________________
લલિત વિકાસ
બજાર
આયાય કરવામાં આવ્યા
(૩૩૬
તેમ જિનધર્મરૂપી ચિંતામણિની પ્રાપ્તિના વિષયમાં પણ, જિનધર્મરૂપી ચિંતામણિના મહિમાને (અતિશયચમત્કારને) જાણનાર પુરૂષને હવે સંસાર (કર્મસંબંધરૂપ અથવા વિષયકષાયરૂપ સંસાર) કોણ માત્ર છે. અર્થાત્ સંસારનો અધિકાર-સત્તા-વર્ચસ્વ કે પ્રભુત્વ, મારા ઉપર બિલકુલ ચાલી શકે એમ નથી એટલે સંસાર મારી પાસે કોઈ હિસાબ-ગણતરી કે લેખામાં નથી-કોઈ વિસાતમાં નથી. “હવે મને સંસારની દરકાર કે તમા નથી. હવે સંસાર મારી પાસે દમ-માલ-જીવ વગરનો છે.” આવી કોટીની વિશિષ્ટ અદ્દભૂત, સંસારના દુઃખો અને તેની ચિંતા અથવા સંસારના દુ:ખજનક ચિંતા વગરની, ઉત્તમ માનસિક વૈયરૂપી વૃતિ-પરમસંતોષ-સ્વાથ્ય પેદા થાય છે જ. કારણ કે; પરમ કૃતિનું જિનધર્મરૂપી ચિંતારત્ન, પરમ-પુષ્ટઉત્તમ આલંબન છે. જો ચિંતારત્નસમાન જિનધર્મની પ્રાપ્તિરૂપી પરમ આલંબન-પુષ્ટ નિમિત્તરૂપી નિમિત્તની પ્રાપ્તિનો અભાવ હોય તો પરમ વૃતિનો પણ અભાવ છે. ચિંતારત્ન સમાન જિનધર્મની પ્રાપ્તિ હોય તો જ પરમ વૃતિ છે. એટલે પરમ વૃતિના પ્રત્યે જિનધર્મની પ્રાપ્તિ એ અસાધારણ કારણ છે. એમ કાર્યકારણભાવ સમજવો.
સારાંશ=કર્મસંબંધ-સંસારરૂપ ભાવ ગરીબાઈથી ગરીબ આત્માને જિનધર્મરૂપી મહાદુર્લભ ચિંતામણિ પ્રાપ્ત થયા બાદ, તે જિનધર્મરૂપી ચિંતારત્નનો મહિમા જાણ્યા પછી "મારી સંસારરૂપી ભાવ નિર્ધનતા હવે નાશી ગઈ" આવી કોટીનો ઉમદા ભાવ પ્રગટ થયે છતે સંસારના દુઃખો અને તેની ચિંતાનો સદંતર અભાવ થાય છે. એટલે જ આત્માને જિનધર્મરૂપી ચિંતામણિનું આલંબન હોઈ વૃતિ-પરમસંતોષ નામનો પરમ ગુણ પ્રગટ થાય છે.
હવે શાસ્ત્રકાર, ઘારણાનું લક્ષણ સ્વરૂપ-દ્રષ્ટાંત પુરસ્સર નિરૂપણ કરે છે.
एवं धारणया न चित्तशून्यत्वेन, धारणा अधिकृतवस्त्वविस्मृतिः, इयं चेह ज्ञानावरणीयकर्मक्षयोपशमसमुत्था अविच्युत्यादिभेदवती प्रस्तुतवस्त्वानुपूर्वीगोचरा चित्तपरिणतिः, जात्यमुक्ताफलमालाप्रोतकदृष्टान्तेन तस्य यथा तथोपयोगदाात्, अविक्षिप्तस्य सतो यथार्ह विधिवदेतत्प्रोतनेन गुणवती निष्पद्यते अधिकृतमाला, एवमेतब्दलात् स्थानादियोगप्रवृत्तस्य यथोक्तनीत्यैव निष्पद्यते योगगुणमाला, पुष्टिनिबन्धनत्वादिति.
ભાવાર્થ-જેમ શ્રદ્ધાવડે, મેધાવડે, ધૃતિવડે, કાઉસગ્ગ સફલ થાય છે. તેમ ધારણાવડે (વિચાર-ખ્યાલપૂર્વક ન કે ચિત્તની શૂન્યતાથી-શુંઢમૂઢચિત્તથી) કાઉસગ્ન સફલ થાય છે. -
ઘારણા-અધિકૃત (નમસ્કારરૂપ ક્રિયા વિષયભૂત) વસ્તુઅરિહંત ભગવંતરૂપ પદાર્થની અવિસ્મૃતિ-પરમાત્માને નહિ ભૂલવા-વિસરવા-ચૂકી જવા કિંતુ સ્મરવા, યાદ કરવા સંભારવા, પ્રભુને સ્મરણ-સ્મૃતિ-વાદ-હૃદયમાં ધારી રાખવા, અર્થાત્ અપાયરૂપે નિશ્ચિત કરેલ પ્રસ્તુત અરિહંતરૂપ પદાર્થને મનદ્વારા ઘારી રાખવો તે “ઘારણા” સમજવી (અધિકૃતવસ્તુઅવિસ્મૃતિમત્ત્વ ઘારણાયા લક્ષણ)
હવે દ્રષ્ટાંતદ્વારા ધારણાનું સ્વરૂપ દર્શાવે છે. (અ) વળી અહીં આ ઘારણા જ્ઞાનવરણીય કર્મના ક્ષયોપશમથી થનારી છે.
સાલી
આપણી આ
સર્વિસ
R