________________
લલિત-વિરાણા આ ભદ્રાવિત
જામ (૩૨૫) સમાધાન-ઔચિત્યપ્રવૃત્તિરૂપ-અસદારંભનિવૃત્તિરૂપ-અલ્પશુભપરીણામજનકરૂપ આ દ્રવ્યસ્તવ, કુપદ્રષ્ટાંતથી ગૃહસ્થીઓને ગુણ-લાભ-ફાયદા માટે જ થાય છે.
તથાહિ-જેમ કોઈ એક નવા વસેલા ગામમાં સ્નાન-પાનને માટે કુવો ખોદતાં તરસ-થાક અંગનું મલિન થવું વિગેરે વિગેરે થાય, પણ કુવામાંથી પાણી નીકળ્યા પછી તેમને કે બીજા લોકોને તે કુવો, સ્નાન-પાનશરીરશુચિ-તરસથાક અંગની મલિનતા ઉપશમાવી સર્વકાળ (હંમેશાં) સર્વપ્રકારના સુખને આપનાર થઈ પડે છે.
અર્થાત અધિકારીને, (આરંભ ગૃહસ્થી શ્રાવકરૂપ અધિકારીને) કિંચિત્ દોષવાળો હોવા છતાંય પૂજાદિ દ્રવ્યસ્તવ, ગુણલાભકારક છે. કારણ કે, તે પૂજાદિ દ્રવ્યસ્તવ, વિશિષ્ટ શુભભાવરૂપ ફલનો ઉત્પાદક છે. જે જે વિશિષ્ટ શુભભાવના હેતુરૂપ હોય, તે તે ગુણકર-ફાયદાકારક દેખેલ છે. જેમકે દા.ત. કૂપખનન (કુવાનું ખોદવું) સમજો અને વળી યતનાપૂર્વક જયણા-ઉપયોગ વિવેકપૂર્વક કરેલ પૂજાદિ દ્રવ્યસ્તવ, વિશિષ્ટ શુભભાવનો હેતુ છે. તેથી તે દ્રવ્યસ્તવ, ગુણકર-ફાયદાકારક છે.
કૂપખનન પક્ષમાં તો, તૃષ્ણા (તરસ) આદિનું નિવારણ કરવા પૂર્વક આનંદ વિગેરેની પ્રાપ્તિરૂપ શુભ ફલ સમજવું.
જેમ કૂવાનું ખોદવું જો કે, થાક, તરસ, કાદવથી ખરડાવવા વિગેરે રૂપ દોષથી દુષ્ટ છે. તો પણ જલની-પાણીની ઉત્પત્તિ થયાબાદ પૂર્વકથિત દોષોને દૂર કરી પોતાના ઉપર ઉપકાર-ગુણ માટે કે પારકાના લાભ ખાતર સર્વકાળ થાય છે. તેવી રીતે પૂજાદિક, દ્રવ્યસ્તવ પણ આરંભજનિતદોષને દૂર કરી શુભ અધ્યવસાયની ઉત્પત્તિ થયાબાદ અશુભ કર્મની નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યબંધરૂપ ફલનું કારણ થાય છે.
૧ દેશવિરતિ સંયમમાં પ્રવૃત્તિ કરનારા શ્રાવકોને સંસારને અલ્પ કરનાર દ્રવ્યસ્તવ કપના દ્રષ્ટાંતે યુ કૂવો ખોદતાં તૃષ્ણા અને થાક લાગે તથા શરીર અને કપડાં મેલા થાય, પરંતુ પાણી નીકળતાં તેનાથી તૃષ્ણા દૂર થાય, શરીર અને કપડાં શુદ્ધ થાય તેમ દ્રવ્યસ્તવમાં સ્વરૂપ હિંસા (સર્વ પ્રતિપાદન કરેલી ધાર્મિકક્રિયા કરતાં સ્વભાવિક રીતે થઈ જતી હિંસા તે "સ્વરૂપહિંસા”) પ્રયુક્ત કર્મબંધ થાય પણ ભાવની વિશુદ્ધિથી તે કર્મનો નાશ થાય.
“અસિળવવત્તયામાં વિવિયાળ પણ હજુ કુત્તો, સંસારનુરનો સુત્ય હૃદ્ધિતો !' (પંચવસ્તુ ગા. ૧૨૨૪) २ "हिंसाया ज्ञानयोगेन, सम्यग्दृष्टेर्महात्मनः । तप्तलोहपदन्यासतुल्याया नानुबन्धनम् ॥ ४७ ॥ સતામસ્યા સ્થા િપતનાપવિત્તશાકિનાં, અનુવો ઘહિંસામા બિનપૂગાર્મિન ૪૮ | અધ્યાત્મસારે સમ્યકત્વાધિકારે.
અર્થ-મોટા પ્રાણી જે સભ્યદ્રષ્ટિ, તે જ્ઞાનયોગે કરી વર્તે છે. તેને પણ અવિરતિથી હિંસા લાગે છે, તે કેવી રીતે? જેમ તપાવ્યું એવું લોઢ તે ઉપર પગ મૂકી કોઈ ચાલે પણ બળવાને ભયે નિઃશં૫ણે પગ ઠરાવે નહિ તેમ સમકતી પણ નિઃશંકપણે હિંસા ન કરે, અને તે માટે જ નરકનો બંધ પણ કરે નહીં તે ૪૭ | તેમ રૂડા જયણાવંત-ભક્તિવંત જીવને જ્ઞાનયોગે કરી જિનપૂજા કરતા અહિંસા જે દયા તેનો અનુબંધ (ફ્લ) છે કેમકે એ પૂજા તે પરંપરાએ મુક્તિ ફ્લને આપનારી છે. || ૪૮ |
'स्थेयो वायुचलेन निवृतिकरं निर्वाणनिर्घातिना । स्वायत्तं बहुनायकेन सुबहु स्वल्पेन सारं परम् । निःसारेण धनेन पुण्यममलं कृत्वा जिनाऽभ्यर्चनं यो गृणाति वणिक् स एव निपुणो, वाणिज्यकर्मण्यलम् ॥
ગુજરાતી અનુવાદક - હાદવિ