________________
લિત-વિસ્તરા
આ
હરિભદ્ર રચિત
૩૫૬
છે જેમકે ચૈત્યવંદનામાં ‘ઈરિયાવહિય'ના કાઉસગ્ગનું પ્રમાણ (૨૫) શ્વાસોચ્છવાસના કાળ જેટલું છે, કારણ કે; એ કાઉસગ્ગ, "ચંદેસુ નિમ્મલયરા" એ લોગસ્સની છેલ્લી ૭ મી ગાથાના પહેલા ચરણ સુધીનો હોવાથી (૨૫) ચરણ-પાદ જેટલો છે, અને પાયસમા ઉસ્સાસા' એ વચનથી ૧ ઉચ્છવાસનું પ્રમાણ તે ૧પાદના ઉચ્ચારણ કાળ જેટલું જાણવું પરંતુ નાસિકા દ્વારા જે શ્વાસોચ્છવાસ લેવાય છે તે પ્રમાણ અહીં ગણવાનું નથી. તથા શેષ (બાકી રહેલ) ‘અરિહંત ચે.'ના ૩ કાયોત્સર્ગ અને વૈયાવચ્ચનો ૧ કાઉસગ્ગ એ ચાર કાઉસગ્ગ ૧-૧ નવકારના થાય છે, ત્યાં એક નવકારની (૮) સંપદા છે અને એક એક પાદતુલ્યાએક એક શ્વાસોચ્છવાસ પ્રમાણના (એટલે ૮ પાદોચ્ચારકાળ-પ્રમાણના) જાણવા વિગેરે વિગેરે અર્થાત્ જે જેટલા પ્રમાણનો જ્યાં કાઉસગ્ગ કહેલ છે. તેટલો કાઉસગ્ગ પૂરો કર્યા બાદ ગુરૂના પાર્યા બાદ ‘નમો અરિહંતાણં' એ પદ બોલ્યા વિના પણ પા૨ે તો કાઉસગ્ગનો ભંગ થાય છે. તેમજ જે જેટલો જ્યાં કાઉસગ્ગ કહેલ છે ત્યાં તેટલો કાઉસગ્ગ પૂરો કર્યા સિવાય ←નમો અરિહંતાણં' એ પદ બોલે તો પણ કાઉસગ્ગનો ભંગ થાય છે અને આ આગાર હોયે છતે કાઉસગ્ગનો ભંગ થતો નથી.
શંકાતમે તો મને લાગે છે કે, આ બધુ પોતાની બુદ્ધિથી કલ્પો છો કે શાસ્રવચનથી પ્રરૂપો છો ? સમાધાન= ગાળી ૩ ་િવિખવ' વિગેરે શાસ્ત્રવચનથી પૂર્વે એક આગાર બતલાવેલ છે અને બાકીના ત્રણ આગારો આદિ શબ્દથી અમે બતલાવીએ છીએ.
(૨) સ્થાપના અને પોતાની વચગાળે ઉંદર વિગેરે પંચેન્દ્રિયો સોંસરા આડા ઉતરતા હોય તો તે દિનનું એટલે આડનું નિવારણ કરવા ખસીને અન્ય સ્થાને જતાં કાઉસગ્ગનો ભંગ ન થાય.
(૩) બોહિક-મનુષ્ય ચોરો અર્થાત્ ચોર તથા ક્ષોભાદિમાં કહેલા શબ્દથી રાજા વિગેરેથી ક્ષોભ એટલે સંભ્રમ-ભય-ઉપદ્રવ થયે ત્યાંથી ખસીને અન્ય સ્થાને જવા વિગેરેના કારણથી અપૂર્ણ કાઉસગ્ગ પારતાં પણ કાઉસગ્ગનો ભંગ ન ગણાય. તે બોહિક ક્ષોભાદિ આગાર જાણવો.
(૪) પોતાને અથવા બીજાને (સાધુ વિગેરેને) દીહ-દીર્ઘ એટલે સર્પે ‘ડક્કો=ડંશ' દીધો હોય (અર્થાત્ સર્પ કરડ્યો હોય) તો તો તેવા સમયે (તેના ઉપચાર માટે) કાઉસગ્ગ પૂર્ણ (પૂરો) થયા વિના પારે તો પણ કાઉસગ્ગભંગ ન ગણાય તે દીર્ઘ ડંક આગાર જાણવો (અહિં સર્પ કરડ્યો ન હોય અને ઉપદ્રવ જ થયો હોય તો પણ એ આગાર સંભવે છે.)
હવે આગાર કે આકારની વ્યુત્પત્તિ કરી વાસ્તવિક અર્થ દેખાડે છે.
આક્રિયન્તે ઈતિ આકારા-મર્યાદિત રીતે કરાય, આગૃહ્યત્ત્વે ઈતિ આગારા-મર્યાદિત રીતે ગ્રહણ થાય એવી વ્યુત્પત્તિની વિચારણા-મીમાંસા-ભાવના કરવી-અર્થાત્ આવી મીમાંસા બાદ તાત્પર્યરૂપ અર્થ એવો તારવી શકાય છે કે; સર્વ પ્રકારના (સર્વપ્રકારાવચ્છિન્ન) કાયવ્યાપારના ઉત્સર્ગ-ત્યાગરૂપ કાયોત્સર્ગના અપવાદ (છીંડી)૧
૧ છીંડી-ઘરની પાછળની ગલી, પછીતની સાંકડી બારી સરખા અપવાદ પ્રકારો સમજવા.
ગુજરાતી અનુવાદક
તીકરસમસ
આ