________________
લલિત-વિસ્તરા - આ ભરિ રચિત
૩૭૧
કાઉસગ્ગ તથા તેમની સ્તુતિ કરેલ છે. એ રૂપ તૃતીય અધિકારને દર્શાવ્યા બાદ હવે વર્તમાન અવસર્પિણીના ૨૪ ભગવંતના નામની સ્તવના હોઈ આ લોગસ્સના બીજા નામરૂપ નામસ્તવરૂપ તૃતીય દંડક તથા સંપૂર્ણ લોગસ્સમાં વર્તમાન અવસર્પિણીમાં થયેલ ૨૪ તીર્થંકરોના નામની સ્તવના હોઈ ‘નામ તીર્થંકર’ની વંદનારૂપ ચતુર્થ અધિકારને દર્શાવતાં ‘અવતરિણકા' આપે છે કે;
नामस्तव
पुनरत्रान्तरेऽस्मिन्नेवावसर्पिणीकाले ये भारते तीर्थकृतस्तेषामेवैकक्षेत्रनिवासादिनाऽऽसन्नतरोपकारित्वेन कीर्त्तनाय चतुर्विंशतिस्तवं પતિ પત્તિ વા, સાયન્-‘હોમ્સ ઇગ્નોરે, ધતિષયરે નિળે । અરિહંતે વિત્તસં, ચણવીપિ વહી ॥ 9 ॥” अस्य व्याख्या-लोकस्योद्योतकरानित्यत्र 'विज्ञानाद्वैतव्युदासेनोद्योत्योद्योतकयोर्भेदसन्दर्शनार्थं भेदेनोपन्यासः, लोक्यत इति लोकः, लोक्यते प्रमाणेन दृश्यत इति भावः अयं चेह तावत्पञ्चास्तिकायात्मको गृह्यते, तस्य लोकस्य किम् ? उद्योतकरणशीला . उद्योतकरास्तान्, केवलालोकेन तत्पूर्वकवचनदीपेन वा सर्वलोकप्रकाशकरणशीलानित्यर्थः, तथा दुर्गतौ प्रपतन्तमात्मानं धारयतीति धर्म्मः उक्तं च- 'दुर्गतिप्रसृताञ्जीवान्, यस्माद्धारयते ततः । धत्ते चैतान् शुभे स्थाने, तस्माद्धर्म इति स्मृतः ॥ १ ॥ इत्यादि" तथा तीर्यतेऽनेनेति तीर्थं धर्म्म एव धर्म्मप्रधानं वा तीर्थं धर्म्मतीर्थं, तत्करणशीला धर्म्मतीर्थकरास्तान्, तथा रागादिजेतारो जिनास्तान्, तथाऽशोकाद्यष्टप्रातिहार्यादिरूपां पूजामर्हन्तीत्यर्हन्तस्तानर्हतः, “कीर्त्तयिष्यामि " इति स्वनामभिः स्तोष्ये इत्यर्थः, “चतुर्विंशतिमिति” संख्या, अपिशब्दो भावतस्तदन्यसमुच्चयार्थ इति, केवलज्ञानमेषां विद्यते इति केवलिनस्तान् केवलिनः ।
ભાવાર્થ-હવે આ પ્રસ્તાવે (ચૈત્યવન્દન પ્રસ્તાવે) આજ અવસર્પિણી કાલમાં ભરતક્ષેત્રમાં તીર્થંકરો થયેલા તે તીર્થંકરોનું એકક્ષેત્ર નિવાસ આદિ કારણે આસન્નતર-અત્યંત સમીપ-નજદીકનું ઉપકારકપણું હોઈ તેઓશ્રીના કીર્તન-યશોગાન-ગુણગાન સારૂ ચતુર્વિંશતિસ્તવને (૨૪ ભગવંતના નામની સ્તવના હોઈ આ લોગ્ડલ્સ સૂત્રનું ગુણનિષ્પન્ન નામ છે-ચતુર્વિંશતિસ્તવ એટલે લોગ્ડસ સૂત્રને) એક કે ઘણા બોલે છે.
વળી તે ચતુર્વિંશતિસ્તવ આ છે-‘લોકના પ્રકાશ કરનાર, ધર્મતીર્થ કરનાર, જિન, કેવલી અને ચોવીશ (પણ) એવા અરિહંતોનું કીર્તન હું કરીશ'' ૧.
હવે આ ગાથાનું વિવરણ કરતાં શરૂમાં પહેલા વિશેષણનું વિવેચન કરે છે; ‘લોકના પ્રકાશ કરનારા એવા અરિહંતોનું હું કીર્તન કરીશ' આ વિશેષણમાં ‘લોકના પ્રકાશ કરનારા' એમ જે સમાસ વગરની,
१ विज्ञानवादिनो बौद्धास्तु विज्ञानं द्विविधम् प्रवृत्तिविज्ञानम् आलयविज्ञानं च । तत्रायं अयं घटः इत्यायाकारकम् । द्वितीयं चाहं जानामि इत्याकारकम् । तदेवात्मा इत्युच्यते इति वदन्ति ।
૧ છઠ્ઠી વિભક્તિ મુખ્યત્વે ઉપપદ વિભક્તિ છે. છઠ્ઠી વિભક્તિનો સંબંધ અન્ય નામની સાથે હોય છે, અર્થની દ્રષ્ટિએ છઠ્ઠી વિભક્તિનું નામ, પાછળ આવતા, નામના વિશેષણ જેવું છે. દા. ત. ‘ગ્રામના ઉદ્યોગો’-ગ્રામ્ય ઉદ્યોગો આ રીતે છઠ્ઠી વિભક્તિનો અર્થ વિશેષણ જેવો હોવાથી કેટલાક તેને વિશેષણ વિભક્તિ પણ કહે છે. સબબ કે વિશેષણની ભેદની વિવક્ષામાં જ વિશેષણને ષષ્ઠી વિભક્તિ લાગે છે. અભેદ વિવક્ષામાં નહીં તેમજ અહીં પણ વિષય જ્ઞાનથી વિષય લોકના ભેદની વિવા છે. એમ લોક શબ્દની ષષ્ઠી વિભક્તિ કહી જાય છે.
ગુજરાતી અનુવાદ
તીરસુરિયસ
આ