________________
ભસારતિ
૩૨૯
લલિતવિરા जिनप्रणीतधर्म्मप्राप्तिर्बोधिलाभोऽभिधीयते, अथ बोधिलाभ एव किं निमित्तमित्यत आह- 'निरुवसग्गवत्तियाए' निरुपसर्गप्रत्ययंनिरुपसर्गनिमित्तं, निरुपसग्ग मोक्षः जन्माद्युपसर्गाभावेन, आह- साधु श्रावकयो बधिलाभोऽस्त्येव, कथं तत्प्रत्ययं, सिद्धस्यासाध्यत्वात्, एवं तन्निमित्तो निरूपसर्गेऽपि तथाऽनभिलषणीय एवेति किमर्थमनयोरुपन्यास इति ? उच्यते, क्लिष्टकर्म्मोदयवशेन बोधिलाभस्य प्रतिपातसम्भवाज्जन्मान्तरेऽपि तदर्थित्वसिद्धेः निरुपसर्गस्यापि तदायत्तत्वात् सम्भवत्येवं भावातिशयेन रक्षणमित्येतदर्थमनयोरुपन्यासः न चाप्राप्तप्राप्तावेवेह प्रार्थना, प्राप्तभ्रष्टस्यापि प्रयत्नप्राप्यत्वात्, क्षायिकसम्यग्दृष्टयपेक्षयाऽप्यक्षेपफलसाधकबोधिलाभापेक्षयैवमु
પાસઃ ॥
ભાવાર્થ-હવે વન્દનાદિચાર શા માટે ? તો કહે છે કે; "બોધિલાભ નિમિત્તે" બોધિલાભ એટલે શ્રી અરિહંત ભગવંત કથિતધર્મની પ્રાપ્તિ. હવે બોધિલાભ શામાટે ? તો કહે છે કે; "નિરૂપસર્ગ નિમિત્તે” નિરૂપસર્ગ એટલે જન્માદિ ઉપસર્ગ રહિત સ્થાન-મોક્ષ.
મતલબ કે; વન્દનાદિચારથી ક્યા ફલની સિદ્ધિ થાય છે ? એ સવાલનો જવાબ આપતા શાસ્ત્રકાર કહે છે કે; વંદનાદિચારથી બોધિલાભરૂપ મહાફલની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ બોધિલાભરૂપ ફલના પ્રત્યે વંદનાદિ ચતુષ્ક (ચાર) કારણ છે. બોધિલાભ એટલે ભાવથી જૈનધર્મની પ્રાપ્તિ. હવે પ્રશ્ન થાય કે બોધિલાભથી ક્યા ફલની પ્રાપ્તિ થાય છે ? એ પ્રશ્નનો સુંદર પ્રત્યુત્તર આપતા જણાવે છે કે, બોધિલાભથી નિરૂપસર્ગમોક્ષ થાય છે. કારણ કે, ત્યાં જ જન્મજરા મરણાદિરૂપ ઉપસર્ગનો (દુઃખ-ભાવઉપાધિ-ઉપદ્રવનો) સર્વથા અભાવ છે.
શંકા-સાધુ અને શ્રાવકમાં બોધિલાભ (જૈનધર્મની પ્રાપ્તિ) નું અસ્તિત્વ છે જ તો સાધુ અને શ્રાવકને "અરિહંત પ્રતિમાના વંદનાદિથી મને બોધિલાભ થાઓ” એવી કામના-આશંસા-પ્રાર્થના નિરર્થક થાય છે. કારણ કે, જે વસ્તુ સિદ્ધ છે તે સાધ્ય બની શકતી નથી. સાધવા યોગ્ય તે જ વસ્તુ બની શકે છે. કે જે અસિદ્ધ હોય. સાધુ અને શ્રાવકમાં બોધિલાભ સિદ્ધ છે. એટલે સાધુ અને શ્રાવકને બોધિલાભની પ્રાર્થના ગર્ભિત "બોહિલાભવત્તિયાએ” એ પદ સાર્થક કેવી રીતે ? તેમજ બોધિલાભરૂપ નિમિત્તજન્ય નિરૂપસર્ગમોક્ષ પણ કામના અભિલાષ-પ્રાર્થનાનો વિષય બની શકે નહિ જ. કારણ કે; બોધિલાભ હોવાથી મોક્ષ પણ મળવાનો જ એટલે "બોહિલાભવત્તિયાએ નિરૂવસગ્ગવત્તિયાએ” આ રૂપ બંને પદનો ઉપન્યાસરચના શા માટે ? તેમાં ક્યો મુદ્દો કે હેતુ છે ? તેનો ખુલાસો કરો ?
સમાધાન– સાધુ અને શ્રાવકમાં ક્લિષ્ટ (સાનુબંધ) કર્મના ઉદયના વશે બોધિલાભનું પતન સુસંભવિત છે. અર્થાત્ બોધિલાભના પતનના પ્રત્યે ક્લિષ્ટ કર્મનો ઉદય કારણ છે. એટલે આ ભવમાં કે પરભવમાં પણ સાધુ અને શ્રાવકમાં ક્લિષ્ટ કર્મના ઉદયે બોધિલાભનું પતન સંભવિત હોઈ બોધિલાભ અસિધ્ધ છે. અને જે અસિધ્ધ હોય તે સાધવા જોગ-સાધ્ય બની શકે છે. એટલે બોધિલાભની અર્થિતા-પ્રાર્થના-કામના અભિલાષ, સાધુ અને શ્રાવકને સિધ્ધ થાય છે. તેમજ નિરૂપસર્ગ-મોક્ષ પણ બોધિલાભને આધીન-તાબે છે. બોધિલાભ હોય તો જ મોક્ષ છે. વાસ્તે ભાવના અતિશયથી-સર્વથા સર્વોત્કૃષ્ટ ભાવપૂર્વક બોધિલાભનુંરક્ષણ-જતન-જાળવણી સાચવણી એ અનિવાર્ય આવશ્યક બને છે. આ હેતુ-મુદ્દો લક્ષ્યમાં લઈ શાસ્ત્રકારે
ગુજરાતી અનુવાદ
કરસૂરિ