________________
SIR લલિવિરા - કરી છે
લોજિકલાકાત કરી હતી
૬ ૩૨૭.
(दान्तिकत्वम्-दष्टान्तप्रयुक्तोपमेयत्वम् । यथा चन्द्रवन्मुखमित्यादौ मुखस्य दार्टान्तिकत्वम्, तथात्रापि कूपखननवद्रव्यस्तवः इति अत्र द्रव्यस्तवस्य दाटन्तिकत्वम्-बोध्यम्)
દાન્તિક-આરંભીઓનો બહુગુણસંપન્ન દ્રવ્યસ્તવની સાથે જે પ્રકારે સરખામણી થતી નથી એ વિષયને એટલે વૈઘમ્યને દર્શાવે છે કે, "પરમ આત્મિક-સ્વાથ્ય-તંદુરસ્તી કરનાર હોય જિનેશ્વર વચનરૂપ આજ્ઞાઅમૃતની સાથે સંબંધવાળો બહુગુણસંપન્ન દ્રવ્યસ્તવ છે. એટલે આ આજ્ઞામૃત સંબંધની અપેક્ષાએ કૂપરૂપ ઉદાહરણની સાથે દ્રવ્યસ્તવનું વૈધર્યુ છે.
તથાહિ-તરસ વિગેરેના સંકટ સમયે કુવાને ખોદવા કરતા અત્યંત સુખરૂપ બીજા ઉપાયથી નિર્મલ
સાધુઓ શ્રી જિનપૂજાને માટે પણ જો આરંભાદિ કરે, તો તેથી પણ તેઓ પોતાના વ્રતને છેહ દેનારા બની જાય છે; જ્યારે ગૃહસ્થોને માટે તો એ વિહિત છે, જેને પાપક્રિયાઓને માટે અનેક વિધ આરંભો કરવા પડે છે, તે અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોની પૂજાની વાત આવતાં, આરંભનો ડર બતાવે તો એ એના જિનની ભક્તિના ઉલ્લાસની ખામીને સૂચવે છે. એટલું જ નહિ, પણ એવો આત્મા પોતા ઉપરના મોહના પ્રભુત્વને સૂચવે છે. એને તો એમ જ થવું જોઈએ કે–"અસત્ આરંભોમાં ખૂંચેલો હું આ સઆરંભ અવશ્ય કરું કે જેથી અનારંભીપણાના ફલને હું પામી શકું."
શ્રી જિનપૂજાથી લક્ષ્મીની મૂચ્છ ઉતરે છે કે ભગવાન શ્રી જિનેશ્વરદેવોના ઉપકારો યાદ આવે છે એટલે એ તારકો પ્રત્યેના ભક્તિભાવમાં વૃદ્ધિ થાય છે. એ તારકોએ ફરમાવેલા માર્ગને આરાધવાનો ઉલ્લાસ જાગે છે. અને ઉત્તમ કોટિના પુણ્યનો લાભ થાય છે. ઉત્તમ પ્રકારે ઉત્તમ દ્રવ્યોથી ભાવપૂર્વક શ્રી જિનપૂજા કરતાં આત્મામાં કેવો સુંદર ભાવોલ્લાસ પ્રગટે છે એ જાતનો અનુભવ વિના સમજાવવી પણ મુશ્કેલ છે. શ્રી જિનપૂજા, એ તો ગૃહસ્થોને માટે અપૂર્વ આલંબન છે. પાપમય વ્યાપારોથી નિવૃત્તિ, સદ્વ્યાપારમાં અને પોતાની પાસે જે કાંઈ હોય તેનો વધુમાં વધુ સદુપયોગ-એ વિગેરે શ્રી જિનપૂજા આદિ સિવાય બીજી કેવી રીતે ગૃહસ્થોને માટે શક્ય છે.
ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા મુજબના અનારંભાદિમય જીવનને પામવું હોય તો ભગવાન શ્રી જિનેશ્વરદેવો પ્રત્યે ખૂબખૂબ રાગ કેળવવો જોઈએ અને એ માટે એ તારકોના સ્વરૂપાદિની વિચારણામાં લીન બનવું જોઈએ એ માટે પણ શ્રી જિનેશ્વરદેવોની દ્રવ્યપૂજા ખૂબ જ ઉપકારક છે અને એથી તો ઉપકારીઓએ ગૃહસ્થોને માટે ત્રણેકાળ શ્રી જિનપૂજા કરવાનું વિધાન કર્યું છે. જે આત્માઓ શ્રી જિનપૂજા કરે છે, તેઓ તેનું ફળ આ લોકમાં પણ પામે છે. પરલોકમાં પણ પામે છે. શ્રી જિનપૂજાના યોગે પાપનો ક્ષય થાય છે, અને એથી શ્રી જિનપૂજક આત્માને આ લોકમાં પણ સુંદર સમાધિની પ્રાપ્તિ થાય છે.
શ્રી જિનપૂજાના યોગે પુણ્ય બંધાય છે અને તે પણ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે એટલે શ્રી જિનપૂજક આત્માને એ પુણ્યના વશથી પરલોકમાં ગૌરવપૂર્ણ ભોગોની પ્રાપ્તિ થાય છે. ગૌરવપૂર્ણ ભોગોની પ્રાપ્તિ, એ જેમ બાહ્ય સામગ્રીની ઉત્તમતાને સૂચવે છે તેમ આંતરિક ઉત્તમતાને પણ સૂચવે છે. એ ભોગો ઉત્તમ જાતિના હોય છે અને એ કાલમાં એ ભોગોના ભોક્તા આત્માઓનો વૈરાગ્ય પણ વિશુદ્ધ કોટિનો હોય છે. એને લઈને એ આત્મા લોકમાં જેમ ગૌરવપૂર્ણ જીવનવાળો હોય છે. તેમ અત્તરમાં અનાસક્ત જીવનવાળો હોય છે. આવા જીવનના પ્રતાપે એ આત્માને સર્વત્યાગ પણ સુલભ બને છે અને મુક્તિ પણ સુલભ બને છે. આમ, શ્રી જિનપૂજાને કરનારો આત્મા નિર્વિઘ્ન પણ બને છે. અભ્યદયશાલી પણ બને છે અને અંતે શ્રી નિર્વાણફલને પામનારો પણ બને છે.
બાજરાતી અનુવાદ કodભવિમા કાલાવાત