્યાવાચક વિશેષણપદ છે.
(૬) “અપિ પણ’ એ અવ્યય પદ, ભાવથી બાકીના ક્ષેત્રવર્તી અહિતોનું વાચક છે. એ પાંચ પદોનું વિવેચન કર્યાબાદ હવે એક એક વિશેષણઉપન્યાસની સાર્થકતાની ચર્ચા બહુ સુંદર શૈલીથી કરે છે.
કરી
રોજ
જ
હા
અલી: