________________
૨૭૩)
પરવર્ણના આચારનું કરવું, આદિથી પોતાના આચાર અને પર આચારની અનુવૃત્તિરૂપ સંસ્કાર આદિ) ન્યાયથી અયુક્ત-અઘટમાન છે. કારણ કે; પરમ પુરૂષ લક્ષણ બ્રહ્મમાં બ્રાહ્મણ વગેરે વર્ણોના વિભાગનો અભાવ છે.
શંકા–બ્રહ્મમાં ભલે વર્ણવિભાગ ન હો ! પરંતુ બ્રહ્મના અંશભૂત આત્માઓમાં વર્ણવિભાગ કેમ નહીં થાય?
સમાધાન= મુક્ત અને અમુક્ત બે ભેદ જીવાત્માઓ છે. એથી તેઓમાં પણ વર્ણ વિભાગ નથી” તો જ્યાં વર્ણવ્યવસ્થા નથી ત્યાં પૂર્વકથિત સ્વરૂપવાળા વર્ણવિલોપ આદિ, તાત્ત્વિક કઈ રીતે ?
ઈત્યાદિ-આ પ્રમાણેનું બીજુ પણ વચન લેવું, આ ઉપર કહેલ વચન પણ (પરંપરાકથિત પ્રાચીન વચન તો શું પણ એ અપિનો અર્થ સમજવો) ખંડિત થાય છે. કેમકે; કેવલ આ વચન, શ્રદ્ધા માત્રથી ગમ્ય (રુચિ-ઇચ્છા માત્રનો વિષય) છે યુક્તિથી ગમ્ય કે બાધ્ય નથી. અર્થાત જો તમારી ઇચ્છા-શ્રદ્ધારુચિ હોય તો માનો ! અહી યુક્તિ-તર્કનું બલ નથી.
“વચના” આ પ્રમાણે જે ઉપર કહ્યું તે વચન કઈ ચીજ છે ? અર્થાત વચનનું નિર્વચન કરો? વગેરે શંકાનું કરાતું સમાધાન
दृष्टेष्टाविरुद्धस्य' वचनस्य' वचनत्वात्, अन्यथा ततः प्रवृत्त्यसिद्धेः, वचनानां बहुत्वात् मिथो विरुद्धोपपत्तेः, विशेषस्य दुर्लक्षत्वात्, एकप्रवृत्तेरपरबाधितत्वात्, तत्त्यागादितरप्रवृत्तौ यदृच्छा, वचनस्याप्रयोजकत्वात्, तदन्तरनिराकरणादिति, नह्यदुष्टं ब्राह्मणं प्रव्रजितं वा अवमन्यमानो दुष्टं वा मन्यमानः तद्भक्त इत्युच्यते, न च दुष्टेतरावगमो विचारमन्तरेण, विचारश्च युक्तिगर्भ इत्यालोचनीयमेतत्, कूपपतितोदाहरणमप्युदाहरणमात्रं, न्यायानुपपत्तेः,
ભાવાર્થ= (દૃષ્ટાબાધિતત્વે સતિ ઈષ્ટાબાધિતત્વ વચનસ્ય વચન-વચનનું લક્ષણ જાણવું) દૃષ્ટ-જે વસ્તુ સકલ પ્રમાણથી (પ્રત્યક્ષ-અનુમાન આદિ પ્રમાણથી) ઉપલબ્ધ-પ્રાપ્ત હોય તે. ઈષ્ટ-જે વસ્તુ વચનથી (આપ્તવચનથી) પ્રતિપાદિત હોય છે. દ્રષ્ટિ અને ઈષ્ટ કહેવાય છે. જે વચન, ઈષ્ટ વિરોધી ન હોય તે વચનવાક્યમાં વચનત્વ (આગમત્વ-વચનપ્રામાણ્ય-શબ્દપ્રમાણત્વ) રહેલું છે.
જે વચનમાં મજકૂર વચનનું લક્ષણ-સ્વરૂપ ઘટતું નથી તે બાધિતવચનદ્વારા, હેય (ત્યાજ્ય-છોડવા લાયક)નું દાન (ત્યાગ-છોડવું) તથા ઉપાદેય (ગ્રાહ્ય-સ્વીકારવા લાયક)નું ઉપાદાન (ગ્રહણ-સ્વીકાર) રૂપ પ્રવૃત્તિ અર્સિદ્ધ થાય છે- અવરૂદ્ધ બંધ પડી જાય છે.
१ प्रत्येक्षणानुमानेन यदुक्तोऽर्थो न बाध्यते ॥दृष्टेऽदृष्टेऽपि युक्तास्यात्प्रवृत्तिस्तत एव तु ॥२५॥ प्रत्यक्षेण-चाक्षुषादिना, अनुमानेनलिङ्गलिङ्गिसम्बन्धग्रहणोद्भवेन, यदुक्तो-यत्र भणितोऽर्थ आत्मादिः, बाध्यते-न विरोधमानीयते, दृष्टे-स्वसंवेदनादिसिद्धे । अदृष्टेऽपि-स्वर्गापवर्गादावर्थे । किं पुन दृष्ट इत्यपिशब्दार्थः । युक्ता-घटमाना, स्यात्प्रवृत्ति-हानोपादानरूपा । ततएव तु तस्मादेव वचनाद्, न पुनरन्यतोऽपि, व्यंसकवचनस्य મહાનતુતાલિતિ ર|| ગોવિદ-સટી - "
२ दृष्टशास्त्राविरोधार्थ, सर्वसत्त्वसुखावहं । मितं गम्भीरमाह्वादि, वाकयं यस्य स सर्ववित् ॥
પ્રત્યક્ષ અને આગમથી અવિરૂદ્ધ અર્થને કહેનારું, સર્વ પ્રાણીઓને સુખ કરનારું, મિતગંભીર આહલાદક એવું વાક્ય જેનું હોય તે સર્વજ્ઞ છે.
:
ગુજરાતી