________________
સુધારક
લિત-વિરારા આ હરિભકારી
[૩૬૭) अत्र चैवं वृद्धाः वदन्ति-यत्र किलायतनादौ वंदनं चिकीर्षितं तत्र यस्य भगवतः सन्निहितं स्थापनारूपं तं पुरस्कृत्य प्रथमकायोत्सर्गः, स्तुतिश्च, तथा शोभनभावजनकत्वेन तस्यैवोपकारित्वात्, ततः सर्वेऽपि नमस्कारोचारणेन पारयन्तीति व्याख्यातं वन्दनाकायोत्सर्गसूत्रं ॥
ભાવાર્થ-(વન્દના કાઉસગ્ગ સૂત્રમાં) કાયોત્સર્ગના વિષયમાં ઉચ્છવાસોનું પ્રમાણ છે. તેવી રીતે કાઉસગ્નમાં ધ્યેયનો નિયમ નથી, અર્થાત્ કોઈ નિયત ધ્યેય હોતું નથી, ત્યારે પરિણામ પ્રમાણે-અધ્યવસાય મૂજબ ધ્યેયસ્થાપન-નિર્ણયના વિષયમાં ગુણો કે તત્ત્વો અથવા સ્થાન-વર્ણ-અર્થ-આલંબનો (સ્થાન= આસન વિશેષ, કાયોત્સર્ગ આસન, પર્યકાસન, પદ્માસન ઈત્યાદિ તથા યોગ મુદ્રા, જિનમુદ્રા, અને મુક્તાશક્તિ મુદ્રા ઈત્યાદિનું યથાયોગ્ય પાલન, વર્ણ-વંદના કાયોત્સર્ગ સૂત્રોના અક્ષરો અતિ સ્પષ્ટ, શુદ્ધ, સ્વર તથા વ્યંજનના ભેદ સહિત (ભેદ સમજાય તેમ) પદચ્છેદ જુદા પડે (શબ્દો છુટા છુટા સમજાય) તેવી રીતે, તથા સંપદાઓ (વિસામા) પણ સમજી શકાય તેમ અને ઉચિતધ્વનિ પૂર્વક બોલવું તે વર્ણયોગ. આલંબન= ભાવ અરિહંતાદિકનું પણ સ્મરણ કરવું, તેમજ જેની આગળ ચૈત્યવંદના કરવાનો પ્રારંભ કર્યો છે તે પ્રતિમાદિ પણ સ્મૃતિ બહાર ન થવા જોઈએ. આલંબન એટલે પ્રતિમાદિક એમ સમજવું)
આત્મીયદોષ પ્રતિપક્ષ-આત્મિકદોષ-મિથ્યાત્વાદિ, તેના પ્રતિપક્ષ રૂપ સમ્યકત્વાદિ. તથાચ ગુણ-તત્ત્વસ્થાનાદિ-આત્મિયદોષ પ્રતિપક્ષ આદિરૂપ વિશિષ્ટ ધ્યેય વિષયક ધ્યાન-ચિંતન મનન આદિ, વિવેકની ઉત્પત્તિનું મૂલ કારણ છે (હયોપાદેય આશ્રવ-સંવરપુણ્ય પાપ-જડ ચેતન આદિ વિષયક વિવેકની પેદાશનું બીજ છે. તથા નિત્યમાં નિયત્વબુદ્ધિ, પવિત્રમાં પવિત્રત્વબુદ્ધિ, આત્મામાં આત્મત્વબુદ્ધિ આદિ તમાં તત્વબુદ્ધિરૂપ વિઘા-જન્મનું, ગુણાદિ-વિષયક ધ્યાન, બીજ છે.)
વળી શાસ્ત્રસિદ્ધ તે વિવેકની ઉત્પત્તિના બીજભૂત ગુણાદિ વિષયક ધ્યાન, પરમેશ્વર કથિત છે. અને એથીજ-વિશિષ્ટ ધ્યેયના ધ્યાનથી જ વિવેકની ઉત્પત્તિ યોગ્ય (અનુકૂલ) પ્રકાર દ્વારાએ ઉપયોગ (ચૈતન્યરૂપ શક્તિ-અધ્યવસાય-ભાવ)ની શુદ્ધિ-નિર્મલતા થાય છે. તથા ઉપયોગશુદ્ધિરૂપ કાર્યના પ્રત્યે વિવેકજનનપ્રકારદ્વારા વિશિષ્ટ ગુણાદિ વિષયક બામ, કારણ છે.
તથાચ પ્રકૃત કાયોત્સર્ગ ધ્યાનાદિરૂપ શુદ્ધ ભાવથી ઉપાર્જલ, સાતા વેદનીયાદિરૂપ પુણ્યાનુબંધિ પુણ્યકર્મ, અવશ્યચોક્કસ-અચૂકશુદ્ધ ભાવફલને આપનાર (જનક) છે.એવંચ શુદ્ધભાવ (શ્રદ્ધાદિ) રૂપ ફલ (કાર્ય) ના પ્રત્યે નિરૂક્ત-શુદ્ધ ભાવથી ઉપાર્જલ કર્મ, અસાધારણ કારણ છે. હવે આ વિષયને ઉદાહરણ આપી સમજાવે
જેમ કે, સોનાનો ઘડો, ભંગ થયે છતે પણ તેને ભાંગવામાં તોડી નાખવામાં આવે તો પણ સોનારૂપ ફુલવાળો તો કાયમનો કાયમ રહે છે. અર્થાત્ સોનું કાયમનું કાયમ રહે છે. આદિશબ્દથી રૂપાના ઘડા વિ.નું ગ્રહણ કરવું. તેમ પ્રકૃત કર્મ પણ સમજવું અર્થાત્ શુદ્ધભાવથી ઉપાર્જેલ કર્મ, શુદ્ધભાવરૂપ ફલને આપે છે. મતલબ કે, શુદ્ધભાવથી ઉપાર્જલ કર્મના ઉદયથી વિવેકની ઉત્પત્તિરૂપ વિદ્યાજન્મ થાય છે. કારણ
movieગજરાતી આનcles
- હરિ