________________
લલિત વસાણા વલભદ્રરાશિવલિત
(૩૫૦) પાડવા પોતાનાથી બનતું બધું કરે છે, પૌદ્ગલિક વસ્તુમાં આવી સ્પૃહા કે સ્પર્ધા કરવી તે ચારગતિના ફેરાને આપનાર છે. પણ આત્મકલ્યાણ માટે ધ્યાનાદિ ક્રિયા કરવામાં તથા આચાર્યાદિમાં રહેલા ધ્યાનાદિક અધિકગુણો તે પોતામાં દાખલ કરવા અતિ ઉત્કટ જિજ્ઞાસા તથા અતિ અભિલાષારૂપ સ્પર્ધા કરવી, મોક્ષ દેનાર હોઈ સદનુષ્ઠાનનું લક્ષણ છે. (ક) તજજ્ઞસેવા-તત્ત્વજ્ઞાતા કે સદનુષ્ઠાન મર્મના જ્ઞાતાપુરૂષની સેવા તે પણ સદનુષ્ઠાનનું લક્ષણ છે. તત્ત્વની જાણ ગુરૂની ભક્તિના પ્રભાવથી "સમાપત્તિ” રૂપ ધ્યાન વિશેષ અને તેના ભેદો તેમાં તલ્લીન થવાથી-અભ્યાસ કરવાથી ધ્યાનદ્વારા તીર્થંકરનું દર્શન થાય છે. વળી ગુરૂ પ્રત્યે ભક્તિ-બહુમાન-આદરસત્કાર સન્માન કરવાથી તથા તેઓશ્રીના ફરમાન મુજબ ચાલવાથી-તેઓશ્રીની આજ્ઞા મુજબ ચાલવાથી વાસ્તવિક રીતે તે જ કલ્યાણ દેનાર છે. તેમજ આલોક તથા પરલોકના હિતને દેનાર જે પુણ્યાનુબંધી પુણ્યબંધ છે તે પણ ગુરૂભક્તિથી જ સાધ્ય છે. પ્રાપ્તવ્ય છે. ગુરૂની મદદ વગર કદી પણ આગળ વધી શકાતું નથી. આવા વિશિષ્ટ ભાવથી તત્ત્વના જાણની સેવા, સદનુષ્ઠાનનું લક્ષણ
(૭) ચ શબ્દથી "તજજ્ઞ અનુગ્રહ”-તેના જ્ઞાતા પુરૂષનો અનુગ્રહ-કૃપાપ્રસાદ પણ સદનુષ્ઠાનનું લક્ષણ છે. (૧) આને "સદનુષ્ઠાન” કહેવાનું કારણ એ કે તેનું અનુબંધસારપણું છે, અનુબંધપ્રધાનપણું છે તેથી ઉત્તરોત્તર શુભ અનુબંધ પરંપરા થયા કરે છે, અને ઉત્તરોત્તર પુણ્યાનુબંધી પુણ્યની માત્રા વધતી જાય છે. "સંદનુષ્ઠાનના લક્ષણરૂપ આદર વિગેરેથી, તે તે ભાવ-પરિણામની નિર્મલતાદ્વારા, ઈષ્ટ અર્થની પ્રાપ્તિ થાય છે. જેમ કે, દા.ત. ક્રમે કરીને સમ્યગૂ હેતુ સામગ્રીના યોગ-સહયોગથી ઈશુ-શેરડીથી સાકરની પ્રાપ્તિ થાય છે. / ૨ // વિગેરે વિગેરે.”
વળી સ્વચ્છંદતા-આપખુદીથી પ્રવૃત્તિ-વર્તન કરનાર હોઈ, નટ (વેષ ભજવનારા લોકો વિગેરેના સરખા હોઈ, ગુણિમાં રહેલા ગુણના પ્રત્યે દ્વેષ (વેર-ઈષ્ય) વાળા હોઈ, અપેક્ષાવંતને મૃષાવાદ (અસત્યવાદ) જ લાગુ થઈ શકે પ્રેક્ષાવંતને નહિ. કારણ કે; અનર્થનો યોગ (બલવત અનિષ્ટનો અનુબંધી-અવિચ્છિન્ન પ્રવાહવાળો યોગ)-સંબંધ છે. પરંતુ તે મિથ્યા (અસ) કાયોત્સર્ગરૂપી મૃષાવાદથી, કૃતાર્થતારૂપ પરિતોષ તો (હું કૃતાર્થકૃતકૃત્ય થઈ ગયો છું આવા પ્રકારનો સંતોષ-તૃપ્તિ તો) તેનાથી-મિથ્યા કાયોત્સર્ગકારીથી જુદાભિન્ન જે સમ્યફ કાયોત્સર્ગકારી (ગુણના અનુરાગી) ઉત્તમ લોક છે. તેનો તિરસ્કાર કરનાર, ગુણના અનુરાગી લોકોને નીચા-હલકા-અધમ-નિઘ-ખરાબ ચિતરનાર, અર્થાત સમ્યક કાયોત્સર્ગકારી-ગુણાનુરાગી લોકની કુથલીચર્ચા-ટીકા-ઠેકડી-મજાક-મશ્કરી-વગોણું-નિંદા કરનાર, મિથ્યાત્વરૂપ ગ્રહના (જથી ઉન્માદ પેદા થાય છે. તેવા એક પ્રકારના દોષરૂપ ગ્રહના) વિકારરૂપ જ જાણવો. (ખરાબી-સડો-તિક્રિયા-પરિણામ-વિપરીતતારૂપ વિકાર જાણવો.)
સારાંશ કે સમ્યફક્રિયા-કાયોત્સર્ગરૂપ ક્રિયાકારી લોકનું અપમાન આદિ કરનાર મિથ્યાત્વગ્રહનો વિકાર જ, મિથ્યા કાયોત્સર્ગરૂપ મૃષાવાદજન્ય પરિતોષનું સ્વરૂપ જાણવું જેમકે બીજાઓએ કહ્યું છે કે "દંડને રાખનાર, જીર્ણ શીર્ણ વસ્ત્ર પહેરનાર, ભસ્મ વિગેરેથી સુશોભિત, સજ્જનોને શોક કરવા લાયક, મિથ્યાત્વગ્રહવાળો
કા ,
ગરાતી અનુવાદ
, કરમુકિપી .