________________
લિતવિજારા . હFભરાવળ
મા (૩૩૯) ભાવાર્થ-જેવી રીતે શ્રદ્ધાવડે, મેધાવડે, ધૃતિવડે, ઘારણા વડે "કાઉસગ્ગ” સફલ થાય છે. તેવી રીતે અનુપ્રેક્ષા વડે-અરિહંતના ગુણોનું જ વારંવાર-ફરી ફરી ચિંતન-વિચાર-ધ્યાન-અરિહંતના ગુણો પર ચિત્તનો તૈલધારાવતુ અખંડ પ્રવાહ ચલાવવાપૂર્વક જ (કિંતુ, કેવળ પ્રવૃત્તિ-ક્રિયામાત્રરૂપ નહિ અથવા અરિહંત ગુણોના ફરી ફરી ચિંતનના અભાવપૂર્વક જ નહિ) "કાઉસગ્ગ” સફલ-ઈષ્ટફલસિદ્ધિદાયક થાય છે.
અનુપ્રેક્ષાઋતત્ત્વાર્થનું અનુચિંતન, તત્ત્વના અર્થનું કે તત્ત્વભૂત અર્થ-પદાર્થનું ફરી ફરી વારંવાર ચિંતનમનન-પરિશીલન-નિદિધ્યાસન, તેને અનુપ્રેક્ષારૂપે સંબોઘવામાં આવે છે. (તત્ત્વોના તત્ત્વભૂત અર્થોનું ફરી ફરી ચિંતનને પણ અનુપ્રેક્ષા કહેવામાં આવે છે.) તસ્વચ મર્થસ્થ અનુન્નિનં-પુનઃ પુનઃ વિવાર અથવા તત્ત્વપૂતીર્થસ્થ અનુરિનને પુનઃ પુનઃ વિચાર મનુપ્રેક્ષાયા છH) અનુપ્રેક્ષા સ્વરૂપ
(અ) પ્રસ્તુત અનુપ્રેક્ષા એ ચિત્તધર્મ-આત્મધર્મ વિશેષ છે. (આ) આ અનુપ્રેક્ષારૂપ આત્મધર્મ, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થનારો છે.
(ઈ) અનુભૂત-અનુભવ વિષયભૂત અર્થ-પદાર્થના અભ્યાસ-ફરી ફરી પ્રવૃત્તિરૂપ અભ્યાસરૂપ ભેદ-પ્રકારવાળો અનુપ્રેક્ષારૂપ આત્મધર્મ છે.
() પરમ (અતિ ઉત્કટ-તીવ્રતમ) સંવેગ (મોક્ષવિષયક અભિલાષ) ના હેતુભૂત-કારણરૂપ અનુપ્રેક્ષારૂપ આત્મધર્મ છે. અર્થાત પરમસંવેગરૂપ કાર્યના પ્રત્યે અનુપ્રેક્ષા પરમ કારણ છે.
(એ) પરમસંવેગની દ્રઢતા-સ્થિરતા-મજબૂતી કરનાર અનુપ્રેક્ષારૂપ આત્મધર્મ છે.
(ઐ) ઉત્તરોત્તર (ક્રમાનુસાર, એક એકની પછી વધતાં વધતાં, આગળ આગળ) વિશેષ (વધારે, શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ-બહ) સમ્યમ્ શ્રદ્ધાયુક્ત પ્રતીતિ-જ્ઞાનના સ્વભાવવાળો અનુપ્રેક્ષારૂપ આત્મધર્મ છે.
(ઓ) કેવલજ્ઞાનની સન્મુખ લઈ જનારો અનુપ્રેક્ષારૂપ આત્મધર્મ છે. (ઈતિ સ્વરૂપ વર્ણન)
દ્રષ્ટાંત-જેમ રત્નશોધક (રત્નની શુદ્ધિને કરનાર) અગ્નિ, રત્નની ચારે બાજુ સંબંધવાળો બનેલો, રત્નના મેલને બાળીને રત્નમાં શુદ્ધિ (સ્વચ્છતા-સ્પષ્ટતા-ઝગઝગાટ-સુંદરતા) કરે છે.
દ્રષ્ણતની દાન્તિકમાં યોજના-તેમ અનુપ્રેક્ષારૂપી અગ્નિ, આત્મરૂપી રત્નની સાથે તાદાભ્ય સંબંધથી સંબંધવાળો બનેલો, જ્ઞાનાવરણીય આદિ કર્મરૂપી મેલને બાળીને, કેવલજ્ઞાન અથવા મોક્ષને પેદા કરે છે. કારણ કે, તેનો-અનુપ્રેક્ષારૂપ આત્મધર્મનો તેવો-કર્મશુદ્ધિ કરવાનો સ્વભાવ છે.
૧ સંવેગ-દેવ, મનુષ્ય, ચક્રવર્તીના ભોગ, આપાત-ભોગકાળે જે મધુરા છે પણ અંતે દુઃખસ્વરૂપ સંસારના બંધનરૂપ જાણીને એકે મુક્તિની જ વાંછા તે સંવેગ અથવા મોક્ષમાર્ગ પ્રત્યે સમ્યગુ સુંદર અદમ પરમ ઉત્સાહપરમ ઉછરંગ.
બારાતી અનુવાદ , તારો ભરવા