SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા ભિસાર રચિત ૩૪૦ હવે શાસ્રકાર, શ્રદ્ધા વિગેરે પાંચ આત્મધર્મોનું સમુદિત ફલ શું ? અને કેવી રીતે થાય ? તેનું બારીકાઈથી જોરદાર નિરૂપણ કરે છે. एतानि श्रद्धादीन्यपूर्वकरणाख्यमहासमाधिबीजानि, तत्परिपाकातिशयतस्तत्सिद्धेः, परिपाचना त्वेषां 'कुतर्कप्रभवमिथ्याविकल्पव्यपोहतः श्रवणपाठप्रतिपत्तीच्छाप्रवृत्त्यादिरूपा, अतिशयस्त्वस्यास्तथा स्थैर्यसिद्धिलक्षणः प्रधानसत्त्वार्थहेतुरपूर्वकरणावह इति परिभावनीयं स्वयमित्थम्, ભાવાર્થ-આ શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષારૂપ પાંચ ચિત્ત-આત્મ ધર્મો, અપૂર્વ કરણરૂપ મહાસમાધિના બીજ ઉપાદાન કારણ મૂલ-કારણો અર્થાત્ અપૂર્વ કરણરૂપ મહાસમાધિરૂપ ફલના પ્રત્યે શ્રદ્ધાદિ પંચક, હેતુ-બીજ-નિદાન છે. કારણ કે; શ્રદ્ધાદિરૂપ બીજ-કારણના પરિપાકના (ફલની ઉત્પત્તિના પ્રતિ અભિમુખતાપપણા-પાકવાના) અતિશયથી અપૂર્વ-કરણરૂપ મહાસમાધિફ્લૂની સિદ્ધિ થાય છે. ૧ વોધરોળઃ શમાાયઃ શ્રદ્ધામોઽમિમાનવૃત્। તર્કોતતો વ્યવસ્તું માવજીનેષા | યો. સ. ૮૭ (૧) કુતર્ક, બોધ-સમ્યાન પ્રત્યે રોગરૂપ છે, કારણ કે, તે કુતર્ક યથાર્થ બોધનો ઉપઘાત કરે છે. (૨) કુતર્ક, શમને-આત્મશાન્તિને અપાયરૂપ-હાનિરૂપ થાય છે. કારણ કે, તે કદાગ્રહ-ખોટા તુરંગો જન્માવે છે. (૩) કુતર્ક, શ્રદ્ધાનો ભંગ કરે છે. કારણ કે, તેથી આગમઅર્થની અપ્રતિપત્તિ-અસ્વીકાર થાય છે. (૪) કુર્તક, અભિમાન કરનારું છે, મિથ્યાભિમાન ઉપજાવનાર છે. આમ તે અનેક પ્રકારે કુતર્ક ચિત્તનો ભાવશત્રુપરમાર્થતઃ રિપુ છે. ૨ અપૂર્વકરણ એ યથાપ્રવૃત્તિ કરણ (પૂર્વપ્રવૃત્ત) પછી અને અનિવૃત્તિ કરણપૂર્વે ઉદ્ભવતું કરણ છે. સામાન્ય રીતે વિચારતા જેમ અપૂર્વ કરણ એ પૂર્વપ્રવર્ત્તનું કાર્ય છે. તેમ એ આ અનિવૃત્તિ કરણનું કારણ છે. આ અપૂર્વકરણ, પૂર્વપ્રવૃત્ત કરતાં વધારે શુદ્ધ છે-ચડીયાતુ છે. પરન્તુ અનિવૃત્તિ કરણથી તે ઉતરતું છે એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જીવો આ અપૂર્વકરણના અધિકારી નથી. એના ઉપર તો પંચેન્દ્રિયની અને તેમાં પણ વળી પર્યાપ્ત સંજ્ઞીની અને તેમાં પણ વળી અર્ધપુદ્ગલપરાવર્ત્તથી કંઈક ન્યુન જેટલા કાળ સુધીમાં તો જે જીવો જરૂર જ મોક્ષે જનારા હોય તેમની હકુમત ચાલી શકે તેમ છે. તેઓ જ ગ્રંથિને ભેદવામાં આને હથિયાર તરીકે ઉપયોગ કરી શકે છે. આવા જીવો ઉપર દ્વેષ, ઈર્ષ્યા, નિંદા વિગેરે દોષો બહુજ થોડા પ્રભાવ પાડી શકે છે, કેમકે આ જીવોને આત્મ કલ્યાણ કરવાની તીવ્ર અભિલાષા હોય છે એથી કરીને તો તેઓ સંસારની ખટપટ-પ્રપંચથી દૂર રહેવા મથે છે. આમ હોઈ તેઓ નીતિને માર્ગે ચાલે, સત્પુરૂષોનો પક્ષપાત કરે તથા સુદેવ અને સુગુરૂનું બહુમાન જાળવવા અથાગ પરિશ્રમ આદરે તો તેમાં શી નવાઈ ? આ જીવોના સંબંધમાં એમ કહી શકાય છે કે, તેઓ અધ્યાત્મની પ્રથમ ભૂમિકા ઉપર છે-તેઓ "અપૂનબંધક" છે એટલે કે જે અવસ્થા દરમ્યાન મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અટકી જાય એવી અવસ્થાએ પહોંચ્યા છે પૂર્વે જીવે નહિ અનુભવેલો એવો અધ્યવસાય વિશેષ એ અપૂર્વકરણનો વ્યુત્પત્તિ અર્થ છે જો કે યથાપ્રવૃત્ત રણમાં આત્માની નિર્મળતાના વિકાસનો પાયો નંખાય છે તો પણ તેની વિશેષ વિમળતા તો અપૂર્વકરણ દરમ્યાન જ થાય છે. કારણ કે, આ કરણમાં પ્રવેશ કરવાની સાથે પ્રથમ સમયથી (૧) સ્થિતિઘાત (૨) રસઘાત (૩) ગુણશ્રેણી (૪) અભિનવ સ્થિતિબંધ એમ ચાર ક્રિયાઓ શરૂ થઈ જાય છે. તીકરસૂરિ મ.સા. ગુજરાતી અનુવાદક
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy