________________
ભરચિત
૩૬૯
”વિષ્ઠાગૃહ-જાજરાના-પાયખાનાના કીડામાંથી નીકળી, સુંદર માનવજીવન મેળવીને જેમ તે જાજરાના કીડાના જીવને જાજરૂ જોવા છતાંય તે સ્થાન-જાજરાને મળવાની ઈચ્છા ફરીથી થતી નથી ||૧|| તેમ તત્વજ્ઞાનથી પરિવરેલા મહાત્મા પુરૂષનું મન, વિદ્યાજન્મ-વિવેકની ઉત્પત્તિરૂપ ફલની પ્રાપ્તિ થવાથી વિષયોમાં ફરતું, રમતું કે ફસતું નથી. ॥૨॥ જેમ વિષથી ઘેરાયેલા તે પુરૂષનું શરીર, મંત્રોથી ઝેર વગરનું થાય છે. તેવી જ રીતે વિદ્યાજન્મરૂપ ફલની પ્રાપ્તિ થયે છતે મોહરૂપી વિષનો ત્યાગ થાય છે. ।। આથી જ-મોહવિષના ત્યાગવાળો નિરંતર ખેદ વગરનો મોક્ષમાર્ગમાં ગમન કરે છે. જેમ સંસારમાર્ગમાં મોહવિષથી નહીં ઘેરાયેલો, વિવેકી, નિત્ય ખેદ વગરનો જતો નથી. તેમ મોક્ષમાર્ગમાં મોહવિષથી ઘેરાયેલો, અવિવેકી, નિત્ય ખેદવળો જતો નથી. ।।૪।
લલિત વિસ્તરા
સ્પૃહા વગરના પુરૂષનાં ક્રિયા-જ્ઞાનરૂપ યોગમાં નિરન્તરપણાએ પ્રવૃત્તિરૂપ સઘળા મોક્ષમાર્ગના ગમનને મોક્ષમાર્ગમાં યાન તરીકે કહેવાય છે.
તથાચ અનુરૂપ કારણજન્ય વિદ્યાજન્મરૂપ કાર્ય હોયે છતે, વિષયના પ્રત્યે વૈરાગ્ય-ક્રિયા-જ્ઞાનરૂપ યોગમાં નિરન્તરપણાએ પ્રવૃત્તિરૂપ શિવમાર્ગ ગમનરૂપ, વિદ્યાજન્મરૂપ કાર્યનું ફલ ઉપયોગી થાય છે. અન્ય પ્રકારે નહિ. || ૫ ||
સારાંશ કે, અનુરૂપકારણજન્ય વિદ્યાજન્યરૂપ કાર્ય માનવામાં આવે તો જ વિષય-વૈરાગ્ય-ક્રિયા-જ્ઞાનરૂપ યોગમાં નિરન્તરપણાએ પ્રવૃત્તિરૂપ શિવમાર્ગગમનરૂપ ફલના પ્રત્યે વિદ્યાજન્મ વિવેકની ઉત્પત્તિ, કારણપણાએ ઉપયોગી થાય છે. જો અનુરૂપ કારણજન્મકાર્ય ન માનો તો પૂર્વકથિત કાર્યકારણભાવ ન ઘટી શકે! પૂર્વચર્ચિત જે જે આનુષંગિક-પ્રાસંગિક-પ્રસંગ-પ્રાપ્ત ગુણાદિવિષયકધ્યાનજન્ય વિદ્યાજન્માદિ વસ્તુ જાણી લીધી. ચાલો હવે પ્રકૃત (વન્દના કાયોત્સર્ગ સૂત્રના વ્યાખ્યાનરૂપ પ્રકૃત)નું પ્રતિપાદન કરીએ.!
તે-વિવેકની ઉત્પત્તિના કારણભૂત વિશિષ્ટ ધ્યેયના ધ્યાન આદિવાળો કાયોત્સર્ગસ્થિત પુરૂષ, કાઉસગ્ગના છેવટે-આખરે, જો એકલો હોય તો એકલાએ, ‘નમો અરિહંતાણં' ઈતિ આકાર નમસ્કારરૂપ પદ બોલીને કાઉસગ્ગને છોડીને (પારીને) થોય બોલવી! અન્યથા જો ‘નમો અરિહંતાણં' એ રૂપ નમસ્કાર પદના ઉચ્ચારણ કર્યા વગર પા૨વામાં આવે તો પ્રતિજ્ઞાનો ભંગ થાય! કારણ કે; ‘જ્યાં સુધી અરિહંત ભગવાનને નમસ્કાર કરવા રૂપ ‘નમો અરિહંતાણં' એ પદ ન બોલું ત્યાં સુધી મારો કાયોત્સર્ગ પારૂં નહિ, ઈતિ વાક્યથી ‘નમો અરિહંતાણં' એ પદના ઉચ્ચારણની પ્રતિજ્ઞા કરેલીજ છે. સબબ કે,
‘નમો અરિહંતાણં' એ પદને નમસ્કાર તરીકે રૂઢ (સંજ્ઞા) કરવામાં આવેલ છે.અર્થાત્ નમસ્કાર
१ प्रसङ्गः स चान्योद्देशेन प्रवृत्तस्य तन्त्रान्तरीयकविधयाऽन्यसिद्धिः । नान्तरीयकविधयाऽन्यसिद्धिश्च यथा विप्रवघप्रायश्चित्तेन तन्त्रान्तरीयकविधया अवग रेणदण्डनिपातनप्रायश्चित्तसिद्धिः । नान्तरीयकत्वं च तत्सत्तानियतसत्ताकत्वम् ॥
२ संज्ञा त्रिविधा पारिभाषिकी नैमित्तिकी औपाधिकी चैति । तन्त्रा धुनिकसंकेतशालिनी अनुगतप्रवृत्तिनिमित्तशून्या च संज्ञा पारिभाषिकी । यथा चैत्रमैत्रादिः आकाशादिश्च । तत्तच्छरीरनिष्टचैत्रत्वादेराकाशत्वादेश्चाननुगतस्यैवात्र प्रवृत्तिनिमित्तत्वाऽभि भावः (મ. પ્ર. ૪ રૃ. ૪૬)
ગુજરાતી અનુવાદક
કસમિસ