________________
લલિત-વિસ્તરા
આ ઉરિભદ્રસુરિ રચિત
૩૬૬
પૂર્વપક્ષ—શું આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસગ્ગ કરવો એ સાવદ્ય નથી ?
ઉત્તરપક્ષ–આ અષ્ટોચ્છવાસ પ્રમાણ કાઉસગ્ગનું કરવું સાવદ્ય નથી. કારણ કે; પ્રકૃત દંડક સૂત્રના અભિધેય-અર્થરૂપ કાઉસગ્ગની સાથે વિરોધ નથી, સૂત્રનો અર્થ, પ્રતિપાદિત છે. વળી પ્રતિપાદિત સૂત્રાર્થનો અધિકતર બીજા ગુણોની ઉત્પત્તિ વગર તે પ્રકારે અકરણમાં વિરોધ છે. અર્થાત્ અધિકતર બીજા ગુણોની ઉત્પત્તિ હોઈ તે પ્રકારે કરવામાં વિરોધ નથી—સંમતિ છે.
પૂર્વપક્ષ ફક્ત બંને ભુજાઓને લટકતી રાખીને જ કાઉસગ્ગ કરવાની માન્યતા કોઈએ નિવારી કે નહિ ?
ઉત્તરપક્ષ–ફક્ત બંને ભુજાઓને લટકતી રાખીને જ કાઉસગ્ગ કરવા રૂપ ક્રિયા, બીજા ગીતાર્થોએ અનિવારિત નથી. (નિવારિત છે.) કારણ કે, આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ કાયોત્સર્ગની આચરણાપરાયણ આગમવિદોએ નિવારેલ છે. એ જ કારણથી અન્યમધ્યસ્થ ગીતાર્થોએ બહુમાન-આદર-સન્માન આપેલ નથી. અપનાવેલ નથી. હવે આ ચર્ચાનો પ્રસંગ પૂરો થાય છે.
આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ જ અહીં-ચૈત્યવંદનમાં માન્ય રાખવો! બીજો નહિ. આ પ્રમાણે પૂર્વોક્ત વિષય સમાપ્ત થાય છે.!
કાઉસગ્ગમાં શ્વાસોશ્વાસનું પ્રમાણ નિયત છે એ વિષય પતાવ્યા બાદ હવે શાસ્ત્રકાર, કાઉસગ્ગમાં ધ્યેય નિયત નથી. પરંતુ અમુક વિષયક ધ્યાન, અમુક ફલને આ રીતે આપે છે એ રૂપ આનુષંગિક વિષય દર્શાવી કાઉસગ્ગ કેવી રીતે એકલાએ કે ઘણાઓએ પારવો! એ વિધાનને હેતુ પૂર્વક રજૂ કરે છે.
इहोच्छवासमानमित्थं न पुनर्थ्येयनियमः यथापरिणामेनैतत्स्थापने च गुणाः तत्त्वानि वा स्थानवर्णार्थालम्बनानि वा आत्मीयदोषप्रतिपक्षो वा एतद्विद्याजन्मबीजं तत्पारमेश्वरं, अत इत्थमेवोपयोगशुद्धेः, शुद्धभावोपात्तं कर्मावन्ध्यं सुवणघटाद्युदाहरणात्, एतदुदयतो विद्याजन्म कारणानुरूपत्वेन युक्त्यागमसिद्धमेतत् तल्लक्षणानुपाति च " वर्चोगृहकृमेर्यबद् मानुष्यं प्राप्य सुन्दरम् । तत्प्राप्तावपि तत्रेच्छा, न पुनः सम्प्रवर्त्तते ॥ १ ॥ विद्याजन्माप्तितस्तद्वद् विषयेषु महात्मनः । तत्त्वज्ञानसमेतस्य न मनोऽपि प्रवर्त्तते ॥ २ ॥ विषग्रस्तस्य मन्त्रेभ्यो निर्विषाङ्गोद्भवो यथा । विद्याजन्मन्यलं मोहविषत्यागस्तथैव हि ॥ ३ ॥ शैवे मार्गेऽत एवासौ, याति नित्यमखेदितः । न तु मोहविषग्रस्त इतरस्मिन्निवेतरः ४ ॥ क्रियाज्ञानात्मके योगे सातत्येन प्रवर्त्तनम् । वीतस्पृहस्य सर्वत्र यानं चाहुः शिवाध्वनि ॥ ५ ॥” इति वचनात्, 'अपसितमानुषङ्गिकं, प्रकृतं प्रस्तुमः, स हि कायोत्सर्गान्ते यद्येक एव ततो " नमो अरहंताणंति” नमस्कारेणोत्सार्य स्तुति पठत्यन्यथा प्रतिज्ञाभङ्गः, जाव अरहंताणं इत्यादिनाऽस्यैव प्रतिज्ञातत्वात्, नमस्कारत्वेनास्यैव रूढत्वात्, अन्यथैतदर्थाभिधानेऽपि दोषसम्भवात्, तदन्यमन्त्रादौ तथादर्शनादिति । अथ बहवस्त एक एव स्तुतिं पठति, अन्ये तु कायोत्सर्गेणैव तिष्ठन्ति, यावत्स्तुतिपरिसमाप्तिः,
१ उद्देश्यान्तरप्रवृत्तस्य तत्कर्मनान्तरीयकतया प्राप्त. प्रासङ्गिकोऽनुद्देश्यः कार्यविशेष आनुषङ्गिकम् । यथा भो बटो भिक्षामट यदि गां पश्येस्तां चानयेत्यादौ । अत्र भिक्षार्थं प्रवृत्तस्य दैवाद्गोदर्शनात्तस्या आनयनमानुषङ्गिकम् । तत्रोद्देश्यत्वाभावात् इति बोध्यम् ॥
તકરસૂરિ મ.સા.
ગુજરાતી અનુવાદક
આ