________________
લલિત-વિસ્તરા
ભિસાર રચિત
૩૪૦
હવે શાસ્રકાર, શ્રદ્ધા વિગેરે પાંચ આત્મધર્મોનું સમુદિત ફલ શું ? અને કેવી રીતે થાય ? તેનું બારીકાઈથી જોરદાર નિરૂપણ કરે છે.
एतानि श्रद्धादीन्यपूर्वकरणाख्यमहासमाधिबीजानि, तत्परिपाकातिशयतस्तत्सिद्धेः, परिपाचना त्वेषां 'कुतर्कप्रभवमिथ्याविकल्पव्यपोहतः श्रवणपाठप्रतिपत्तीच्छाप्रवृत्त्यादिरूपा, अतिशयस्त्वस्यास्तथा स्थैर्यसिद्धिलक्षणः प्रधानसत्त्वार्थहेतुरपूर्वकरणावह इति परिभावनीयं
स्वयमित्थम्,
ભાવાર્થ-આ શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષારૂપ પાંચ ચિત્ત-આત્મ ધર્મો, અપૂર્વ કરણરૂપ મહાસમાધિના બીજ ઉપાદાન કારણ મૂલ-કારણો અર્થાત્ અપૂર્વ કરણરૂપ મહાસમાધિરૂપ ફલના પ્રત્યે શ્રદ્ધાદિ પંચક, હેતુ-બીજ-નિદાન છે. કારણ કે; શ્રદ્ધાદિરૂપ બીજ-કારણના પરિપાકના (ફલની ઉત્પત્તિના પ્રતિ અભિમુખતાપપણા-પાકવાના) અતિશયથી અપૂર્વ-કરણરૂપ મહાસમાધિફ્લૂની સિદ્ધિ થાય છે.
૧ વોધરોળઃ શમાાયઃ શ્રદ્ધામોઽમિમાનવૃત્। તર્કોતતો વ્યવસ્તું માવજીનેષા | યો. સ. ૮૭
(૧) કુતર્ક, બોધ-સમ્યાન પ્રત્યે રોગરૂપ છે, કારણ કે, તે કુતર્ક યથાર્થ બોધનો ઉપઘાત કરે છે.
(૨) કુતર્ક, શમને-આત્મશાન્તિને અપાયરૂપ-હાનિરૂપ થાય છે. કારણ કે, તે કદાગ્રહ-ખોટા તુરંગો જન્માવે છે. (૩) કુતર્ક, શ્રદ્ધાનો ભંગ કરે છે. કારણ કે, તેથી આગમઅર્થની અપ્રતિપત્તિ-અસ્વીકાર થાય છે.
(૪) કુર્તક, અભિમાન કરનારું છે, મિથ્યાભિમાન ઉપજાવનાર છે. આમ તે અનેક પ્રકારે કુતર્ક ચિત્તનો ભાવશત્રુપરમાર્થતઃ રિપુ છે.
૨ અપૂર્વકરણ એ યથાપ્રવૃત્તિ કરણ (પૂર્વપ્રવૃત્ત) પછી અને અનિવૃત્તિ કરણપૂર્વે ઉદ્ભવતું કરણ છે. સામાન્ય રીતે વિચારતા જેમ અપૂર્વ કરણ એ પૂર્વપ્રવર્ત્તનું કાર્ય છે. તેમ એ આ અનિવૃત્તિ કરણનું કારણ છે. આ અપૂર્વકરણ, પૂર્વપ્રવૃત્ત કરતાં વધારે શુદ્ધ છે-ચડીયાતુ છે. પરન્તુ અનિવૃત્તિ કરણથી તે ઉતરતું છે એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જીવો આ અપૂર્વકરણના અધિકારી નથી. એના ઉપર તો પંચેન્દ્રિયની અને તેમાં પણ વળી પર્યાપ્ત સંજ્ઞીની અને તેમાં પણ વળી અર્ધપુદ્ગલપરાવર્ત્તથી કંઈક ન્યુન જેટલા કાળ સુધીમાં તો જે જીવો જરૂર જ મોક્ષે જનારા હોય તેમની હકુમત ચાલી શકે તેમ છે. તેઓ જ ગ્રંથિને ભેદવામાં આને હથિયાર તરીકે ઉપયોગ કરી શકે છે. આવા જીવો ઉપર દ્વેષ, ઈર્ષ્યા, નિંદા વિગેરે દોષો બહુજ થોડા પ્રભાવ પાડી શકે છે, કેમકે આ જીવોને આત્મ કલ્યાણ કરવાની તીવ્ર અભિલાષા હોય છે એથી કરીને તો તેઓ સંસારની ખટપટ-પ્રપંચથી દૂર રહેવા મથે છે. આમ હોઈ તેઓ નીતિને માર્ગે ચાલે, સત્પુરૂષોનો પક્ષપાત કરે તથા સુદેવ અને સુગુરૂનું બહુમાન જાળવવા અથાગ પરિશ્રમ આદરે તો તેમાં શી નવાઈ ? આ જીવોના સંબંધમાં એમ કહી શકાય છે કે, તેઓ અધ્યાત્મની પ્રથમ ભૂમિકા ઉપર છે-તેઓ "અપૂનબંધક" છે એટલે કે જે અવસ્થા દરમ્યાન મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અટકી જાય એવી અવસ્થાએ પહોંચ્યા છે પૂર્વે જીવે નહિ અનુભવેલો એવો અધ્યવસાય વિશેષ એ અપૂર્વકરણનો વ્યુત્પત્તિ અર્થ છે જો કે યથાપ્રવૃત્ત રણમાં આત્માની નિર્મળતાના વિકાસનો પાયો નંખાય છે તો પણ તેની વિશેષ વિમળતા તો અપૂર્વકરણ દરમ્યાન જ થાય છે. કારણ કે, આ કરણમાં પ્રવેશ કરવાની સાથે પ્રથમ સમયથી (૧) સ્થિતિઘાત (૨) રસઘાત (૩) ગુણશ્રેણી (૪) અભિનવ સ્થિતિબંધ એમ ચાર ક્રિયાઓ શરૂ થઈ જાય છે.
તીકરસૂરિ મ.સા.
ગુજરાતી અનુવાદક