________________
૩૪૧
- લલિત-વિખરા - શિવરાવ થતિ આ શ્રદ્ધાદિ પંચકનો પરિપાક એટલે
મિથ્યાત્વ વાસનાજન્ય કુતર્કથી પેદા થનાર મિથ્યા (ખોટા ફોગટ) વિકલ્પોનો (કલ્પનામય વિચારતર્કવિતર્કોનો) અત્યંત અભાવ થવા દ્વારા શ્રવણ-પાઠ-પ્રતિપત્તિ-ઈચ્છા-પ્રવૃત્તિ આદિ રૂપ પરિપાક છે.
શ્રદ્ધાદિ પંચકના શ્રવણાદિરૂપ પરિપાકનું ટુંકું સ્વરૂપ(૧) શ્રવણરૂપ પરિપાક-ધર્મશાસ્ત્રનું પ્રેમપૂર્વક સાંભળવું. (૨) પાઠરૂપ પરિપાક-ઘર્મશાસ્ત્રના સૂત્રનો સાવધાનીપૂર્વક પાઠ-સ્વાધ્યાય.
(૩) પ્રતિપત્તિરૂપ પરિપાક-ધર્મશાસ્ત્રના સૂત્રોના અર્થોની સમ્યગુ (વિસંવાદ વગર) સારી રીતે પ્રતીતિ (જ્ઞાન કે વિશ્વાસ)
(૪) ઈચ્છારૂપ પરિપાક-શાસ્ત્રમાં કહેલ અનુષ્ઠાનનું વિધિવિધાન વિષયક ચિંતન-વિચાર.
(૫) પ્રવૃત્તિરૂપ પરિપાક-શાસ્ત્રમાં કહેલ અનુષ્ઠાનનું વિધિબહુમાનપૂર્વક આચરવું. આદિ શબ્દથી વિનંજયાદિરૂપ પરિપાકનું ગ્રહણ કરવું તથાપિ.
(૬) વિધ્વજયરૂપ પરિપાક=ધર્મમાં અંતરાય કરનારા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિનોનું નિરાકરણ કરવું. માર્ગમાં જતાં જેમ કંટક, જ્વર અને દિશામોહ વિજ્ઞભૂત થાય છે તેમ મુક્તિનું અનુષ્ઠાન કરતાં કંટક વિજ્ઞસમાન શીતોષ્ણાદિ પરીષહો છે, જ્વર વિજ્ઞસમાન શારીરિક રોગો છે અને દિશામોહસમાન મિથ્યાત્વાદિનો ઉદય છે તેનો અનુક્રમે આસનવડે, અનિવડે અને ગુરૂસેવાદિવડે જય થાય છે. આસન
9 ગવાતા પ્રાગો વિવજ્યાઃ સર્વ વ તું, તોગનાત્મોષ સુત વિનનેન તન્ત | યો. સ. ૯૦.
અર્થ-ઘણું કરીને સર્વેય વિકલ્પો અવિદ્યા-અજ્ઞાન-મિથ્યાત્વસહચરિતજ્ઞાનથી સંયુક્ત હોય છે અને તે વિકલ્પ-કલ્પનાનો યોજક-ગોઠવનારો-ઘડવૈયો આ કુર્તક છે. તેથી કરીને આ કુતર્કથી શું ?
રાતિપ્રાય સર્વોચું પ્રતીતિ છવધતઃ | હસ્તી ચાવાયુવતો પ્રાપ્તપ્રાવિન્યવત્ છે યો. સ. ૯૧
અર્થ-વળી આ સર્વ કતર્ક. પ્રતીતિથી અને ફલથી બાધિત હોઈ જાતિપ્રાય-દૂષણાભાસ પ્રધાન છે. જેમકે, કોઈ એક નૈયાયિકન્યાયશાસ્ત્રનો વિદ્યાર્થી, ક્યાંકથી આવી ચડ્યો. ત્યાં રસ્તામાં નિરંકુશ ગાંડા થયેલા હાથી પર ચઢેલા હાવતે બૂમ મારી-અરે અરે ! જલ્દી દૂર હઠી જા ! દૂર હટી જા-! નહિ તો હાથી મારી નાંખશે. એટલો ભણ્યો પણ ગણ્યો નહિ એવો તે વેદીઓ, દોઢ ચતુર, દોઢ ડહાપણ કરી, પોતે ભણેલા ન્યાયશાસ્ત્રની પદ્ધતિને ન્યાયનો પ્રયોગ કરવા લાગ્યો કેરે રે મુર્ખ ! આમ તું યુક્તિ વગરનું શું બોલે છે ? કારણ કે, આ હાથી શું પામેલાને-પાસે આવેલાને હણે ? કે નહિ પામેલાને હણે ? પામેલાને હણે એમ કહે તો તને જ હણે, એમ જ્યાં તે પોતાનું ભાષણ આગળ ચલાવે છે ત્યાં તો હાથી પાસે આવી પહોચ્યો ને તેને પકડ્યો. પછી મહાવતે તેને માંડ માંડ છોડાવ્યો. તેમ તેવા પ્રકારે વિકલ્પ કરનારો એવો તે તે દર્શનમાં સ્થિત જીવ પણ કુતર્કહસ્તીથી ગ્રહાયેલો હોય છે. તે સદ્દગુરૂ મહાવતથી જ મૂકાવાય છે.
રાજરાતી અનુવાદક -
દરિયા