________________
RE
દ્વારા જ
છે
કરી
(૩૪૨.
- લલિત વિસ્તાર ના રબલકિ રાશિત સિદ્ધાસનાદિ અને અશન-હિત-મિત આહારાદિ. " (૭) સિદ્ધિરૂપ પરિપાક અનુષ્ઠયકર્તવ્ય-કરવા જોગ અર્થ (ધર્મપુરૂષાર્થ) ની સિદ્ધિ-ફતેહ. અથવા અધિકૃત અહિંસાદિ ધર્મસ્થાનની સિદ્ધિ-પ્રાપ્તિ. જેમાં અધિક ગુણી પ્રત્યે વિનય, હીનગુણી અથવા નિર્ગુણી પ્રત્યે દયા અને મધ્યગુણી પ્રત્યે ઉપકારની ભાવના પ્રધાનપણે હોય છે.
(૮) વિનિયોગરૂપ પરિપાક=કર્તવ્ય અર્થની સિદ્ધિ-પ્રાપ્તિને યથાયોગ-(યોજના-જોગ-યુક્તિ-જ્ઞાન પ્રમાણે ઘટતી રીતે) વાપરવી, વાવરવી, ખરચવી, ખપમાં લેવી. અથવા સ્વપ્રાપ્ત ધર્મસ્થાન, યથાયોગ્ય ઉપાયવડે અન્યને પમાડવું. એથી અનેક જન્મજન્માંતર સુધી પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ થયા કરે છે.
(૯) અવંચકત્રયરૂપ પરિપાક=(૧) યોગાવંચક-સાચા સાધુ સ્વરૂપ સત્પરૂષનો સરૂનો જોગ, તથા રૂપ ઓળખાણ તે યોગાવંચક છે, તે યોગ, કદી વંચે નહિ, અમોઘ હોય અવશ્ય અવિસંવાદી હોય. અને પછી સત્પરૂષને તેવા સત્પરૂષ સ્વરૂપે ઓળખી, તેના પ્રત્યે જે વંદન, નમસ્કાર, વૈયાવચ્ચ વિગેરે ક્રિયા કરવામાં આવે તે ક્રિયાવંચક કહેવાય; તે ક્રિયા કદી વંચે નહિ-ફોગટ જાય નહિ, અચૂકપણે અવશ્ય ધર્મલાભદાયી થાય જ. અને આમ સત્પરૂષ સદ્દગુરૂને તથારૂપે ઓળખી, તેના પ્રત્યે જે વંદનાદિ ક્રિયા કરવામાં આવી, તેનું ફલ પણ કદી વંચે નહિ, અમોઘ હોય, અચૂકપણે પ્રાપ્ત થાય તે ફલાવંચક જાણવું. શ્રદ્ધાદિપંચકપરિપાકના અતિશયનું સ્વરૂપ નિરૂપણ
જે શ્રદ્ધાદિપરિપાકના અતિશયનું લક્ષણ, (જેનાવડે વસ્તુ ઓળખાય-ચિહ્ન-નિશાન) ધૈર્ય છે. (સ્થિરતાઅભયતા-ચંચલ આત્મ પરિણતિનો અભાવ છે.)
જે શ્રદ્ધાદિ પરિપાકનો અતિશય, પ્રધાન (સર્વશ્રેષ્ઠ-ઉત્તમ કોટીના ભાવરૂપ) સત્ત્વાર્થ-પુરૂષાર્થ કે પરોપકારનો હેતુ છે.
જે શ્રદ્ધાદિ પરિપાકનો અતિશય, અપૂર્વકરણરૂપ મહાસમાધિને પમાડનાર-આપનાર છે. આ પ્રમાણે સ્વયં-પોતે જ ખૂબ-મનનપૂર્વક ઝીણવટથી વિચારો ! હવે શ્રદ્ધાદિના ઉચ્ચારણની સાર્થકતા અને શ્રદ્ધાદિના ક્રમસર ઉપન્યાસના હેતુનું વર્ણન કરે છે.
'एतदुच्चारणं त्वेवमेवोपधाशुद्धं सदनुष्ठानं भवतीति, एतद्वानेव चास्याधिकारीति ज्ञापनार्थ, वर्धमानया-वृद्धिं गच्छन्त्या नावस्थितया प्रतिपदोपस्थाय्येतत्, श्रद्धया वर्धमानया एवं मेधयेत्यादि, लाभक्रमादुपन्यासः श्रद्धादीनां, श्रद्धायां सत्यां मेधा, तद्भावे धृतिः ततो धारणा तदन्चनुप्रेक्षा, बुद्धिरप्यनेनैव क्रमेण, एवं तिष्ठामि कायोत्सर्गमित्यनेन प्रतिपत्तिं दर्शयति,
ભાવાર્થ વળી આ અવસ્થારૂપ શ્રદ્ધા વિગેરેનું ઉચ્ચારણ, ઉપધાશુદ્ધ (અશ્રદ્ધારહિત-ઉપધાનથી નિર્મલ
१ कण्ठताल्वायभिघातेन शब्दजनकव्यापारः शब्दोत्पत्त्यनुकूलव्यापारः ।
ગુજરાતી અનુવાદક - જી
હરસુવિધા રાખવા