________________
છે
- લલિત- વિરા - અભિવી શિવ
{૩૬૪) પૂર્વપક્ષ નિયમથી જધન્યતઃ આઠ ઉચ્છવાસ આદિ પ્રમાણવાળું વન્દન આદિ (આદિ શબ્દથી પૂજનસત્કાર-સન્માન આદિ) પ્રયોજનવાળુ કાયોત્સર્ગનું કરવું સ્વીકાર્યું છતે આ અર્થ ભલે પ્રવર્તે ! પરંતુ એવો અર્થ અમે માનતા નથી.
ઉત્તરપક્ષ ત્યારે હવે તમને પૂછીએ કે;
પ્રશ્ન-વંદનાકાયોત્સર્ગસૂત્ર રૂપ દંડકનું ઉચ્ચારણ શા માટે ? જો તમે “વન્દન માટે દંડકનું ઉચ્ચારણ છે. આવો જવાબ આપશો તો એ જવાબ, વ્યાજબી નથી. કારણ કે, પ્રકૃતિદંડકના અભિધેય-કાયોત્સર્ગ રૂપ અર્થ શૂન્ય પ્રકૃદંડકના ઉચ્ચારણમાં અતિપ્રસંગ નામનો દોષ આવે !
કાયોત્સર્ગમુક્તવન્દન માટે પ્રકૃદંડકનું ઉચ્ચારણ છે. એમ કહેવામાં તદર્થ શૂન્યત્વનો અભાવ હોઈ અતિપ્રસંગ નામનો દોષ નથી.
વળી જો કાયોત્સર્ગયુક્ત વન્દન જ પ્રકૃતદંડકનો અર્થ છે તો તે જ્યોત્સર્ગ અવશ્ય કરવો જોઈએ. શંકા-ફક્ત બંને ભુજાઓને લટકતી રાખીને જ કાઉસગ્ન કરવાનું માનીએ તો શો વાંધો ?
સમાધાન-નિત્ય (નિયત) પ્રમાણ-પરિમાણવાળો જ તે કાઉસગ્ગ છે અને તે આઠ ઉચ્છવાસ આદિ નિયત પ્રમાણવાળો કાઉસગ્ગ, ચેષ્ટા અને અભિભવ ભેદે બે પ્રકારવાળો છે.
(જે “કાયોત્સર્ગ” ગમનાગમન પછી, વિહાર પછી કે દિવસના અંતે, રાત્રિના અંતે, પક્ષના અંતે, ચતુર્માસના અંતે કે સંવત્સરીના અંતે નિયત પ્રમાણમાં કરવામાં આવે છે તે “ચેષ્ટા કાયોત્સર્ગ' કહેવાય છે અને જે “કાયોત્સર્ગ તિતિક્ષા શક્તિ મેળવવા માટે અર્થાતુ પરીષહોનો ય કરવા માટે જંગલ, સ્મશાન, ખંડેરો કે એવા સ્થળોમાં જઈને કરવામાં આવે છે, તે “અભિભવ” કહેવાય છે, આ પ્રકારના કાયોત્સર્ગ'નો સમય જધન્ય અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બારમાસનો હોય છે.)
ભિક્ષા ચર્યામાં (ભિક્ષા વિના ગમનાગમન આદિ પછી) પહેલો ચેષ્ટા કાઉસગ્ગ, ઉપસર્ગ સહવા ખાતર કે પરીષહના જયના વિષયમાં બીજો અભિભવ કાઉસગ્ગ, આમ બે પ્રકારનો કાઉસગ્ગ હોય છે. વળી આ પ્રકૃત કાઉસગ્ગ પણ બે પ્રકારમાંથી એક પ્રકારનો હોવો જોઈએ. આ પ્રકૃત કાઉસગ્ગ, અભિભવ નામનો કાઉસગ્ગ નથી, કારણ કે, અભિભવ કાઉસગ્ગના લક્ષણની અઘટમાનતા છે. એક રાત્રિકઆદિ પ્રતિમા આદિમાં અભિભવ નામનો કાઉસગ્ગ ઘટી શકે છે.
વળી નાનામાં નાનો ચેષ્ટા નામનો કાઉસગ્ગ, પહેલા કહેલ આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ-વાળો અહીં છે. જીતકલ્પ આગમમાં કહ્યું છે, કે “ઉદ્દેશ-સમુદેશ તેમજ અનુજ્ઞામાં ૨૭ અને પ્રસ્થાપન પ્રતિક્રમણ આદિમાં આઠ જ શ્વાસોશ્વાસ સમજવા.'
શંકા-આ આગમમાં વંદનામાં (ચૈત્યવંદનામાં) આઠ શ્વાસોશ્વાસ ગણવા એવું શબ્દથી કહ્યું નથી તેનું કેમ ?
રાતી નાટક - આ મકરસૂરિ મ.
લાલજી
છે